Sardar Gurjari

મંગળવાર, તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૧૯, ભાદરવા વદ-૩, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૯૨

મુખ્ય સમાચાર :
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ચારુસેટ યુનિવર્સિટી ચાંગાના ઈલેક્ટ્રીકલ ડિપાર્ટમેન્ટનું ગૌરવ
23/05/2019 00:05 AM Send-Mail
ગુજરાતની ચારુસેટ યુનિવર્સિટી - ચાંગાના ઈલેક્ટ્રીકલ એન્જિનિયરીંગ ડિપાર્ટમેન્ટમાંથી સહાયક પ્રોફેસર ધર્મેશ ડાભી, જીગર શારડા અને પ્રોફેસર ડો. કાર્તિક પંડ્યાએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા ઈવોલ્યુશનરી કોમ્પ્યુટેશન એન્વાયરમેન્ટ્સ : સ્માર્ટ ગ્રીડ એપ્લીશનમાં ભાગ લીધો હતો. આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા આ.ઈ.ઈ.ઈ કોંગ્રેસ ઓન ઈવોલ્યુશનરી કોમ્પ્યુટેશન અને જીનેટીક ઈવોલ્યુશનરી કોમ્પ્યુટેશન દ્વારા ન્યુઝીલેંડના વિલિંગ્ટન અને ચેક રિપબ્લિકના પેરાગ્યુએમાં યોજવામાં આવી હતી.

આ સ્પર્ધાનો હેતુ અધ્યતન કોમ્પ્યુટેશનલ ઈન્ટેલિજન્સ તકનીકો વિકસાવી તેનો ઉપયોગ એનર્જી રિસોર્સ મેનેજમેન્ટ માટે કરી ઊર્જા ખર્ચ ઘટાડવાનો હતો. આ સ્પર્ધામાં દુનિયાના ઘણા દેશોા સંશોધન કરતા લોકોએ ભાગ લીધો હતો. જેમાંથી ગુજરાતની ચારુસેટ યુનિવર્સિટી - ચાંગાના ઈલેક્ટ્રીકલ એન્જિનિયરીંગ વિભાગના પ્રોફેસર ડો. કાર્તિક પંડ્યાના માર્ગદર્શન હેઠળ સહાયક પ્રોફેસર ધર્મેશ ડાભીએ હાઈબ્રીડ લેવી પાર્ટિકલ સ્વાર્મ વેરિએબલ નેબરહુડ સર્ચ ઓપ્ટિમાઈઝેશન અને સહાયક પ્રોફેસર જીગર શારડાએ ગોસ મેપ્ડ વેરીએબલ પાર્ટીકલ પાર્ટિકલ સ્વાર્મ ઓપ્ટિમાઈઝેશન નામની તકનીક વિકસાવી તેનો ઉપયોગ એનર્જી રિસોર્સ મેનેજમેન્ટ માટે કરી ઊર્જા ખર્ચ ઘટાડ્યો હતો.

તેમની આ તકનીકનો બંને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં દ્વિતિય અને તૃતિય નંબર પ્રાપ્ત થયેલ છે અને ચારુસેટ યુનિવર્સિટીને ગૌરવ અપાવેલ છે. આ સિદ્ઘિ બદલ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડો. નિલય પટેલે અભિનંદન પાઠવ્યા હતા.