Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
રેલવેમાં ખાનગીકરણની તૈયારી પ્રાઇવેટ કંપનીઓ દોડાવશે ટ્રેનો
શરૂઆત શતાબ્દી-રાજધાની જેવી પ્રીમિયમ ટ્રેનોથી થશે : ડબ્બા અને એન્જિનની જવાબદારી રેલવેની રહેશે જ્યારે સ્ટાફ સહિતની સુવિધાઓ ખાનગી કંપનીઓના હાથમાં રહેશે
20/06/2019 00:06 AM Send-Mail
એરલાઇન્સની જેમ ભારતમાં ટ્રેનો ચલાવવાની જવાબદારી પણ પ્રાઇવેટ કંપનીઓને આપવાની તૈયારીઓ થઇ રહી છે. સરકાર કેટલાક રૂટ પર પેસેન્જર ટ્રેનોના સંચાલનની જવાબદારી પ્રાઇવેટ કંપનીઓને આપવા ગંભીરતાથી વિચારી રહી છે. રેલવે બોર્ડના એક દસ્તાવેજથી જાણવા મળે છે કે સરકાર આવતા ૧૦૦ દિવસોમાં ઓછી ભીડભાડવાળા અને ટુરીસ્ટ રૂટો પર ટ્રેનો ચલાવવા માટે પ્રાઇવેટ કંપનીઓ પાસે બીડ માંગશે. શરૂઆતથી અનુભવ પ્રાપ્ત કરવા માટે રેલવે પોતાની ટુરીઝમ અને ટીકિંગ આર્મ આઇઆરસીટીસીની બે ટ્રેનોનું સંચાલન પ્રાઇવેટ હાથોમાં સોંપી શકે છે જે હેઠળ ટિકિટ અને ટ્રેનોની અંદર સેવાઓ આપવાની જવાબદારી આઇઆરસીટીસીને સોંપાશે અને બદલામાં રેલવેને એક નિશ્ચિત રકમ મળશે.

આ ટ્રેનો મોટા મોટા શહેરોને જોડતા સ્વર્ણિમ ચતુર્ભૂજ માર્ગો પર ચાલશે. રેલવે રેકોની જવાબદારી પણ આઇઆરસીટીસીને સોંપી દેવાશે. જે બદલામાં રેલવેની ફાઇનાન્શિયલ આર્મ આઇઆરએફસીને વાર્ષિક લીઝ ચાર્જ આપશે. તે પછી રેલવે પ્રાઇવેટ કંપનીઓને ઇચ્છા જાહેર કરવાની એક તક આપશે કે જેથી જાણી શકાશે કેકઇ કઇ કંપનીઓ દિવસ-રાત ચાલતી અને મહત્વના શહેરોને જોડતી પેસેન્જર ટ્રેનોનું સંચાલનનો અધિકાર મેળવવા આગળ આવી રહી છે. આ બાબત રેલવે બોર્ડના તમામ સભ્યો અને ટોચના અધિકારીઓને મળેલ બોર્ડના ચેરમેન વી.કે. યાદવના સંદેશમાં જણાવવામાં આવી છે. પત્રમાં જણાવાયું છે કે રેલવે પ્રાઇવેટ કંપનીઓને આમંત્રણ આપતા પહેલા ટ્રેડ યુનિયનોનો સંપર્ક કરશે.