Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
ઓમ બિરલા સર્વાનુમતે લોકસભાના સ્પીકર પદે ચૂંટાયા
કોંગ્રેસ, દ્રમુક, બીજેડી, ટીએમસી સહિત તમામ પક્ષોનું સમર્થન
20/06/2019 00:06 AM Send-Mail
૩ કારણ, જેના કારણે ઓમ અહીં સુધી પહોંચી શક્યા
(૧) સંઘ, મોદી અને શાહની નજીક બિરલાને સંઘની પસંદ માનવામાં આવે છે. તેમના મોદી અને શાહ સાથે પણ સારા સંબંધો છે. ગુજરાત અને બિહારના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ તથા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના પણ નજીકના માનવામાં આવે છે. બિરલાના શાહ સાથે સંબંધો ત્યારે મજબૂત થયા જ્યારે યુપીએ સરકારમાં શાહને ગુજરાત બહાર કરી દેવામાં આવ્યા હતાં. ત્યારપછી શાહ ઘણા સમય સુધી દિલ્હી રહ્યા હતાં. ૨૦૧૪ની લોકસભામાં ઓમ બિરલાને ઘણી સમિતિમાં જગ્યા આપવામાં આવી હતી. તેમને એસ્ટિમેન્ટ કમિટી, પીટિશન કમિટી, ઉર્જા સંબંધી સ્ટેન્ડિંગ કમિટી અને સલાહકાર કમિટીના સભ્ય બનાવવામાં આવ્યા હતાં. (૨) સોશિયલ એન્જિનિયિરિંગ ઓમ બિરલાને પણ આ પદ પર બેસાડવા પાછળ ભાજપનું સોશિયલ એન્જિનિયરિંગ પણ છે. બિરલા મહાજન તબક્કાથી છે. મહાજન તબક્કો ભાજપનો પરંપરાગત વોટ બેન્ક માનવામાં આવે છે. મોદી સરકારના પાછળના કાર્યકાળમાં મધ્યપ્રદેશના સુમિત્રા મહાજનને લોકસભા સ્પીકર ચૂંટવામાં આવ્યા હતાં. (૩) ૨૫ બેઠકોનું ઇનામ આ વખતે રાજસ્થાનથી કેન્દ્રમાં મંત્રીઓની સંખ્યા ઓછી રહી છે. ગઇ વખતે રાજસ્થાનના ૬ સાંસદોને મંત્રી બનાવવામાં આવ્યા હતાં. પરંતુ આ વખતે માત્ર ૩ મંત્રી બનાવવામાં આવ્યા છે. રાજ્યમાં સતત બીજી વખત ભાજપને ૨૫માંથી ૨૫ બેઠકો મળી છે. આ પણ એક કારણ છે કે, સાંસદને લોકસભા સ્પીકર બનાવવામાં આવ્યા છે.

ભાજપના ઓમ બિરલા ૧૭મી લોકસભાના સ્પીકર ચૂંટાયા છે. બુધવારે કાર્યવાહી શરૂ થતાં જ વડાપ્રધાન મોદીએ તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો અને કોંગ્રેસ, તૃણમૂલ, દ્રમુક અને બીજેડી સહિત તમામ પક્ષોએ તેમને સમર્થન પણ આપ્યું હતું. ત્યારપછી મોદી જાતે તેમને ચેર સુધી લઇને આવ્યા હતાં. વડાપ્રધાને કહ્યું કે, મને ડર છે કે બિરલાની નમ્રતા અને વિવેકનો કોઇ દુરૂપયોગ ન કરે, કોટા-બંૂંદીથી સાંસદ બિરલાએ મંગળવારે તેમનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

મોદીએ કહ્યું કે, ઓમ બિરલાને આ પદ પર જોવા ગર્વની વતા છે. જૂના સભ્યો તમને ખૂબ સારી રીતે ઓળખે છે. રાજસ્થાનમાં તમારી ભૂમિકા વિશે સૌને ખબર છે. તેઓ જ્યાંથી આવે છે તે શિક્ષા ક્ષેત્રે કાશી બની ગયું છે. કોટા એક પ્રકારે લઘુ ભારત બની ગયું છે.

અમારા લોકોની એક ઓળખ બની ગઇ છે કે અમે ૨૪ કલાક રાજકારણ જ કરીએ છીએ, તુ-તુ મેં-મેં જ કરીએ છીએ. પરંતુ હવે હાર્ડકોર્ડ પોલિટિક્સનો સમય આવી રહ્યો છે. બિરલાજીની સંપૂર્ણ કાર્યશૈલી સમાજસેવા પર કેન્દ્રીત છે. ગુજરાતમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે તે તેમના સાથીઓ સાથે ઘણા સમય સુધી ત્યાં જ રહ્યા હતાં. જ્યારે કેદારનાથ ઘટના બની ત્યારે પણ તેઓ તેમની ટીમ સાથે ત્યાં પહોંચી ગયા હતાં. બિરલા એક પ્રસાદમ નામની યોજના ચલાવે છે. જેમાં ગરીબોને ખવડાવવામાં આવે છે. એક રીતે તેમણે તેમનું કેન્દ્ર બિંદુ જન આંદોલનથી વધારે જનસેવાને બનાવ્યું છે. તેઓ આપણને અનુશાસિત કરશે. મને વિશ્વાસ છે કે, તેઓ ગૃહમાં ઉત્તમ રીતે કામ કરી શકશે. મને ડર છે કે કોઇ તેમની નમ્રતા અને વિવેકનો દુરૂપયોગ ન કરે. આપણે જ્યારે ગયા સત્રને યાદ કરીશું તો સુમિત્રાજીનું સ્માઇલ અને પ્રેમથી લડવાનું યાદ આવશે.