Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૪ મે, ૨૦૧૯, વૈશાખ વદ-૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક -૩૩૫

મુખ્ય સમાચાર :
શહિદોના બલિદાનથી ચરોતરમાં દેશદાઝના કાર્યક્રમો સાથે
આણંદ-ખેડા જિલ્લામાં પડતર પ્રશ્નો અંગે આરોગ્ય કર્મીઓના ધરણાં સામે પ્રજામાં કચવાટ
સરહદ પર તંગ વાતાવરણમાં ઘાયલ સૈનિકો માટે રાજયમાં રકતદાન કેમ્પોનું આયોજન : સ્વાઇન ફલુની વધતી ચપેટ સામે સરકારી સ્ટાફના ઘરણાં સામે નારાજગી
17/02/2019 00:02 AM Send-Mail
આરોેગ્ય કરતાં શિક્ષણ વિભાગ ચડિયાતું સાબિત થયું
આરોગ્ય વિભાગની સાથે સાથે શિક્ષણ વિભાગ પણ ધરણાં યોજીને પોતાની માંગણીઓ માટે સરકાર સામે બાંયો ચડાવી છે. આરોગ્ય વિભાગે કેન્ડલ માર્ચ અને મૌન રેલી સાથે શહીદોને શ્રધ્ધાંજલિ આપીને પ્રતીક ઉપવાસ સાથે આજે પણ અડગ રહ્યાં હતા. જ્યારે ગાંધીનગરમાં રાજયના તમામ જિલ્લાના શિક્ષણ વિભાગના કર્મચારીઓએ યોજેલ ધરણાંમાં પોતાના પગારમાંથી નિયત રકમ શહીદોના પરિવારજનોને આપવાની જાહેરાત કરીને દેશ ભાવનાને વ્યક્ત કરવા પ્રયાસ કર્યો છે.

આણંદ-ખેડા જિલ્લામાં પુલવામાં શહીદ થયેલા વીર જવાનોને શૈક્ષણિક, સામાજીક, સ્વૈચ્છિક, વેપારી મંડળો વગેરેએ વિવિધ રીતે શ્રધ્ધાંજલિ અર્પી હતી. પરંતુ જિલ્લા પંચાયત સંચાલિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ગઈકાલે શહીદોની શ્રધ્ધાસુમન અર્પણ કરીને આજે બીજે દિવસે પોતાની વિવિધ પડતર માગણીઓ મુદ્દે અડગ વલણ રાખીને પ્રતીક ઉપવાસ કાર્યરત રાખતા પ્રજામાં નારાજગી વ્યાપી હતી.

હાલમાં સમગ્ર રાજ્ય સાથે આણંદ અને ખેડા જિલ્લામાં સ્વાઈન ફ્લુની બીમારીનો આતંક જોવા મળી રહ્યો છે. જેમાં અત્યાર સુધીમાં ૪૮ ઉપરાંત સ્વાઈન ફ્લુના કેસ બન્યા છે. જેમાં ૫ વ્યક્તિના મોત થયા છે. દેશના જવાનોની જેમ લોકો આરોગ્યની દૃષ્ટિએ સ્વસ્થ રહે અને લોકોની તદુંરસ્તી માટે સતત કાર્યશીલ રહેતા આરોગ્ય વિભાગની ટીમ પણ એક દેશ સેવાનું જ કાર્ય રહી છે. પરંતુ આરોગ્ય વિભાગની ટીમ પોતાની પડતર માંગણીઓને લઈને ધરણાં યોજીને,લોકોના આરોગ્ય વધુ જોખમાય તેવી નીતિ અપનાવતાં ગરીબ, સામાન્ય વર્ગના દર્દીઓમંા કચવાટ વ્યાપ્યો છે.

આણંદ-ખેડા જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ ભેગા મળીને સરકાર સામે પોતાની વિવિધ માંગણીઓ સંદર્ભે આરોગ્ય સેવાથી લોકોને વંચિત રાખ્યા વિના સ્વચ્છતા અભિયાન, રક્તદાન કેમ્પ જેવા કાર્યક્રમો કરીને પોતાનું યોગદાન આપવાની સાથે ગાંધી ચિંધ્યા માર્ગે કંઈક અલગ જ રીતે જ વિરોધ દર્શાવે તે યોગ્ય છે. પરંતુ તેના બદલે લોકોનું આરોગ્ય જોખમાય અને પોતાની માંગણીઓ પૂરી થાય તેવા ઉદ્દેશથી કરી રહેલ માંગને પગલે સ્વાઈન ફ્લુથી માંડીને અન્ય બીમારી માટે સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે જઈને વીલા મોંએ પરત ગરીબ દર્દીઓમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે.

અહો આશ્ચર્યમ્ : ૧.૯૭ લાખ મતોની તોતિંગ લીડ સાથે ભાજપે આણંદ બેઠક જીતી

આણંદ લોકસભા બેઠકના પરિણામની સાથે સાથે...

એસએસસી બોર્ડ-૨૦૧૯ના પરિણામમાં સમગ્ર પંથકમાં નોલેજ ગ્રુપ, નડિયાદની ઝળહળતી સિદ્ઘિ

બોરસદ-ગંભીરા માર્ગ પર વારંવાર સર્જાતા અકસ્માતોને લઈ ગ્રામજનોનો ચક્કાજામ

આણંદ : કૃષિપંચ મામલતદાર કચેરીમાં કાયમી સ્ટાફની ઘટથી કેસ નિકાલમાં વિલંબ

ખાનપુરના પ્રવેશ માર્ગ ડાયવર્ઝનનું સૂચના બોર્ડ ૪ કિ.મી.ના અંતરે મૂકાતા વાહનચાલકોને રઝળપાટ

આણંદ લોકસભા બેઠકનું 'ફળ' કોને ફળશેની ચર્ચાઓ ચગડોળે

પેટલાદ : વિનામૂલ્યે મળતા આવકના દાખલાના ફોર્મ માટે મામલતદાર કચેરીમાં રૂ. ૭નો ફરજિયાત ખર્ચ