Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૪ મે, ૨૦૧૯, વૈશાખ વદ-૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક -૩૩૫

મુખ્ય સમાચાર :
બાકરોલમાં જમીનના કબજા માટે લાકડી-પાઈપોથી હુમલો : વોચમેન ઘાયલ
17/02/2019 00:02 AM Send-Mail
આણંદ નજીક આવેલા બાકરોલ ગામની ૧૦ એકર જેટલી જમીનના કબજા બાબતે લાકડીઓ અને પાઈપોથી હુમલો કરીને વોચમેનને માર મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર બાકરોલ ખાતે રહેતા નેવીલભાઈ કિરિટભાઈ ઠક્કરની સીમમાં આવેલી સર્વે નંબર ૨૦૦૪, ૨૦૦૫ અને ૨૦૦૬ની અંદાજીત ૧૦ એકર જેટલી જમીન પિતાજી અને કુટુંબીઓના નામે આવેલી છે. જેમાં ધોળાકુવા ખાતે રહેતા કાન્તીભાઈ ઉર્ફે મનુભાઈ બચુભાઈ ઉર્ફે કાભઈભાઈ પરમાર અને તેમના ઘરના સભ્યો ઘુસી ગયા હતા જે અંગે કોર્ટ મેટર થવા પામી હતી. દરમ્યાન હાઈકોર્ટમાં કોર્ટ કન્ટેમ્પ્ટની ફરિયાદ કરતાં તારીખ ૧૩-૨-૧૯ના રોજ હાઈકોર્ટે નેવીલભાઈને કબજો સોંપી દેવા માટે હુકમ કર્યો હતો. જેના આધારે આજે સાંજના સુમારે નેવીલભાઈ માતા રશ્મીકાબેન અને વોચમેન સાથે જમીન પર ગયા હતા જ્યાં કાન્તીભાઈ ઉર્ફે મનુભાઈ બચુભાઈ, લીલાબેન બચુભાઈ, કલુભાઈ અંબાલાલ ઉર્ફે અમરસંગ પરમારે ગમે તેવી ગાળો બોલીને જમીનમાંથી નીકળી જાઓ તેમ જણાવીને લાકડીઓ તેમજ પાઈપથી હુમલો કર્યો હતો. જે અંગે નેવીલભાઈએ વીડીયો પણ ઉતારી લીધો હતો. કાન્તીભાઈનું ઉપરાણું લઈને બીજા શખ્સો પણ આવી ચઢ્યા હતા અને વોચમેનને ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.

આ અંગે ફરિયાદી નેવિલભાઈનો પોલીસ પ્રોટેક્શન અંગે માંગણી કરી હતી કે કેમ તે અંગે પુછતાં તેઓએ જણાવ્યું હતુ કે, જમીન અમારી છે અને હાઈકોર્ટે પણ અમારી ફેવરમાં હુકમ કર્યો છે. સામાવાળાઓએ હાઈકોર્ટમાં જે ઓરડી બાંધીને રહેતા હતા તેની ચાવી પણ આપી દીધી છે. પછી પોલીસ રક્ષણ સાથે જવાની વાત જ નથી આવતી પરતુ આજે અમો ગયા ત્યારે ઉક્ત ત્રણ શખ્સો પરત આવી ગયા હતા અને એકદમ જ હુમલો કરી દીધો હતો.