Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
રાજકારણીઓની લોકપ્રિયતા ન્યાયતંત્ર માટે પડકારરૂપ : ચીફ જસ્ટિસ
જજની નિયુક્તિમાં રાજકીય દબાણ અને પ્રભાવ પડવો જોઇએ નહીં
20/06/2019 00:06 AM Send-Mail
ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખવાનો અત્યારે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે રાજકારણીઓની લોકપ્રિયતા ન્યાયતંત્ર માટે પડકારજનક બની રહી છે. જજની નિયુક્તિમાં સરકારની ભૂમિકાના સૂચન ઉપર પણ તેમણે વાંધો વ્યક્ત કરતાં કહ્યું કે જજની નિયુક્તિમાં રાજકીય દબાણ અને પ્રભાવ પડવો જોઈએ નહીં.

અદાલતોની સ્વાયત્તતા યથાવત રાખવા અને બંધારણીય મૂલ્યોની રક્ષા કરવા માટે ન્યાયીક એકમોને લોકપ્રિયતાવાદનો જોરદાર મુકાબલો કરવા તેમણે સુચન કર્યું હતું. શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)માં દેશના જજોને સંબોધિત કરતાં ગોગોઈએ આ વાત કહી હતી. તેમણે કહ્યું કે લોકપ્રિયતાવાદની તાકતો હવે બળવત્તર બની રહી છે. જજને એવા પ્રતિનિધિ તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે જે બહમતિથી પસંદ કરાયેલી તાકાતના ચુકાદાને પલટી નાખે છે.

આ ચલણની ટીકા કરતાં ગોગોઈએ કહ્યું કે આ વસ્તુ ન્યાયતંત્ર માટે અત્યંત ખતરનાક છે. અમુક ટીકાકારો ટકરાવના આ તબક્કાને ક્લાસીક ઉદાહરણ તરીકે રજૂ કરી રહ્યા છે. ન્યાયપાલિકા માટે અત્યારના સમયને પડકારજનક ગણતાં ચીફ જસ્ટિસે કહ્યું કે અત્યારે આખા વિશ્વમાં એવી હાલત બનતી જઈ રહી છે અને આ કારણથી ન્યાયપાલિકા દબાણ અનુભવી રહી છે. કોઈ આશ્વર્યની વાત નથી કે ન્યાયપાલિકા પણ અનેક વખત લોકપ્રિય તાકતોના દબાણમાં આવી રહી છે. ન્યાયપાલિકાએ ભવિષ્યના પડકારો માટે તૈયાર રહેવાનો મેસેજ આપતાં ગોગોઈએ કહ્યું કે આ ક્ષેત્રમાં ન્યાયતંત્રએ ભવિષ્યમાં મળનારા પડકાર માટે ખુદને તૈયાર કરવા પડશે. ન્યાયીક સંસ્થાઓની સ્વાયત્તતાને બચાવવા માટે લોકપ્રિયતાના દબાણથી પોતાને મુક્ત રાખવા પડશે. ચીફ જસ્ટિસે પોતાના વ્યાખ્યાયને વૈશ્વિક સંદર્ભોમાં જ રાખ્યું હતું પરંતુ તેમણે સાંકેતિક રીતે એનડીએ સરકાર ઉપર નિશાન તાક્યું હતું.