Sardar Gurjari

મંગળવાર, તા. ૨૩ જુલાઈ, ૨૦૧૯, અષાઢ વદ ૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૩૮

મુખ્ય સમાચાર :
કરમસદ રોડ ઉપર ૬ દિવસમાં સર્જાયેલા બે માર્ગ અકસ્માતોમાં બેના મોત
૧૨મી તારીખના રોજ ફોર વ્હીલર કારે સ્કૂટીને ટક્કર મારતાં વૃધ્ધનું સારવાર દરમ્યાન મોત : આજે સાંજના સુમારે ડમ્પરે આગળ જતા મેસ્ટ્રોને ટક્કર મારતાં ચાલકનું ઘટનાસ્થળે જ મોત
19/06/2019 00:06 AM Send-Mail
કરમસદ-વિદ્યાનગર રોડ ઉપર છ દિવસની અંદર સર્જોયેલા બે જુદા-જુદા માર્ગ અકસ્માતોમાં બેના મોત થયા હતા. આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનાઓ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કરમસદ-વિદ્યાનગર રોડ ઉપર આવેલી સોસાયટીમાં રહેતા ફરિયાદી જયકુમાર નરોત્તમભાઈના પિતા નરોત્તમભાઈ મથુરાદાસ (ઉ. વ. ૭૨)ગત ૧૨મી તારીખના રોજ સવારના પોણા અગિયાર વાગ્યાના સુમારે સ્કૂટી નંબર જીજે-૩, બીઈ-૨૮૨૯નું લઈને કરમસદ બજારમાં જવા નીકળ્યા હતા. રોડ ક્રોસ કરીને જતા હતા ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી ચઢેલી એક સફેદ કલરની ફોર વ્હીલર કારે ટક્કર મારતાં નરોત્તમદાસને પગ તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને તુરંત જ સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન મોત થયું હતુ.

બીજો બનાવ આજે સાંજના પોણા ચારેક વાગ્યાના સુમારે કરમસદ રોડ ઉપર આવેલા સાગર પ્રોવીઝન સ્ટોર સામે બન્યો હતો. બાકરોલ ખાતે રહેતા તરૂણભાઈ વાડીલાલ શાહ (ઉ. વ. ૫૬)પોતાનું મેસ્ટ્રો બાઈક નંબર જીજે-૨૩, બીજે-૯૦૫૪નું લઈને કરમસદ તરફ જતા હતા ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી ચઢેલા ડમ્પર નંબર જીજે-૨૩, વી-૮૧૮૪ના ચાલકે ટક્કર મારતાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ. અકસ્માત સર્જીને ડમ્પરનો ચાલક ડમ્પરને ત્યાં જ મુકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ તેમના ભત્રીજા ભાવિકભાઈને થતાં જ તેઓ તુરંત જ ઘટનાસ્થળે ઘસી ગયા હતા અને ૧૦૮ મોબાઈલ વાનને બોલાવીને કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા.

આણંદના મેફેર રોડ પરની ૫ દુકાનોના શટર તોડી લાખોની મત્તાની ચોરી

આસોદરના કૃષ્ણગંજમા ત્રાટકેલી ચડ્ડી-બનિયનધારી ગેંગ ત્રણ દુકાનોમાંથી લાખોની મત્તા ચોરી ફરાર

કરમસદ પાલિકા : પ્રમુખની છેડતીની ફરિયાદ સામે કર્મચારીની પ્રમુખપતિએ ધમકી આપ્યાની રાવ

અલારસામાં પત્નીની સામે જોવાની રીસ રાખીને ડંડા-પાઈપોથી હુમલો : ૭ ઘાયલ

પેટલાદમાં બંધ મકાનના તાળાં તોડીને ૮૭ હજારની મત્તાની ચોરી

નડિયાદમાં આવેલ ચિલ્ડ્રન હોમના બાળકો પર સીતમ ગુજારનાર ગાર્ડ સામે આખરે ગુનો દાખલ

ભાનેરમાં પ્રેમલગ્ન કરનારી ભત્રીજીનું અપહરણ કરનાર ફુવાના એક દિવસના રિમાન્ડ

કપડવંજ-મોડાસા રોડ પર બેકાબૂ બનેલી ટ્રકે કારનેે અડફેટે લીધી