Sardar Gurjari

ગુરુવાર, તા.૨૦ જૂન, ૨૦૧૯, જયેષ્ઠ વદ ૩, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૫

મુખ્ય સમાચાર :
આજની જીત ભારતીયોની જીત છે : વિજય રૂપાણી
24/05/2019 00:05 AM Send-Mail
ગાંધીનગર કમલમ ખાતે પ્રેસ કોન્ફરેન્સને સંબોધતા મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીએ કહ્યું કે, આ મોદીજીની સૌથી મોટી ઉપલબ્ધી છે. સમગ્ર દેશમાં મોદી લહેર છે. એક્ઝિટપોલ આવતાની સાથે જ ચર્ચાઓ શરૃ થઈ ગઈ હતી ગુરૃવારે વાસ્તવમાં આ લહેર જોવા મળી હતી. આજની જીત એ ભારતીયોની જીત છે. ભારત વિજય ભવ.

નરેન્દ્ર મોદીના નેતૃત્વને બિરદાવતા રૃપાણીએ કહ્યું કે, નરેન્દ્ર મોદી ઈમાનદાર, દેશ ભક્ત અને મજબુત નેતૃત્વ થકી ભારતીય જનતા પાર્ટીને દેશમાં સર્વોચ્ય સ્થાન અપાવ્યું છે. નરેન્દ્ર મોદીજીને હું નમન કરૃં છું. સ્પષ્ટ બહુમતિ દેખાતા ભાજપના કાર્યકરોએ ગાંધીનગર ખાતે કમલમમાં ભવ્ય ઉજવણી શરૃ કરી હતી. કાર્યકરોએ ભારત માતા કી જય અને હર હર મોદીના નારા લગાવીને જીતને વધાવી.

રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દુનિયામાં ભારતીય જનતા પાર્ટીનું નામ રોશન કર્યું છે આ અંગે વિજયભાઈ રૃપાણીએ કહ્યું કે, અમિત શાહે ખરા અર્થમાં સંગઠનનો પરીચય કરાવ્યો છે અને ભારતીય જનતા પાર્ટીને દુનિયાની મોટી પાર્ટી બનાવી છે. અમિત શાહજીએ સમગ્ર ભારતીય જનતા પાર્ટીના સંગઠનને એક જૂટ કર્યું છે. તેઓની રાજનીતીમાં ચાણક્ય નીતી જોવા મળે છે. ગુજરાતના સમગ્ર ભાજપના કાર્યકરોને શુભેચ્છા આપી તેમના કામને બિરદાવ્યું હતું અને કહ્યું કે, તમામ ભાજપના કાર્યકરોને હુ નમન કરૃં છું. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસને લોકતાંત્રીક રીત પર પણ ભરોસો નથી, કોંગ્રેસના દેખાડાને પ્રજાએ નકારી કાઢયા છે. જનતાએ ભાજપને જીતાડવાનું નક્કી કર્યું હતું. ૪ વિધાનસભા પેટા ચૂંટણીમાં પણ ભાજપ જીતની નજીક છે. ઇવીએમ મુદ્દે સીએમ રૃપાણીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, વર્ષ ૨૦૦૪, ૨૦૦૯ અને ૨૦૧૪માં ઈવીએમ કોંગ્રેસને સારા લાગ્યા હતા. તમે જીતો તો ઇવીએમ સારા, હારો તો ખરાબ. કોંગ્રેસનું નેતૃત્વ નિષ્ફળ રહેતા ઈવીએમ પર હારનું ઠીકરું ફોડે છે.