Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
મોદી સરકારનો નિર્ણય, રેલવે અધિકારીઓને પણ જનરલ ડબ્બામાં પ્રવાસ કરવો પડશે
રેલ મંત્રી અને રેલ રાજ્ય મંત્રી તરફથી આ આદેશ આપવામાં આવ્યો
20/06/2019 00:06 AM Send-Mail
ફર્સ્ટ અને સેકન્ડ એસી ક્લાસમાં સફર કરનાર રેલવેના વરિષ્ઠ અધિકારીઓને હવે ટ્રેનમાં સફર દરમિયાન ઓછામાં ઓછો અડધો કલાક જનરલ કોચમાં મુસાફરી કરવી જરુરી રહેશે. સૂત્રોથી મળેલી જાણકારી પ્રમાણે રેલ મંત્રી અને રેલ રાજ્ય મંત્રી તરફથી આ આદેશ આપવામાં આવ્યો છે. આ નિર્ણય તાત્કાલિક પ્રભાવથી લાગુ થશે. રેલ મંત્રીએ જનરલ કોચની સ્થિતિ સુધારવા માટે આ પગલું ભર્યું છે.

રેલ મંત્રીએ કહ્યું છે કે જનરલ કોચના ટોયલેટ અને સાફ-સફાઇ પર પૂરું ધ્યાન આપવામાં આવશે. યાત્રીઓના ફિડબેકના આધારે જરુરી પગલાં ભરવામાં આવશે. આ વિશે રેલ રાજ્યમંત્રી પોતે મોનિટરિંગ કરશે.રેલવેના વરિષ્ઠ અધિકારી હવે જનરલ કોચમાં યાત્રા કરશે.

રેલવે મંત્રીએ બધા અધિકારી સાથે બેઠક કરીને આ નિર્ણય કર્યો છે. દરેક ક્લાસ વન અધિકારી ટ્રેન યાત્રા દરમિયાન ઓછામાં ઓછો અડધો કલાક જનરલ કોચમાં મુસાફરી કરશે.આ પહેલા યાત્રીઓને શાનદાર સુવિધા આપવા માટે રેલ મંત્રાલય એક યોજના તૈયાર કરી રહ્યું છે. યોજના પ્રમાણે શતાબ્દી અને રાજધાની જેની પ્રીમિયમ ટ્રેનોની કમાન પ્રાઇવેટ કંપનીઓેને આપવામાં આવશે. આ રીતે રેલવેનો ખર્ચ ઓછો થશે અને યાત્રીઓને સારી સર્વિસ પણ મળશે. રેલવેના મતે ટ્રેનોના ખાનગીકરણથી યાત્રીઓ માટે સુવિધા વધશે.ખાનગી કંપનીઓની પસંદગી ટેન્ડર પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે. સૂત્રોના મતે રેલ મંત્રાલય આ કંપનીઓને પરમિટ જારી કરશે. જોકે રેલવેના એન્જીન અને ડબ્બાની જવાબદારી રેલવેની રહેશે. જ્યારે સ્ટાફ સહિત સુવિધાઓની જવાબદારી ખાનગી કંપની પર રહેશે.રેલવે બોર્ડ યોજના માટે તૈયારી કરી રહ્યું છે. ભાડાનો દર રેલવે નક્કી કરશે. કંપની નક્કી કરેલા ભાડાથી વધારે કિંમત વસુલી શકશે નહીં.