Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૪ મે, ૨૦૧૯, વૈશાખ વદ-૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક -૩૩૫

મુખ્ય સમાચાર :
પુલવામાની આતંકવાદી ઘટનાને પગલે નડિયાદવાસીઓમાં ભારોભાર રોષ : ઠેર-ઠેર પ્રદર્શનો
વિદ્યાર્થીઓની રેલી-આવેદનપત્ર, એએચપી દ્વારા પાકિસ્તાનના પૂતળાંનું અને એનએસયુઆઇ દ્વારા પાક.ના ધ્વજનું દહન
17/02/2019 00:02 AM Send-Mail
જમ્મુના પુલવામામાંં બનેલી આતંકવાદી ઘટનાને પગલે સમગ્ર દેશમાં આક્રોશ ફાટી નિકલ્યો છે. ઠેર ઠેર લોકો વિરોધ પ્રદર્શનો કરી સખત કાર્યવાહી કરવા માગ કરી રહ્યા છે. નડિયાદ શહેરમાં પણ વિવિધ જગ્યાઓ પર લોકોએ પોતાનો રોષ પ્રગટ કર્યો હતો. નડિયાદ એજ્યુકેશન સોસાયટીના વિધાર્થીઓ દ્વારા વિશાળ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતુ. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા પાકિસ્તાનના પુતળાનું દહન કર્યુ હતુ. જ્યારે એનએસયુઆઇના કાર્યકરો દ્વારા પાકિસ્તાનનો ધ્વજ સળગાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

પુલવામાની ઘટનાને લઇ આજે સમગ્ર દિવસ દરમ્યાન નડિયાદ શહેરમાં ઉગ્ર દેખાવો, રેલીઓ અને પુતળા દહનના કાર્યક્રમો યોજાયા હતા. સાંજના સમયે કેન્ડલ માર્ચ દ્વારા શહીદોેને શ્રદ્ઘાંજલિ આપવામાં આવી હતી. દેશમાં બનેલી આ દુખદ ઘટનાને સૌ કોઇ વખોડી રહ્યા છે. આતંકવાદના વિરોધમાં કલેકટરને આવેદનપત્ર આપીને વિધાર્થીઓએ માંગ કરી હતી કે આતંકવાદી ઘટનાના વિરોધમાં કેન્દ્ર સરકાર સત્વરે સખતમાં સખત કાર્યવાહી કરે તે જરૂરી છે. દુશ્મન દેશને જવાબ આપવાનો સમય આવી ગયો હોવાના સૂત્રોચ્ચાર વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યા હતા.

આતર રાષ્ટ્રિય હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા શહેરના મિલ રોડ પર પાકિસ્તાનના પુતળાને સાડી પહેરાવી તેનો વિરોધ કર્યો હતો. એએચપીના કાર્યકરો ઉપરાંત શહેરના યુવાનોએ ભેગા મળી પાકિસ્તાનના પુતળા પર લાતો અને ચપ્પલોનો મારો વરસાવ્યો હતો. બાદમાં ગુસ્સે ભરાએલા લોકોએ પુતળાને આગના હવાલે કરી દઇ પાકિસ્તાન મુર્દાબાદ, હિન્દુસ્તાન જીંદાબાદના નારા લગાવ્યા હતા. કોગ્રેસની વિધાર્થી પાખ એનએસયુઆઇ દ્વારા પણ આતંકવાદના વિરોધમાં દેખાવો કરતા પાકિસ્તાનના ધ્વજને સળગાવી વિરોધ કરવામાં આવ્યો હતો. એનએસયુઆઇના કાર્યકરો દ્વારા કોલેજ રોડ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. જેમાં પાકિસ્તાન મુર્દાબાદ સાથે ‘ઇટ કા જવાબ પથ્થર સે દો’ જેવા નારા લગાવવામાં આવ્યા હતા. મોડી સાંજે નડિયાદ શહેરના અમદાવાદી બજારમાં મુસ્લિમો દ્વારા મૌન રેલીનું આયોજન કરાયું હતું. જેઓએ અમદાવાદી બજારથી સરદાર પ્રતિમા સુધી મૌન રેલી યોજી શહીદો ને શ્રદ્વાંજલિ અર્પી હતી.

ખેડા બેઠક પર ભાજપનો ૩.૬૭ લાખ મતથી વિજય

નડીઆદમાં ‘નરેન્દ્ર મોદી મારા ભાઇ છે, હું બસમાં ટિકિટ ના લઉ’ કહી અસ્થિર મગજની મહિલાએ બસને બાનમાં લીધી

મનના નહિ પરંતુ ભગવાનના તાબે રહેવું : પૂ.મહંત સ્વામી મહારાજ

ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને માહાત્મય જાણવું જોઇએ : પૂ.મહંત સ્વામી મહારાજ

કલેક્ટર કચેરી કંપાઉન્ડમાં રૂા.૨૨૫ લાખના ખર્ચે નિર્માણ થયેલ ઈવીએમ/વીવીપેટ સ્ટોરેજ બિલ્ડીંગનું ઉદ્ઘાટન

સામાન્ય વેપારીઓ પર દંડનો કોરડો વિંઝતુ ગ્રાહક સુરક્ષા વિભાગ મલ્ટીપ્લેક્ષો સામે કાર્યવાહીમાં પાંગળું !

દરેકના ગુણ લેવા, અવગુણનો ત્યાગ કરવો : પૂ.મહંતસ્વામી મહારાજ

બળબળતા ઉનાળાની બપોરે ડાકોર સર્કલ પર ટ્રાફિકજામથી વાહનચાલકો ત્રાહિમામ