Sardar Gurjari

મંગળવાર, તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૧૯, ભાદરવા વદ-૩, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૯૨

મુખ્ય સમાચાર :
નાયડુની એક્ઝિટ, રેડ્ડી ઈન
આંધ્રપ્રદેશમાં સત્તા પરિવર્તન : વિધાનસભા ચૂંટણીમાં જગનમોહન રેડ્ડીની પાર્ટીને બહુમત
ટીડીપીને ૨૫ અને વાયએસઆરસીપીને ૧૪૯ સીટો મળી
24/05/2019 00:05 AM Send-Mail
આખરે ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુની આંધ્રપ્રદેશમાં હાર થઈ છે. તેમની જગ્યાએ હવે જગનમોહન રેડ્ડી નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. જેથી આંધ્રમાં હવે પરિવર્તનનો પવન ફુંકાયો છે. મહાગઠબંધનના નેતા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુની પાર્ટીનો વિધાનસભા ચૂંટણીમાં રકાસ થયો છે. ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી ટીડીપીને ૨૫ જેટલી સીટો મળી છે જ્યારે રૃજીઇઝ્રઁના જગનમોહન રેડ્ડીની પાર્ટીને બહુમતની સરકાર મળી રહી છે. જગનમોહન રેડ્ડીની પાર્ટીને ૧૪૯ સીટો મળી છે, જ્યારે ચંદ્રાબાબુ નાયડુનો આ વિધાનસભા ચૂંટણીમાં સફાયો થઈ ગયો છે.

છેલ્લા કેટલાય સમયથી ચંદ્રાબાબુ નાયડુ રાજનીતિમાં બે ધારી તલવારની માફક રમી રહ્યા હતા. તેઓ મહાગઠબંધનમાં ભાજપને હરાવવાના મનસૂબા સેવી રહ્યા હતા. ત્યારે આજે આંધ્રપ્રદેશ વિધાનસભાના આવેલા પરિણામોમાં ચંદ્રાબાબુ માત્ર નાની એવી વિપક્ષના સુકાની બનીને રહી ગયા છે.

આંધ્ર પ્રદેશમાં ૧૭૫ વિધાનસભાની સીટો છે જેમાંથી અત્યારે ૧૪૯ સીટો પર રૃજીઇઝ્રઁ આગળ ચાલી રહી છે. જ્યારે ચંદ્રાબાબુ નાયડુની પાર્ટીને માત્ર ૨૫ સીટો મળી છે. ૨૦૧૪ની વિધાનસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો એ સમયે ટીડીપી સત્તામાં આવી હતી. ૨૦૧૪ની ચૂંટણીમાં ટીડીપીના ખાતામાં ૧૦૨ સીટો મળી હતી જ્યારે રૃજીઇઝ્રઁ ૬૭ સીટો મળી હતી. અહીં ભાજપના હાથમાં ૪ સીટો આવી હતી. જ્યારે નવોદમયને એક અને એક સીટ અપક્ષ ઉમેદવારને મળી હતી.