આણંદ ઈન્સ્ટટ્યિૂટ ઓફ સોશ્યલ વર્કના વિદ્યાર્થીઓ શ્રી કૃષ્ણ હોસ્પિટલની મુલાકાતે
શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ ઈન્સ્ટટ્યિૂટ ઓફ સોશ્યલ વર્કના એમ.એસ.ડબલ્યુ. ત્રીજા સત્રના વિદ્યાર્થીઓને અભિમુખતા કાર્યક્રમના ભાગ રૂપે શ્રી કૃષ્ણ હોસ્પિટલની મૂલાકાતે લઇ જવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન, તબીબી સમાજકાર્ય અને માનવ સંસાધન સંચાલનનો ખ્યાલ આપવા માટે આયોજન કરાયું હતું.
આ મુલાકાતમાં શ્રી કૃષ્ણ હોસ્પિટલના એચ.આર. મેનેજર નિગમ મદન દ્વારા સૌને આવકારીને હોસ્પિટલની અને વિવિધ વિભાગોની મુલાકાત કરવામાં આવી હતી. તેની સાથે વિગતવાર વિદ્યાર્થીઓને તબીબી સમાજ કાર્યકરની ભૂમિકાઓ અને હોસ્પિટલમાં એચ.આર. મેનેજરની ભૂમિકાઓ વિષે જાણકારી અપાઇ હતી. વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી દ્વારા પણ માહિતી મેળવી હતી. શ્રી કૃષ્ણ હોસ્પિટલની મુલાકાતનું આયોજન તથા સંચાલન સંસ્થાના પ્રિન્સિપાલ ડો. નિનાદ ઝાલાના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ પ્રોફેસર શીતલ પટેલ અને ઉન્મેષ પટેલ દ્વારા કરવામાં આવ્યું.