Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
કર્ણાટકના મુખ્યમંત્રીનો આરોપ : જેડીએસના ધારાસભ્યને ખરીદવા ભાજપના નેતાએ ૧૦ કરોડ ઓફર કર્યા
ભાજપ દ્વારા નાણાંના બળે સરકાર તોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છ
20/06/2019 00:06 AM Send-Mail
કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ ભાજપ પર તેમની પાર્ટીના એક ધારાસભ્યને લાંચ આપવાનો આક્ષેપ કર્યો છે. રામનગરમાં એક ગામમાં રેલીને સંબોધતા કુમારસ્વામીએ જણાવ્યું હતું કે, તેમની સરકાર પાડવાના સતત પ્રયાસો થઇ રહ્યા છે અને આની પાછળ કોનો હાથ છે તેની તેમને ખબર છે.

તેમણે જણાવ્યું હતું કે, જ્યારે તેઓ રામનગરથી બિદાદી જઇ રહ્યા હતા ત્યારે સોમવારે રાત્રે ૧૧ વાગ્યે તેમના એક ધારાસભ્યે તેમને જણાવ્યું કે અડધા કલાક પહેલા ભાજપના એક નેતાએ તેમને ફોન કરીને જણાવ્યું કે કાલ સાંજ સુધી સરકાર પડી જશે.

કુમારસ્વામીએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપના નેતાએ જણાવ્યું કે કોંગ્રેસ અને જેડીએસના નવ ધારાસભ્યોએ પહેલાથી જ હસ્તાક્ષર કરી દીધા છે. જો તેઓ(ધારાસભ્ય) પણ સહમત થાય છે તો તેમના નિવાસસ્થાને ૧૦ કરોડ રૃપિયા પહોંચાડી દેવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સતત ચાલી રહ્યું છે. સરકાર પાડવા માટે તેમની પાસે નાણાં તૈયાર છે. કુમારસ્વામીએ ધારસભ્યનું નામ કે પછી ભાજપના નેતાનું નામ જણાવ્યું ન હતું. ભાજપના પ્રવક્તા જી મધુસૂદને કુમારસ્વામીએ કરેલા આક્ષેપોને માથા અને ધડ વગરના ગણાવ્યા હતા. સાથે જ કુમારસ્વામીએ જણાવ્યું હતું કે, હું તમને વચન આપું છે કે હું તમારી આશાઓને પૂરી કરીશ. હું દરરોજ જે દુઃખમાંથી પસાર થાઉં છું તે જણાવી પણ શકતો નથી. હું તમારી સાથે આ દુઃખ વહેંચવા માગુ છું, પરંતુ હું તે પણ કરી શકું તેમ નથી. પરંતુ પ્રદેશના લોકોની પ્રત્યેક સમસ્યાને દૂર કરવાની જરૃર છે. મારી પર સરકારને સરળતાથી ચલાવવાની જવાબદારી છે.