Sardar Gurjari

મંગળવાર, તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૧૯, ભાદરવા વદ-૩, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૯૨

મુખ્ય સમાચાર :
અમરિંદર સિંહે હારનું ઠીકરું નવજોતસિંહ સિદ્ઘુ પર ફોડ્યું
24/05/2019 00:05 AM Send-Mail
લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને કરારી હારનો સામનો કરવો પડયો છે પાર્ટીમાં અંદરો અંદર આતર્કલહ શરૃ થઈ ચુક્યો છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પાર્ટીના ખરાબ પ્રદર્શનને લઈને પોતાની સરકારના મંત્રી નવજોત સિંહ સિદ્ધુ પર નિશાન તાક્યુ છે.

ખાસ કરીને નવજોત સિદ્ધુએ પાકિસ્તાન જઈને ત્યાના સેનાધ્યક્ષ કમર જાવેદ બાજવાને ગળે લગાવવાથી કેપ્ટને તેના પર વાર કર્યો. અમરિંદર સિંહે કહ્યુ કે ભારતીય અને ખાસ કરીને સેના સાથે જોડાયેલા લોકો પાકિસ્તાની સેનાધ્યક્ષને ગળે લગાવવાની હરકતોને પસંદ કરતા ન હતા.

એટલું જ નહી કેપ્ટન અમરિંદર સિંહે ગુરદાસપુરથી કોંગ્રેસ ઉમેદવાર સુનીલ જાખડ પાછળ રહી જતા આશ્ચર્ય દર્શાવ્યુ હતુ. તેમણે કહ્યુ કે સુનીલજી એક સારો ઉમેદવાર હતો અને તેમણે ત્યાં ખુબ સારૃ કામ કર્યુ હતુ. એ વાત હું સમજી નથી શક્યો કે આખરે શા માટે અનુભવી નેતા પર એક એક એક્ટરને આગળ ધરી દેવાનો નિર્ણય કેમ કર્યો?