Sardar Gurjari

ગુરુવાર, તા.૨૦ જૂન, ૨૦૧૯, જયેષ્ઠ વદ ૩, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૫

મુખ્ય સમાચાર :
આજની જીત અંગત સ્વાર્થો પર રાષ્ટ્રવાદની જીત છે : અજિત ડોભાલ
24/05/2019 00:05 AM Send-Mail
લોકસભા ચૂંટણી ૨૦૧૯માં ભાજપ પ્રચંડ બહુમત હાંસલ કરી શકતી નજરે ચડી રહી છે ત્યારે હવે ભાજપની જીત પર અલગ અલગ પ્રકારની પ્રતિક્રીયાઓ આવવા લાગી છે. ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ તેને નરેન્દ્ર મોદીની જીત જણાવી છે. બીજી તરફ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે તેના પર નિવેદન આપ્યું છે. અજીત ડોભાલે કહ્યું કે આ પોતાના અંગત સ્વાર્થો પર રાષ્ટ્રવાદની જીત છે.

લોકો ઇચ્છે છે મોદી ફરી વડાપ્રધાન બનેઃ ડો. હર્ષવર્ધન ભાજપ નેતા ડો. હર્ષવર્ધને ઇવીએમને લઇને વિપક્ષીઓ પર કટાક્ષ કર્યો હતો. તેઓએ કહ્યું, લોકો વિપક્ષ પાર્ટી પર હસી રહ્યા છે. એવા લોકો પણ હસી રહ્યા છે, જેઓને ટેકનિકલી કોઇ ખાસ જ્ઞાાન નથી. તમામ લોકો ખાસ કરીને ગરીબો ઇચ્છે છે કે, મોદી એકવાર ફરીથી વડાપ્રધાન બને.

જનતા દબાણની રાજનીતિ પસંદ નથી કરતીઃ વિજયવર્ગીય ભાજપ મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું, જનતા ક્યારેય હિંસા કે દબાણની રાજનીતિ પસંદ નથી કરતી. પ્રજાતંત્રમાં ભરોસો રાખનાર રાજનીતિ પસંદ કરે છે. રુઝાનથી ઉત્સાહિત શાહનવાઝ હુસૈને કહ્યું કે, કૈલાશજીની મહેનત રંગ લાવી રહી છે. બંગાળમાં જેટલી મહેનત તેઓએ કરી છે, તેનું જ પરિણામ છે કે, બંગાળ પણ મોદી-મોદી કરી રહ્યું છે. હાર માટે ઇવીએમ જવાબદાર નથીઃ શરદ પવાર એનસીપીના દિગ્ગજ નેતા શરદ પવારે એક મોટું નિવેદન આપ્યું છે. શરદ પવારે કહ્યું છે કે, હાર માટે ઇવીએમ જવાબદાર નથી. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કોંગ્રેસ સાથે ગઠબંધન કરનારી એનસીપી પાર્ટીનો મહારાષ્ટ્રમાં રકાસ થયો છે. શરદ પવારે પોતાની હાર માટે કોંગ્રેસના આંતર્કલહને જવાબદાર ઠેરવ્યો છે. એક્ઝિટ પોલનો વિજય થયોઃ ઉમર અબ્દુલ્લા - નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની અભિનંદન આપતા કહ્યું કે આ તો એક્ઝિટ પોલનો વિજય થયો. હવે આ જબદજસ્ત પરફોર્મન્સ માટે ભાજપ અને એનડીએને અભિનંદન જ આપવાના બાકી છે. મોદી અને અમિત શાહે ખૂબ જ પ્રોફેશનલ રીતે આખુ ચૂંટણી અભિયાન ચલાવ્યું અને જીતનાર ગઠબંધનને સાથે રાખ્યું. હવે પાંચ વર્ષ વધારે.