Sardar Gurjari

ગુરુવાર, તા.૨૦ જૂન, ૨૦૧૯, જયેષ્ઠ વદ ૩, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૫

મુખ્ય સમાચાર :
ગો.જો. શારદા મંદિર, વલ્લભ વિદ્યાનગરનું ધો. ૧૦ બોર્ડ પરીક્ષામાં ૯૦.૦૫ ટકા પરિણામ
23/05/2019 00:05 AM Send-Mail
ચારૂતર વિદ્યામંડળ સંચાલિત ગો.જો. શારદા મંદિરનું એસ.એસ.સી. બોર્ડ ૨૦૧૯માં લેવાયેલી પરીક્ષામાં ઉર્તીણ ૯૦.૦૫ ટકા પરિણામ આવ્યું છે. શાળામાં એ-૧ ગ્રેડમાં ૩, એ-૨ ગ્રેડમાં ૮, બી-૧ ગ્રેડમાં ૩૮, બી-૨ ગ્રેડમાં ૩૫, સી-૧ ગ્રેડમાં ૬૬, સી-૨ ગ્રેડમાં ૪૮, ડી ગ્રેડમાં ૦૧ વિદ્યાર્થિનીઓ સાથે ૧૯૯ વિદ્યાર્થિનીઓ ઉર્તીણ થઇ છે.

જેમાં વોરા મિશ્વા અનિલભાઇ ૬૦૦-૫૬૯ પીઆર ૯૯.૯૪ ગ્રેડ-એ૧ શાળામાં પ્રથમ, સુથાર શ્રેયા કલ્પેશભાઇ ૬૦૦-૫૪૯ પીઆર ૯૯.૫૯ ગ્રેડ-એ૧ શાળામાં દ્વિતીય, પટેલ હેતવી અમિષકુમાર ૬૦૦-૫૪૮ પીઆર ૯૯.૫૭ પીઆર ગ્રેડ-એ૧શાળામાં તૃતીય, જોશી ખેવના હસિતભાઇ ૬૦૦-૫૨૬ પીઆર ૯૮.૭૨ ગ્રેડ-એ૨ શાળામાં ચોથો, વડોદરીયા માર્ગી ગોવિંદભાઇ ૬૦૦-૫૦૧ પીઆર ૯૭.૧૯ ગ્રેડ-એ૨ શાળમાં પાંચમો મેળવી શાળાનું ગૌરવ વધાર્યુ છે.

ચારૂતર વિદ્યામંડળના ચેરમેન એન્જિ ભીખુભાઇ બી.પટેલ તથા માનદ્દ મંત્રી ડો. એસ.જી.પટેલ અને આચાર્યા રીટાબેન પટેલ, શાળાના સૌ શિક્ષકગણ સૌએ ઉર્તીણ થયેલી વિદ્યાર્થિનીઓને અભિનંદન પાઠવ્યા હતાં.