Sardar Gurjari

ગુરુવાર, તા.૨૦ જૂન, ૨૦૧૯, જયેષ્ઠ વદ ૩, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૫

મુખ્ય સમાચાર :
અમેઠીમાં દર ૨૧ વર્ષ બાદ કેમ કોંગ્રેસ હારી જાય છે, ત્રીજી વખત પાર્ટીની થયેલી હાર
24/05/2019 00:05 AM Send-Mail
યુપીમાં કોંગ્રેસનો સમય ભલે ખરાબ રહ્યો હોય, પરંતુ રાયબરેલી અને અમેઠી સંસદીય સીટો પર તેમને જીત મળતી જ રહે છે. રાયબરેલીથી સોનિયા ગાંધી અને અમેઠીથી રાહુલ ગાંધી જીતતા આવ્યા છે. પરંતુ આ વખતે ભાજપની દિગ્ગજ મહિલા નેતા સ્મૃતિ ઈરાનીએ અમેઠીમાં રાહુલ ગાંધીને માત આપવાની બિલકુલ નજીક છે. ખુદ રાહુલ ગાંધીએ અમેઠીમાં પરિણામ જાહેર થાય તે પહેલાં જ પોતાની હાર સ્વીકારી લીઘી છે. ૧૯૬૭માં અસ્તિત્વમાં આવેલી અમેઠી સીટ પર આ ત્રીજો પ્રસંગ છે, જેમાં કોંગ્રેસ પાર્ટીને હારનો સામનો કરવો પડી રહ્યો છે.

આ હારમાં એક દિલચસ્પ આંકડો ૨૧ નંબરનો પણ છે. દર ૨૧ વર્ષ બાદ કોંગ્રેસનું અહીંયાથી હારવું ઈતિહાસ રહ્યો છે. અને આ વાત રાહુલ ગાંધીની હાર સાથે કાયમ રહી છે. પહેલીવાર ૧૯૭૭માં ઈન્દિરા ગાંધી દ્વારા કટોકટી લગાવવામાં આવતાં દેશભરમાં કોંગ્રેસ વિરોધી લહેર દરમ્યાન સંજય ગાંધી આ સીટ પરથી હારી ગયા હતા. તેમને જનતા પાર્ટીના રવિન્દ્ર પ્રતાપસિંહે હરાવ્યા હતા.

તેના ૨૧ વર્ષ બાદ ૧૯૯૮માં કેપ્ટન સતિષ શર્મા હાર્યા હતા. તેમને ભાજપના ઉમેદવાર સંજયસિંહે હરાવ્યા હતા. ૧૯૯૮ બાદ હવે ફરી ૨૧ વર્ષ પુરા થયા છે, ત્યારે કોંગ્રેસ માટે પરિણામ પાર્ટીના પ્રમુખ રાહુલ ગાંધીની હાર સાથે સામે આવ્યું છે.