Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
ઓસ્ટ્રેલિયાની કોર્ટે કહ્યું, સ્પર્મ ડોનર જ કાયદેસરનો પિતા
તેને બાળકનું ભવિષ્ય નક્કી કરવાનો હક : રોબર્ટ નામના શખ્સે તેની સમલૈંગિક મિત્રને ૨૦૦૬માં સ્પર્મ ડોનેટ કર્યું હતું
20/06/2019 00:06 AM Send-Mail
ઓસ્ટ્રેલિયાની હાઇકોર્ટે સ્પર્મ ડોનેટ કરનારા વ્યક્તિઓને જ બાળકના પિતા ગણાવ્યા છે. નિર્ણય પ્રમાણે ડોનરને અ તમામ અધિકાર હશે, જેનાથી તે બાળકનું ભવિષ્ય નક્કી કરી શકે. સ્પર્મ ડોનર રોબર્ટ ૨૦૦૬માં સમલૈંગિક મિત્રને સ્પર્મ ડોનેટ કર્યા હતાં. આ પહેલા કોર્ટે આ કેસમાં રોબર્ટની વિરોધમાં નિર્ણય સંભળાવ્યો હતો.

આ કેસમાં વિવાદ ત્યારે સર્જાયો જ્યારે ૨૦૧૫માં બાળકીની માતાએ તેની સમલૈંગિક પાર્ટનર સાથે ન્યુઝીલેન્ડ જવાનો નિર્ણય કર્યો. રોબર્ટે માતાના આ નિર્ણય વિરૂદ્ઘ કોર્ટમાં અરજી કરી હતી.

લોઅર કોર્ટમાં આ કેસની સુનાવણી ઘણી લાંબી ચાલી હતી. ત્યારબાદ કોર્ટે તેમના નિર્ણયમાં કહ્યું કે, બાળકી પર અધિકાર ફક્ત તેની માતાનો છે. રોબર્ટે આ નિર્ણય વિરૂદ્ઘ કોર્ટમાં અરજી કરી હતી. આજે હાઇકોર્ટે આ નિર્ણય આપ્યો હતો. જજ મારગ્રેટ ક્લેરીએ કહ્યું કે, લોઅર કોર્ટનો આ નિર્ણય એકદમ ખોટો છે. બાળકીના બર્થ સર્ટિફિકેટ પર રોબર્ટનું નામ છે અને બન્નેનો સંબંધ ઘણો જ આત્મીય છે. રોબર્ટ બાળકી સાથે રહેતો નથી, પરંતુ તે બાળકીનો ખર્ચો ઉઠાવી રહ્યો છે. જેથી તેને જ બાળકીના પિતા ગણવામાં આવે. કોર્ટે એવું પણ કહ્યું કે, રોબર્ટને બાળકીનું ભવિષ્ય નક્કી કરવાનો અધિકાર છે. માતાએ બાળકી સાથે ઓસ્ટ્રેલિયામાં જ રહેવું પડશે. જેથી રોબર્ટ બાળકીને સરળતાથી મળી શકે.