Sardar Gurjari

મંગળવાર, તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૧૯, ભાદરવા વદ-૩, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૯૨

મુખ્ય સમાચાર :
અહો આશ્ચર્યમ્ : ૧.૯૭ લાખ મતોની તોતિંગ લીડ સાથે ભાજપે આણંદ બેઠક જીતી
લોકસભા ર૦૧૪માં ભાજપે ૬૩૪૨૬ મતોની લીડ સાથે આણંદ બેઠક મેળવી હતી : લોકસભા ર૦૧૯માં ભાજપને પ૮.૦૬ ટકા અને કોંગ્રેસને ૩૯.૯૩ ટકા મત મળ્યા : બન્ને ઉમેદવારો માટે લીડનો આંકડો આશ્ચર્યજનક બન્યો : ર૦૦૯ની લોકસભામાં ભાજપે માત્ર ખંભાતમાં જ લીડ મેળવી હતી : ર૦૧૪માં કોંગ્રેસે આંકલાવ, બોરસદ અને પેટલાદમાં લીડ મેળવી હતી જે આ વખતે ન મળી : ઉમરેઠ વિધાનસભાએ ભાજપને અગાઉ પ૧૧૮ની લીડ આપી હતી તે આ વખતે હનુમાન કૂદકા સાથે ૩૮૧૩૮ પર પહોંચી : ભાજપે આણંદ વિધાનસભામાં ૩૫૬૩૭, ઉમરેઠમાં ૩૮૧૩૮, આંકલાવમાં ૧૭૪૦૧, બોરસદમાં ૧૪૭૨૧, પેટલાદમાં ૨૦૦૪૯, સોજીત્રામાં ૩૧૧૩૦ અને ખંભાત વિધાનસભામાં ૪૦૪૯૭ મતોની લીડ મેળવી
24/05/2019 00:05 AM Send-Mail
આણંદ જિલ્લાના પડતર પ્રશ્નોના સત્વરે નિરાકરણ માટે પ્રયાસરત બનીશું : મિતેષભાઇ પટેલ
લોકસભા ર૦૧૯માં આણંદ બેઠકની મતગણતરી પૂર્ણ થયા બાદ વિજેતા જાહેર કરાયેલ ભાજપના ઉમેદવાર મિતેષભાઇ પટેલે મત ગણતરી સ્થળની નજીક મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, આજની જીત આણંદ જિલ્લાના ભાજપના તમામ કાર્યકરોની જીત છે. આણંદ જિલ્લાના પડતર પ્રશ્ન અંગેના સવાલના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં નવીન સિવિલની મંજૂરી મળી ગઇ છે અને વહેલામાં વહેલી તકે તેનું કામ શરૂ થાય તે માટે પ્રયત્નો કરાશે. આ ઉપરાંત પેટલાદના ઓવર બ્રીજ અને ખારા પાણીની સમસ્યા અંગે રજૂઆત કરીને ત્વરિત નિર્ણય લેવાય તે માટે કાર્યરત બનીશું. વધુમાં જણાવ્યું હતુ ંકે, વડાપ્રધાન મોદીની ઘેર-ઘેર પહોંચેલ વિવિધ પ્રજાલક્ષી યોજનાઓના કારણે પ્રજાનો ભાજપ તરફે વિશ્વાસ વધ્યો છે. કાંઠા ગાળામાં આવતા ખારા પાણીને શુદ્વ કરીને પીવા યોગ્ય પાણી મળી રહે તે માટે પણ પ્રયાસ હાથ ધરાશે.

લોકસભામાં આણંદની બેઠક જીતે તે પક્ષની કેન્દ્રમાં સરકાર બનેની "રાજકીય વાયકા" વધુ એકવાર યથાર્થ !
રાજયની ર૬ પૈકીની આણંદ લોકસભા બેઠકનું રાજકીય રીતે ખાસ મહત્વ રહેલું છે. તેમાંયે આણંદ લોકસભાની બેઠક જે પક્ષના ઉમેદવાર જીતે તેની કેન્દ્રમાં સરકાર બનતી હોવાની રાજકીય વાયકા પણ પ્રચલિત છે. જો કે આજે જાહેર થયેલ પરિણામોમાં આ વાયકા વધુ એક વાર યથાર્થ સાબિત થઇ છે. ભૂતકાળમાં પણ કેન્દ્રમાં યુપીએનો દબદબો હતો ત્યારે આણંદ બેઠક પર ભાજપના ઉમેદવાર જીત્યા હોવાના સંજોગોમાં કેન્દ્રમાં બિનકોંગ્રેસની સરકાર રચાઇ હોવાની વાત હજીયે રાજકીય તજજ્ઞોમાં ચર્ચાય છે. જેમાં વર્ષ ૧૯૮૯માં આણંદ બેઠક પરથી ભાજપના ઉમેદવાર નટુભાઇ પટેલ વિજેતા બન્યા ત્યારે કેન્દ્રમાં વી.પી.સિંહના નેતૃત્વમાં જનતા દળની સરકાર આવી હતી. જયારે ૧૯૯૯માં આણંદની બેઠક પરથી ભાજપના દિપકભાઇ પટેલ વિજયી બન્યા ત્યારે કેન્દ્રમાં બિન કોંગ્રેસી સરકાર આવી હતી. મતલબ કે જયારે પણ આણંદ બેઠક પર કોંગ્રેસનો પરાજય થયો છે ત્યારે કેન્દ્રમાં બિન કોંગ્રેસી સરકાર રચાઇ છે.

ખંભાત વિધાનસભાએ ભાજપને સૌથી વધુ ૪૦૪૯૭ મતોની લીડ અપાવી : લોકસભા ર૦૧૪માં પણ ખંભાત વિધાનસભામાંથી ભાજપને સૌથી વધુ લીડ મળી હતી
ખંભાતના મતદારોનો ભાજપ તરફી ઝોક આજની મતગણતરીમાં તમામ વિધાનસભાઓમાં મોખરે રહ્યાનું જોવા મળ્યું હતું. ખંભાત વિધાનસભામાં ભાજપે ૪૦૪૯૭ મતોની લીડ મેળવી હતી. ખંભાત વિધાનસભા વિસ્તારમાંથી ભાજપને કુલ ૯૦૯૬૪ અને કોંગ્રેસને કુલ ૫૦૪૬૭ મત મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગત લોકસભા ર૦૧૪માં પણ ખંભાત વિધાનસભામાંથી ભાજપને ૭૭૪૦૬ અને કોંગ્રેસને ૪૭પર૭ મત મળ્યા હતા. જેમાં ભાજપે ર૯૮૭૯ મતોની લીડ મેળવી હતી.

કાંઠાગાળાના મતદારોનો કોંગ્રેસ તરફી જ ઝોકની ઉકિત ખોટી ઠરી !
આણંદ લોકસભા બેઠકમાં ખાસ કરીને કાંઠાગાળા વિસ્તાર કોંગ્રેસનો ગઢ ગણાય છે. અત્યાર સુધી આ વિસ્તારના મોટાભાગના મતદારો કોંગ્રેસ સમર્પિત હોવાનું કહેવાતું હતું. આથી અગાઉની ચૂંટણી સમયે ભાજપના ઉમેદવાર કે તેમના સમર્થકોને કાંઠા ગાળા વિસ્તારમાં પ્રચાર કે ચૂંટણી સભા યોજવી પણ મુશ્કેલ હતું. મતલબ કે ભાજપને આ વિસ્તારમાં ચૂંટણીલક્ષી એન્ટ્રી ન હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં ભાજપ દ્વારા પ્રજાલક્ષી કાયો હાથ ધરાયા હતા. ઉપરાંત મા કાર્ડ, આયુષ્યમાન યોજના, શૌચાલય, ઉજજવલા યોજના, ખેડૂતના ખાતામાં રૂ. ર હજાર જમા થવા સહિતની યોજનાઓથી લાભાન્વિત કાંઠાગાળાના મતદારોમાં ક્રમશ: ભાજપ તરફી ઝૂકાવ વધી રહ્યો હતો. આ અન્ડર કરન્ટ શરુ થયેલ લોકજુવાળના કારણે કોંગ્રેસને પ્રવેશ કરવો મુશ્કેલ બન્યો હતો. તેમાંયે આજે જાહેર થયેલા પરિણામમાં કાંઠાગાળામાં ભાજપની સરસાઇ નોંધનીય બની હોવાનું જોવા મળે છે.

મતગણતરીની શરુઆતથી ૧૯મા રાઉન્ડ સુધી ભાજપ આગળ રહ્યું
આણંદ લોકસભા બેઠકની આજે રર રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રથમ રાઉન્ડથી જ ભાજપના ઉમેદવારે કોંગ્રેસ પર સરસાઇ મેળવી હતી. આ ક્રમ છેક ૧૯મા રાઉન્ડ સુધી ચાલ્યો હતો. જયારે ર૦મા રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવારે સરસાઇ મેળવી હતી. પરંતુ અંતિમ બન્ને રાઉન્ડમાં પુન: ભાજપ મતોની સરસાઇ મેળવવામાં આગળ રહ્યું હતું.

ગત લોકસભાની સરખામણીએ નોટામાં ૧પર૦ વધુ મત પડયા
આણંદ લોકસભા બેઠક પર કુલ ૧૧૦૮૭૪૯ મતદારોએ મતદાન કર્યુ હતું. જેમાંથી ૧૮૩૯૨ મતદારોએ એકપણ ઉમેદવારને પસંદ કર્યો ન હતો અને પોતાનો મત નોટાને આપ્યો હતો. ગત લોકસભા ર૦૧૪માં નોટામાં કુલ ૧૬૮૭ર મત પડયા હતા. બોરસદ વિધાનસભામાં સૌથી વધુ ૩૦૧૧ મત નોટામાં પડયા હતા.

આણંદ લોકસભા બેઠકના ૧૦ ઉમેદવારોને મળેલ મત
ઉમેદવારનું નામ -મળેલ મત- પોસ્ટલ મત, પટેલ મિતેષભાઇ રમેશભાઇ (ભાજપ)- ૬૩૧૫૮૧- ૧૫૧૬, સોલંકી ભરતભાઇ માધવસિંહ (કોંગ્રેસ)- ૪૩૪૦૦૬- ૧૩૭૩, વણકર રમેશભાઇ વાલજીભાઇ- ૫૯૩૫ ૨૪, ભટ્ટ આશિષભાઇ મનોજકુમાર -૧૦૩૨- ૨, ભટ્ટ સુનિલકુમાર નરેન્દ્રભાઇ- ૧૧૫૪ ૧, પટેલ કેયુરભાઇ પ્રવિણભાઇ -૯૬૬ -, ચાવડા કૌશિકભાઇ- ૧૦૬૩ ૧, સોલંકી ભરતભાઇ -૨૪૫૧- ૯, પટેલ સંતોષભાઇ મહીજીભાઇ- ૨૩૦૦ ૧, પરમાર હિતેન્દ્રસિંહ મોહનસિંહ - ૬૮૫૪ -

આણંદ લોકસભા બેઠક : તમામ વિધાનસભામાં ભાજપે લીડ મેળવી
આણંદ લોકસભા બેઠક માટે આજે મત ગણતરી શરૂ થયાના પ્રથમ રાઉન્ડના અંતે જ ભાજપે લીડ મેળવી હતી. ત્યારબાદના રાઉન્ડમાં ક્રમશ: ભાજપની લીડ વધતી ગઇ હતી. આજે જાહેર થયેલ પરિણામમાં ભાજપે તમામ વિધાનસભા વિસ્તારોમાં હરીફ ઉમેદવાર કરતાં સરસાઇ મેળવી હોવાનું જોવા મળ્યું હતું. જેમાં કોંગ્રેસના ગઢ ગણાતી આંકલાવ, બોરસદ અને પેટલાદમાંથી પ આંકડામાં ભાજપે લીડ મેળવી હતી. લોકસભા ર૦૦૯- લોકસભા ર૦૧૪ - લોકસભા ર૦૧૯- વિધાનસભા વિસ્તાર- ભાજપ- કોંગ્રેસ ભાજપના ભાજપ- કોંગ્રેસ ભાજપના ભાજપ -કોંગ્રેસ ભાજપના -મતની વઘઘટ -મતની વઘઘટ -મતની વઘઘટ આણંદ- ૫૭૪૫૧- ૬૨૩૯૪- -૪૯૪૩ -૯૭૩૪૮- ૭૩૬૦૩- ૨૩૭૪૫ -૧૧૧૩૩૬- ૭૫૬૯૯- ૩૫૬૩૭, ઉમરેઠ- ૩૯૧૮૭- ૪૯૨૪૯- -૧૦૦૬૨- ૬૭૮૦૯- ૬૨૬૯૧- ૫૧૧૮ -૯૯૬૭૦ -૬૧૫૩૨- ૩૮૧૩૮, આંકલાવ- ૨૯૫૨૬- ૪૬૮૪૬- -૧૭૩૨૦- ૫૫૧૮૩- ૬૩૮૨૨ -૮૬૩૯- ૮૦૬૯૨- ૬૩૨૯૧- ૧૭૪૦૧, બોરસદ- ૩૧૪૮૬- ૫૫૨૪૧- -૨૩૭૫૫- ૬૨૦૧૯- ૬૪૧૨૭ -૨૧૦૮ ૮-૨૩૩૦ -૬૭૬૦૯- ૧૪૭૨૧, પેટલાદ- ૩૯૧૯૪- ૫૨૪૫૧- -૧૩૨૫૭- ૬૩૭૮૩- ૬૫૦૫૭ -૧૨૭૪ ૮-૪૩૧૨- ૬૪૨૬૧- ૨૦૦૪૯, સોજીત્રા -૪૦૦૮૮- ૪૨૭૨૯- -૨૬૪૧- ૬૫૯૬૧- ૪૮૪૨૪ -૧૭૫૩૭ -૮૨૨૭૭- ૫૧૧૪૭- ૩૧૧૩૦, ખંભાત- ૪૪૪૦૪- ૩૯૭૧૨- ૪૬૯૨- ૭૭૪૦૬- ૪૭૫૨૭ -૨૯૮૭૯ -૯૦૯૬૪- ૫૦૪૬૭- ૪૦૪૯૭

રાજયની લોકસભા બેઠકો પૈકી કોંગ્રેસનો ગઢ ગણાતી આણંદ લોકસભા બેઠક પર અગાઉ ભાજપે બે વખત જીત મેળવી હતી. જેમાં ગત લોકસભા ચૂંટણીમાં ૬૩૪૨૬ મતોની ભાજપે સરસાઇ મેળવી હતી.પરંતુ આજે જાહેર થયેલ પરિણામમાં ભાજપે ૧.૯૭ લાખ મતોની લીડ સાથે આણંદ બેઠક પર પોતાના મૂળિયા વધુ ઉંડા-મજબૂત બનાવી દીધા છે. જો કે આણંદ બેઠક માટે ૧,૯૭,૭૧૮ મતોની સરસાઇથી મળેલ જીતથી ભાજપના અને આટલા જંગી લીડથી મળેલ હારના કારણે કોંગ્રેસના ઉમેદવાર આશ્ચર્યમાં મૂકાઇ ગયાનું ચર્ચાયું હતું.

લોકસભા ચૂંટણીના ઇતિહાસમાં કદાચ સૌપ્રથમવાર મતદાનના એક મહિના બાદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. આણંદ લોકસભા બેઠક માટે વિધાનસભાવાઇઝ ઇવીએમ,વીવીપેટ મત ગણતરી વિદ્યાનગરની નલીની આર્ટસ અને બીજેવીએમ કોલેજોમાં યોજાઇ હતી. ચૂંટણી પંચ દ્વારા નિયુકત ઓર્બ્ઝવરોની દેખરેખ હેઠળ કડક પોલીસ સુરક્ષા વચ્ચે મતગણતરીની શરુઆત થઇ હતી.ઉલ્લેખનીય છે કે ગત તા. ર૩ એપ્રિલના રોજ આણંદ બેઠક માટે ૧૧૦પ૬૪૪નું મતદાન થયું હતું.

દરમ્યાન આજે સવારે ૮ના ટકોરે મત ગણતરીની પ્રકિયાનો આરંભ કરાયો હતો જે સાંજના પાંચ વાગ્યા સુધી ચાલી હતી. મતગણતરીના પ્રારંભના રાઉન્ડ સાથે જ ભાજપના ઉમેદવાર મિતેષભાઇ પટેલ હરીફ કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી કરતા અગ્ર ક્રમે રહ્યાનું જોવા મળ્યું હતું. શરૂથી જ ભાજપે લીડ મેળવવાનુ ં ચાલુ કરી દીધું હતુ જે અંતિમ ૨૨ રાઉન્ડ સુધી વધતી જ જવા પામી હતી અને અંતે ભાજપનો ભવ્ય વિજય થયો હતો. ૧૦મા રાઉન્ડ બાદ જ ભાજપનો વિજય નિશ્ચિત થઈ ગયો હતો એ સાથે જ કોંગી નેતાઓ અને કાર્યકરો દ્વારા મતગણતરી સ્થળ છોડવાનું ચાલુ કરી દીધું હતુ. ત્યારબાદના રાઉન્ડમાં આણંદ બેઠક પર ભાજપે મોદી લહેર વચ્ચે પ્રભુત્વ જાળવી રાખ્યું હતુ. જેથી વર્ષ ર૦૧૪ની જેમ આ વખતે પણ ભાજપને મોદી લહેરનો ફાયદો મળી રહ્યાનું ગણતરી કેન્દ્રની બહાર ઉભેલા ભાજપ સમર્થકોમાં ચર્ચાતું હતું. આજે કુલ ૨૨ રાઉન્ડમાં પૂર્ણ થયેલ મતગણતરીના અંતે કુલ ૧૦૯૦૨૬૯ મતોમાંથી ભાજપને ૬૩૩૦૯૭ અને કોંગ્રેસને ૪૩૫૩૭૯ મત મળ્યા હતા. ૮૮ પોસ્ટલ બેલેટ મત રદ થયા હતા. પોસ્ટલ બેલેટમાં નોટામાં ૨૭ મતો મળ્યા હતા જ્યારે ઈવીએમમાં ૩૦૪૨ મતો નોટામાં પડ્યા હતા. સાંજના સાતેક વાગ્યાના સુમારે ચૂંટણી અધિકારી દિલીપકુમાર રાણાએ ઓબ્ઝર્વર રાની જ્યોર્જ સહિત અધિકારીઓ તેમજ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં વિધિવત રીતે ચૂંટણી પરિણામની જાહેરાત કરી હતી. ભાજપનો વિજય થતાં જ ભવ્ય વિજય સરઘસ નીકળ્યું હતુ. જેમાં ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડીને તેમજ અબીલ ગુલાલની છોળો ઉડાડીને વિજયોત્સવ મનાવ્યો હતો.