Sardar Gurjari

મંગળવાર, તા. ૨૦ ઓગસ્ટ, ૨૦૧૯, શ્રાવણ વદ ૫, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૬૫

મુખ્ય સમાચાર :
ઉત્તર ભારતમાં કોંગ્રેસના સૂપડા સાફ : ભાજપની સુનામી
દિલ્હી, ઉત્તરાખંડ, હિ. પ્રદેશ, જમ્મુ-કાશ્મીરમાં ભાજપનો ભગવો લહેરાયો
24/05/2019 00:05 AM Send-Mail
લોકસભા ચૂંટણીના પરિણામ પરથી સ્પષ્ટ થઇ ગયું છે દેશમાં ફરી એકવાર મોદી સરકાર રચાવા જઇ રહી છે. ત્યારે ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાં ભગવો લહેરાયો છે.

દિલ્હી દેશનું દિલ ગણાતા દિલ્હીએ કેસરીયા કર્યા. અહીં તમામ સાતેય બેઠકો પર ભાજપની જીત થઇ. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના અલગ અલગ ચૂંટણી લડવાનો સીધો ફાયદો ભાજપને મળ્યો. ઉત્તરાખંડ ઉત્તરાખંડની તમામ પાંચેય બેઠકો પર ભાજપે કબ્જો જમાવ્યો છે. એટલું જ નહીં રાજ્યની વીઆઇપી સીટ ગણાતી નૈનીતાલ પર ઉત્તરાખંડ ભાજપના અધ્યક્ષ અજય ભટ્ટે કોંગ્રેસના દિગ્ગજ નેતા હરીશ રાવતને પરાજ્ય આપીને અપસેટ સર્જ્યો છે. જ્યારે કે કેન્દ્રીય પ્રધાન અજ્ય ટમ્ટાએ અલ્મોડા બેઠક પર વિજય પરચમ લહેરાવ્યો.

હિમાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશની તમામ ચારેય બેઠકો પર ભાજપ લહેર જોવા મળી. અહીં હમીરપુર બેઠક પર અનુરાગ ઠાકુર સહિત ભાજપના અન્ય ત્રણેય ઉમેદવારો કોંગ્રેસ સામે જીત નિશ્ચિત કરી. જમ્મુ-કાશ્મીર આતંકવાદ અને ભાગલાવાદી પ્રવૃતિમાં ઘેરાયેલા જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીર ખીણમાં ભલે મતદાન ઓછું થયું. પરંતુ જમ્મુ-વિસ્તારમાં ભાજપને ફાયદો થયો છે. અહીં ભાજપે જમ્મુ, ઉધમપુર અને લદ્દાખ બેઠક પર જીત મેળવી. જ્યારે કે શ્રીનગર, અનંતનાગ, લદ્દાખ બેઠક પર નેશનલ કોન્ફ્રેન્સે કબ્જો કર્યો. જ્યારે કે રાજ્યના પૂર્વ સીએમ મહબૂબા મુફ્તી શ્રીનગરમાં ચૂંટણી હારી ગયા. તેઓ ત્રીજા સ્થાને રહ્યા.