Sardar Gurjari

મંગળવાર, તા. ૨૩ જુલાઈ, ૨૦૧૯, અષાઢ વદ ૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૩૮

મુખ્ય સમાચાર :
આરટીઓની કડક નિયમ અમલવારીના પગલે સ્કૂલ રિક્ષા-વાન ચાલકો ટ્રાન્સપોર્ટેશન ફી વધારવાની વેતરણમાં
સ્કૂલ રિક્ષા-વાન ફી મુદ્દે નારાજ વાલીઓમાં 'સ્કૂલ રિક્ષા-વાન આખા વર્ષની ફી સામે માત્ર ૧૦ મહિના જ બાળકને લઇ જાય છે'ના મેસેજ વાયરલ
20/06/2019 00:06 AM Send-Mail
આણંદ,ખેડા જિલ્લામાં સ્કૂલવર્ધીની રિક્ષા, વાન સહિતના વાહનોમાં સલામતી તેમજ ફાયર સેફટી સહિતની બાબતોએ આરટીઓ તંત્ર દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં વધુ બાળકોને બેસાડવા સહિતના નિયમોનો ભંગ કરનાર વાહનો સામે દંડ સહિતની કાર્યવાહી હાથ ધરાઇ છે.

આથી સ્કૂલ રિક્ષા-વાનની ટ્રાન્સપોર્ટેશન ફીમાં વધારો ઝીંકવાની વાહનચાલકોની વેતરણ સામે આવનારા દિવસોમાં વાલીઓ દ્વારા ઉહાપોહ મચાવવામાં આવશેની સંભાવના જોવા મળી રહી છે. તંત્ર દ્વારા અપનાવવામાં આવેલ સખ્તાઇ બાદ વાલીઓના ખચે ટ્રાન્સપોર્ટેશન ફી વધારાનો બોજ આવે તેમ છે.

આ સ્થિતિમાં હવે નારાજ વાલીઓમાં ટ્રાન્સપોર્ટેશન ફીને લઇને મોબાઇલ મેસેજ ફરતા થઇ રહ્યા છે. જેમાં સ્કૂલ રિક્ષા-વાન આખા વર્ષની ફી લેતી હોવાની સામે ૧૦ મહિના જ બાળકને લઇ જતી હોવાથી વાલીઓને જાગવાની જરુર હોવાની મેસેજમાં અપીલ કરવામાં આવી છે. વધુમાં તંત્ર દ્વારા વાનમાં વધુમાં વધુ ૧ર અને રિક્ષામાં ૮ વિદ્યાર્થીઓ બેસાડવાની સખ્તાઇ અપનાવવામાં આવી રહી છે. ત્યારે બાળકોની સલામતી મામલે વાલીઓએ પણ જાગૃત બનવું જોઇએ. કારણ કે આખા વર્ષની શાળા ટ્રાન્સપોર્ટેશનની ફી વસૂલનાર ચાલકો દિવાળી, ઉનાળુ વેકેશન સહિતની રજાઓની પણ ફી વસૂલે છે. આથી સ્કૂલ વર્ધીના વાહનચાલકો ટ્રાન્સપોર્ટેશન ફી વધારો ઝીંકે તો જેટલા દિવસ બાળકને શાળાએ લઇ જાય તેટલા જ દિવસની ફી ચૂકવવા માટે વાલીઓ એકસંપ થઇને જાગૃતતા દાખવે તેવા સૂચનો પણ મોબાઇલ મેસેજમાં ફરતા થયા છે.

વિદ્યાનગરની એસ.પી. યુનિ.માં એડમિશન દરમ્યાન વધુ એક બોગસ માર્કશીટ ઝડપાઈ

વિધાનસભામાં આણંદમાં સિવિલ હોસ્પિટલ અને કાંસ સફાઇ મુદ્દે ધારાસભ્યની રજૂઆત

આણંદ જિલ્લાના પ૦૩ તળાવોમાં મત્સ્ય ઉછેરથી વર્ષ ૪.૭પ કરોડની આવક રળતા ખેડૂતો

આણંદ : ગ્રીડ ચોકડીથી લાંભવેલ તરફેના દાંડી માર્ગના ડિવાઈડરોની આડેધડ કામગીરીથી પરેશાની

બોરસદ પાલિકા દ્વારા આકરી વેરા વસૂલાત : ૩૦૦થી વધુ પાણી કનેકશનો કાપ્યા

ઇન્દિરાનગરી આંગણવાડીના બાળકો જાહેર શૌચાલયની સામે બેસીને ભણવા મજબૂર

આણંદ-ખેડા જિલ્લામાં ૪.૧પ લાખ મા કાર્ડ ધારકો ૬૦૯૧૩ લાભાર્થીઓની સારવાર પેટે ૧૮પ કરોડ ચૂકવાયા

આણંદ : વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે કુંડળધામ દ્વારા સત્સંગ સભા