Sardar Gurjari

મંગળવાર, તા. ૨૩ જુલાઈ, ૨૦૧૯, અષાઢ વદ ૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૩૮

મુખ્ય સમાચાર :
અમૂલ્ય સિ.સિ. ક્લબ દ્વારા સંગીત સંંધ્યા કાર્યક્રમ
20/06/2019 00:06 AM Send-Mail
અમૂલ્ય સિનિયર સિટિઝન ક્લબ આણંદ દ્વારા યોજાયેલ સુનેહરી યાદે સંગીત સંધ્યા કાર્યક્રમનું અતિથિ વિશેષ મોહનભાઇ પઢિયાર, મધુબેન પઢિયાર, ચંદુભાઇ બારોટ, જશુબેન બારોટ, ક્લબ પ્રમુખ હસમુખભાઇ કારીયા, ઉપપ્રમુખ જયંતીભાઇ શાહ મંત્રી નરેન્દ્રભાઇ શાહ હરિકૃષ્ણભાઇ મહેતાએ દિપ પ્રગટાવી પ્રારંભ કરાવ્યો હતો.

હસમુખભાઇ કારીયાએ ઉપસ્થિત મહાનુભાવો ''કલાકારો'' આમંત્રિતોનું શાબ્દીક સ્વાગત કરી આગામી કાર્યક્રમની માહિતી આપી હતી. નરેન્દ્રભાઇ શાહે મહાનુભાવો, કલાકારોનો પરિચય આપ્યો હતો. જી.એન.ભાવસાર મ્યુઝીકલ એન્ડ પાર્ટીના ગોવિંદભાઇ ભાવસાર અને હરિકૃષ્ણભાઇ મહેતાની ટીમે સુનેહરી યાદે સંગીત સંધ્યા કાર્યક્રમ રજૂ કર્યો હતો.

મહાનુભાવો, આમંત્રિતો, ભોજન પ્રાયોજકો, કલાકારો જન્મદિન ધરાવતા સભ્યો, દાતાઓ લક્કી ડ્રોના વિજેતાનું ક્લબના સભ્યોએ સન્માન કર્યુ હતું. જે.પી.શાહે જન્મદિન કાર્યક્રમનું નરેન્દ્રભાઇ શાહે સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા જયંતીભાઇ શાહે સર્વોનો આભાર વ્યક્ત કર્યો હતો.