Sardar Gurjari

ગુરુવાર, તા.૨૦ જૂન, ૨૦૧૯, જયેષ્ઠ વદ ૩, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૫

મુખ્ય સમાચાર :
વિદ્યાનગર : ડી.જે. હોસ્ટેલ ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા બ્રેઈલ વાંચન સ્પર્ધા
23/05/2019 00:05 AM Send-Mail
રાષ્ટ્રીય અંધજન મંડળ, આણંદ જિલ્લા શાખા, ડી.જે. હોસ્ટેલ ખાતે બ્રેઈલ વાંચન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહજી ગોહિલની જન્મજયંતી નિમિત્તે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે બ્રેઈલ વાંચન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

જેમાં પ્રથમ સ્થાને મહેંદીઅલી, બીજા સ્થાને જોષી ક્રિષ્ના અને ત્રીજા સ્થાને જ્યોતી પરમાર આવ્યા હતા. સ્પર્ધાના ઈનામો ખોડિયાર મંદિર - ભાવનગર દ્વારા આપવામાં આવ્યા હતા તેમજ મેડલ રોટરી ક્લબ - વલ્લભ વિદ્યાનગર દ્વારા આપવામાં આવ્યા હતા.

આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે રેસ ટુ રીચના પ્રમુખ જાગૃતિબેન શાહ તેમજ રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદ જિલ્લા શાખાના માનદ્ મંત્રી સુધાબેન પટેલે સેવાઓ આપી હતી. મુખ્ય મહેમાન તરીકે રોટરી ક્લબ વિદ્યાનગરના પ્રમુખ રાખીબેન શાહે અને સેક્રેટરી વિશાલભાઈ તેમજ સંસ્થાના સ્વયંસેવક ચિરાગભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.