Sardar Gurjari

મંગળવાર, તા. ૨૩ જુલાઈ, ૨૦૧૯, અષાઢ વદ ૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૩૮

મુખ્ય સમાચાર :
ગત વર્ષ કરતાં આ વર્ષ અઠવાડિયા વહેલા વરસાદનું આગમન
ર૩ જૂન,ર૦૧૮ના રોજ ખંભાતમાં બે મી.મી. વરસાદથી સીઝનનો પ્રારંભ થયો હતો : આ વર્ષ ૧૯ જૂન સુધીમાં જિલ્લામાં કુલ ૧૦પ મી.મી. વરસાદ નોંધાયો
20/06/2019 00:06 AM Send-Mail
તાપમાનનો પારો ગગડીને ૩૩ પણ બફારો યથાવત
જૂન માસના પ્રારંભથી તાપમાનનો પારો ૪૦ની આસપાસ રહેવાના કારણે ચરોતરવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. પરંતુ વાયુ વાવાઝોડાના કારણે ચરોતરના વાતાવરણમાં પણ બદલાવ આવ્યો હતો. જેમાં સોમવારે વાદળો ઘેરાવા સાથે ૧૧ કિ.મી. પ્ર.ક.ની ઝડપે પવન ફૂંકાતા ગરમીમાં રાહત થવા સાથે પારો ઘટીને ૩૭ પહોંચ્યો હતો. આજે પારો ગગડીને ૩૩ પહોંચતા આકરી ગરમીથી છૂટકારો મળ્યો હતો. પરંતુ ૯ર ટકા ભેજના કારણે વાતાવરણમાં ઉકળાટ વધ્યો હતો. જો કે પવનની ગતિ પ્ર.ક.૯.પ હોવાના કારણે સાંજથી ઠંડકનો અહેસાસ અનુભવાયો હતો.

'વાયુ' સાયકલોનની ઇફેકટના કારણે ચોમાસુ કદાચ પખવાડિયુ પાછું ઠેલાશેની સંભાવનાઓ વચ્ચે આણંદ જિલ્લામાં મેઘરાજાએ એન્ટ્રી કરી દીધી છે. આજદિન સુધીમાં તમામ તાલુકાઓમાં ઓછો-વત્તો વરસાદ વરસ્યાનું નોંધાયું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષ આણંદ જિલ્લામાં અઠવાડિયું વહેલો વરસાદ આવ્યાનું તંત્રના ચોપડે નોંધાયું છે.

ગત વર્ષ ર૩ જૂન,ર૦૧૮ના રોજ જિલ્લામાં વરસાદનું આગમન થવા સાથે માત્ર ખંભાત તાલુકામાં ર મી.મી. વરસ્યો હતો. જયારે આ વર્ષ ૧૬ જૂનથી કયાંક છાંટણા, કયાંક ધીમી ધારે તો કયાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ બોરસદ તાલુકામાં ર ઇંચ ઉપરાંત વરસાદ આજ સુધીમાં વરસી ચૂકયો છે. જયારે આણંદ તાલુકામાં ૧૦ મી.મી., ઉમરેઠમાં ૮,આંકલાવમાં ૮,પેટલાદમાં પ, ખંભાતમાં ૩ અને તારાપુરમાં ૧૪ મી.મી. વરસાદ નોંધાયો છે.

જો કે દસેક વર્ષ અગાઉ જૂન માસમાં થતી મેઘમહેરના કારણે અનેક વિસ્તારોમાં બારેમેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાતી હતી. ગામ તળાવોમાં પાણીની રેલમછેલ થઇ જતી હતી. પરંતુ ગ્લોબલ વોર્મિગ, પ્રદૂષણ, ઘટતી જતી ગ્રીનરી, વધતા જતા વાહનો અને શહેરી સાથે ઔદ્યોગિકરણને પગલે વૃક્ષોની સંખ્યા ઘટી જતા ગરમીનો ગ્રાફ ચિંતાજનક વધી રહ્યો છે. બીજી તરફ ઠંડી અને વરસાદમાં ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા અઠવાડિયામાં આણંદ જિલ્લામાં વિવિધ તાલુકામાં વરસેલો છૂટોછવાયો વરસાદ સત્તાવાર ચોમાસાના કારણે નહીં પરંતુ વાયુ વાવાઝોડાની ઇફેકટના કારણે હોવાનું પણ જોવા મળ્યું હતું.

વિદ્યાનગરની એસ.પી. યુનિ.માં એડમિશન દરમ્યાન વધુ એક બોગસ માર્કશીટ ઝડપાઈ

વિધાનસભામાં આણંદમાં સિવિલ હોસ્પિટલ અને કાંસ સફાઇ મુદ્દે ધારાસભ્યની રજૂઆત

આણંદ જિલ્લાના પ૦૩ તળાવોમાં મત્સ્ય ઉછેરથી વર્ષ ૪.૭પ કરોડની આવક રળતા ખેડૂતો

આણંદ : ગ્રીડ ચોકડીથી લાંભવેલ તરફેના દાંડી માર્ગના ડિવાઈડરોની આડેધડ કામગીરીથી પરેશાની

બોરસદ પાલિકા દ્વારા આકરી વેરા વસૂલાત : ૩૦૦થી વધુ પાણી કનેકશનો કાપ્યા

ઇન્દિરાનગરી આંગણવાડીના બાળકો જાહેર શૌચાલયની સામે બેસીને ભણવા મજબૂર

આણંદ-ખેડા જિલ્લામાં ૪.૧પ લાખ મા કાર્ડ ધારકો ૬૦૯૧૩ લાભાર્થીઓની સારવાર પેટે ૧૮પ કરોડ ચૂકવાયા

આણંદ : વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે કુંડળધામ દ્વારા સત્સંગ સભા