Sardar Gurjari

ગુરુવાર, તા.૨૦ જૂન, ૨૦૧૯, જયેષ્ઠ વદ ૩, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૫

મુખ્ય સમાચાર :
હાર મોં પર આકરો તમાચો, પરંતુ સેક્યુલર ભારત માટે લડતો રહીશ : પ્રકાશ રાજ
24/05/2019 00:05 AM Send-Mail
લોકસભા ચૂંટણી-૨૦૧૯માં બેંગલુરૂ સેન્ટ્રલ સીટ પરથી ચૂંટણી લડી રહેલા અભિનેતા પ્રકાશ રાજે પોતાની હાર સ્વીકારી લીઘી છે. અપક્ષ ચૂંટણી લડી રહેલા પ્રકાશ રાજે કહ્યું હતુ કે, તે સેક્યુલર ઈન્ડિયા માટે પોતાની લડત જારી રાખશે.

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતાએ કોંગ્રેસના રિઝવાન અરશદ અને ભાજપના એમબી પી સી મોહન વિરૂધ્ધ ચૂંટણી લડી હતી. ભાજપના મોહન ૫.૪ લાખ વોટો સાથે આગળ ચાલી રહ્યા છે, જ્યારે ૪.૯ લાખ વોટોની સાથે અરશદ બીજા નંબર પર છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ પ્રકાશ રાજ ૨૫૮૮૧ મતોથી ઘણા પાછળ ચાલી રહ્યા છે.

ટ્વીટર પર પ્રકાશ રાજે લખ્યું છે કે, મારા મોં પર આ હાર એક આકરો તમાચો છે, મારે ગાળો, ટ્રોલ અને અપમાન સહન કરવાનું છે. હું મારી હારની નજીક છુ, સેક્યુલર ઈન્ડિયા માટે મારો સંકલ્પ જારી જ રહેશે. અભિનેતાએ એમ પણ કહ્યું છે કે, મારી સફર જારી રહેશે અને મને વોટ આપના તમામ મતદારોનો આભાર. આગળની મુસાફરી કઠિન છે, અને તે પણ શરૂ જ થઈ ગઈ છે, આ યાત્રામાં મારો સાથ આપનાર દરેક વ્યક્તિનો આભાર.