Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
‘એક દેશ એક ચૂંટણી’ મુદ્દે કમિટી રચી તમામ પાસાઓનો અભ્યાસ કરાશે
મોદીના નેતૃત્વમાં તમામ પક્ષોની બેઠક મળી : અન્ય ચાર મુદ્દાઓ પર પણ ચર્ચા : રાહુલ, મમતા, માયા, અખિલેશ, રાવ તેમજ કેજરીવાલની ગેરહાજરી : ૧૧ પક્ષોએ ભાગ ન લીધો : નવીન પટનાયકે દેશમાં એક જ ચૂંટણી યોજવા અંગે સમર્થન કર્યું
20/06/2019 00:06 AM Send-Mail
દેવડાએ પાર્ટી લાઇનથી હટી ‘એક દેશ એક ચૂંટણી’ને આપ્યું સમર્થન
વન નેશન વન ઇલેક્શન અંગે કોંગ્રેસ નેતા મિલિંદ દેવડાએ પાર્ટી લાઇનથી હટીને મંતવ્ય આપ્યું છે. કોંગ્રેસ અત્યાર સુધી નરેન્દ્ર મોદી સરકારનાં તે પ્રસ્તાવનો સૈદ્ધાંતિક રીતે વિરોધ કરી રહી હતી. જો કે મિલિંદ દેવડાએ કહ્યું કે, કેન્દ્ર સરકારનાં આ પ્રસ્તાવ અંગે ડિબેટ કરવામાં આવવી જોઇએ. તેમણે કહ્યું કે, આપણે તે ભુલવું ન જોઇએ કે ૧૯૬૭ સુધી આ દેશમાં એક સાથે ચૂંટણી થઇ રહી હતી. દેવડાએ કહ્યું કે, સંસદના પૂર્વ સભ્ય હોવાનાં કારણે કહેવા માંગશે કે સતત ચૂંટણી ગુડ ગવર્નેંસની દિશામાં બાધા છે. તેનાં કારણે તેના મુળ મુદ્દાઓથી ભટકી જાય છે અને તેમનું ફોકસ જનતાને લોભાવવામાં લાગી જાય છે.

આ મુદ્દો ચૂંટણીમાં ધ્યાન ભટકાવવા માટે છે : કોંગ્રેસ
કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઇએ કહ્યું કે, વન નેશનલ વન ઇલેક્શનનો મુદ્દો ચૂંટણીમાં ધ્યાન ભટકાવવા માટે છે. તેમણે કહ્યું કે, સરકાર ઇચ્છે તો ચૂંટણી સુધારણા અંગે ચર્ચા કરાવી શકે છે. આ સરકારે ચૂંટણીમાં અનેક કારણોમાં કરાવ્યું છે. હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં અલગ અલગ કરાવવામાં આવે. રાજ્યસભા ચૂંટણી અલગ કરાવી રહી છે. સરકાર જવાબ આપે કે આવુ શા માટે થઇ રહ્યું છે.

ભાજપે જનતાને આપેલા વચનો પર ધ્યાન આપવું જોઇએ : અખિલેશ
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે વડાપ્રધાન મોદી દ્વારા વન નેશન વન ઇલેક્શન મુદ્દે બોલાવાયેલી બેઠક અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ભાજપનાં તે વચનો પર ધ્યાન આપવું જોઇએ જે તેમણે જનતાને આપ્યું છે. અમને આશા છે કે તે લોકો આ વાયદાઓને પુર્ણ કરાવવા માટે કામ કરશે, કેટલીક પાર્ટીઓ છે જે વન નેશન વન ઇલેક્શનનાં મુદ્દે ક્યારે પણ તૈયાર નહી થાય.

લોકસભા ચૂંટણીની સાથે જ તમામ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી કરાવવા સહિત અન્ય મુદ્દાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંસદ ભવન પરિસરમાં આજે સર્વદળીય બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, બહુજન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ માયાવતી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ભાગ લીધો ન હતો. ૧૧ પક્ષોએ આ બેઠકમાં ભાદ લીધો ન હતો.આ કારણે આ મુદ્દે વાતચીત બિનઅસરકારક રહી હતી. ‘એક દેશ એક ચૂંટણી’ સહિત અન્ય અનેક મુદ્દાઓ પર મળેલી આ બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. સંસદમાં પ્રતિનિધિત્વ ધરાવનારા તમામ રાજકીય પક્ષોના અધ્યક્ષોને બેઠકમાં બોલાવવામાં આવ્યા હતાં. બપોર બાદ શરૂ થયેલી બેઠકમાં એનડીએના સાથી પક્ષ શિવસેનાના અધ્યક્ષ રાજ ઠાકરે પાર્ટીનો સ્થાપના દિવસ હોવાથી ઉપસ્થિત રહી શક્યા ન હતાં.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ મામલે એક કમિટી રચી તમામ પાસાઓ પર વિચારણા કરાવમાં આવશે. ત્યારબાદ કિમીટ દ્વારા નક્કી કરાયેલા સમયમાં અહેવાલ રજૂ કરાશે. આ મુદ્દે કોઇ ઉતાવળ નથી, ના તો તેમને ૨૦૨૪ સુધી લાગુ કરવાનું છે. હું તમારા વિચારો સાંભળુ અને તેના માટે કોઇ નકારાત્મક અને આલોચનાત્મક રીતે નથી જોતો. આગળ વધવા માટે સારૂ પગલું છે. આપણે એક કમિટી પણ બનાવી શકીએ છીએ જે તમામ પાસાઓ પર ચર્ચા કરશે.

બેઠકમાં મોદી ઉપરાંત ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરી, જદયુ અધ્યક્ષ નીતીશ કુમાર, આરપીઆઇ અધ્યક્ષ રામદાસ અઠાવલે અને અપના દળ અધ્યક્ષ આશીષ પટેલ પણ સામેલ થયા હતાં. બિનએનડીએ પક્ષોમાં બીજેદીના અધ્યક્ષ નવીન પટનાયક, એઆઇએમઆઇએમના અધ્યક્ષ અસઉદ્દીન ઓવૈસી, પીપીપી અધ્યક્ષ મહબૂબા મુફ્તી, નેશનલ કોન્ફ્રેન્સ અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા, માકપાના મહાસચિવ સીતારામ યેચુરી, ભાજપના મહાસચિવ એસ. સુધાકર રેડ્ડી, રાકાંપા અધ્યક્ષ શરદ પવાર અને વાયએસઆર કોંગ્રેસના અધ્યક્ષ જગન મોહન રેડ્ડી પણ સામેલ થયા હતાં. સૂત્રો અનુસાર બેઠકના પાંચ સૂત્રી એજન્ડામાં ‘એક દેશ એક ચૂંટણી’ અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતી ઉપરાંત સંસદના બન્ને સદનોમાં કામકાજનું સ્તર વધારવા, આઝાદીની ૭૫મી વર્ષગાંઠ પર નવા ભારતના નિર્માણની કાર્યયોજના અને વિકાસની દોડમાં સામેલ ચુનિંદા જિલ્લાઓમાં વિકાસ કાર્યોની સમીક્ષા સામેલ છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, બસપા, સપા સહિત અન્ય બિનએનડીએ પક્ષોએ ‘એક દેશ એક ચૂંટણી’ના મુદ્દે અસહમતિ વ્યક્ત કરતાં બેઠકમાં ગેરહાજર રહેવાનો નિર્ણય કર્યો હતો. બેઠકના એજન્ડામાં પહેલો મુદ્દો સંસદના બન્ને સદનોમાં કામકાજને વધારવાનો છે. બીજો મુદ્દો ‘એક દેશ એક ચૂંટણી’ છે. એજન્ડામાં ત્રીજા સ્થાને આઝાદીની ૭૫મી વરસી નિમિત્તે નવા ભારતના નિર્માણની કાર્યયોજના અને ચોથા સ્થાને ૧૫૦મી ગાંધી જયંતીના આયોજનની રૂપરેખાને સામેલ કરાઇ છે. બેઠકના એજન્ડાનો પાંચમો મુદ્દો વિકાસની રેસમાં સામેલ કરાયેલા પસંદગીના આંકાક્ષી જિલ્લાઓમાં વિકાસ કાર્યો પર ચર્ચા સામેલ છે. સૂત્રો અનુસાર મોદી દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકને લઇને વિરોધ પક્ષોએ ચિંતા વ્યક્ત કરી હતી. વિરોધ પક્ષો માને છે કે, ભાજપ દ્વારા બિછાવવામાં આવેલી જાળમાં તેઓ ફસાઇ જશે. બેઠકમાં હાજરી આપતા પહેલા તમામ પાસાઓ ઉપર ચર્ચા કરવાની જરૂર આ નેતાઓને લાગી હતી. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં લો કમિશને લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજવાને લઇને ભલામણ કરી હતી. લો કમિશને કહ્યું હતું કે, એક સાથે ચૂંટણી યોજવાથી નાણાં બચી જશે. કાયદા મંત્રાલયને સુપરત કરવામાં આવેલા ડ્રાફ્ટમાં એવી માહિતી પણ આપવામાં આવી હતી કે પ્રવર્તમાન સંજોગોમાં અને બંધારણના હાલના માળખાની અંદર એક સાથે ચૂંટણી શક્ય નથી. કેન્દ્ર સરકારે ત્યારબાદ સમય સમયે આ વિચારને રાજકીય પક્ષોમાં ચર્ચા જગાવી છે. વડાપ્રધાને લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવાને લઇને ચર્ચા કરવા અને સર્વસંમતિ સાધવા હાકલ કર્યા બાદ દેશમાં આને લઇને ચર્ચા છેડી હતી. નાણાંકીય બચત અને સંશાધનોના યોગ્ય ઉપયોગને લઇને પણ મોદીએ વાત કરી હતી. નીતિ આયોગની ગયા સપ્તાહમાં યોજાયેલી બેઠકમાં મોદીએ આ મુદ્દા ઉપર વાત કરી હતી. નીતિ આયોગ દ્વારા પણ આને લઇને હકારાત્મક પ્રતિક્રિયા આપવામાં આવી હતી.