Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૪ મે, ૨૦૧૯, વૈશાખ વદ-૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક -૩૩૫

મુખ્ય સમાચાર :
આણંદમાં દેશદાઝનો જુવાળ : શહીદોની શહાદત એળે ન જવી જોઇએ
સ્વેચ્છાએ ધંધા-રોજગાર બંધ રાખીને પૂતળાદહન-પાકિસ્તાનના વિરોધમાં યોજાઇ રેલી : આણંદમાં ઠેર-ઠેર શ્રદ્વાંજલિ સભા : પાકિસ્તાન મુર્દાબાદના નારા લાગ્યા
17/02/2019 00:02 AM Send-Mail
સરકારી કચેરીઓમાં અરજદારો વિના સૂમસાન બની
હાલમાં પ્રધાનમંત્રી સન્માન નિધિ ખેડૂતોની યોજનાની કામગીરી ચાલુ છે ત્યારે વિવિધ કામગીરીથી દરરોજ અરજદારોના ટોળે-ટોળાથી ધમધમતી કલેક્ટર કચેરીમાં આજે રજા જેવો માહોલ જોવા મળ્યો હતો. રેવન્યુ કામગીરીથી માંડીને નકલો, દાખલા, રેશનકાર્ડ, આધાર કાર્ડ જેવી કામગીરી માટે આજે પાંખી હાજરી જોવા મળતી હતી. મોટાભાગે ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા અરજદારોએ આજે બજાર બંધ જાણીને બજારોમાં આવવાનું ટાળ્યું હતું.

રેલવે ગોદી ભારત માતાના નારાથી ગુંજી ઊઠી
સુપર માર્કેટ, ટૂંકી ગલી, જૂના બસ સ્ટેશન વિસ્તારના વેપારીઓ, ફેરિયાઓથી દરરોજ વિવિધ ચીજવસ્તુઓના વેચાણ માટે હોકાળા પડકારા સંભળાતા હતા. તેના બદલે પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને તિરંગા સાથે પાંચસો ઉપરાંત વેપારીઓ, ફેરિયા, લારીવાળાઓએ મૌન રેલી કાઢીને રેલવે ગોદીએ ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર પહેરાવીને મીણબત્તી પેટાવ્યા બાદ ભારત માતા કી જય ના નારા સાથે પાકિસ્તાન મુર્દાબાદ સૂત્રોથી વાતાવરણ દેશ પ્રેમથી ગજવી દીધું હતું.

આતંકવાદી હુમલામાં પુલવામામાં સીઆરપીએફના ૪૪ જવાનોની શહીદીથી દેશવાસીઓની લોહી ઉકળી ઉઠયું છે. આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી અને પાકિસ્તાનને પાઠ ભણાવવાની સરકારને માંગ કરવામાં આવી રહી છે. રાજયની સાથોસાથ આજે આણંદમાં પણ શૈક્ષણિક સંસ્થાઓ, સામાજીક સંંગઠનો, વેપારી વર્ગ દ્વારા શહીદોની યાદમાં કેન્ડલ માર્ચ અને શ્રદ્વાંજલિ કાર્યક્રમો યોજાયા હતા.

આજે સવારથી શહેરની મોટાભાગની શાળા, કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા શહીદોની યાદમાં રેલી યોજાઇ હતી. શહેરના મુખ્ય બજારોના વેપારી વર્ગ સ્વેચ્છાએ બંધ પાળીને દેશના જાંબાઝ શહિદોને શ્રદ્વાસુમન અર્પણ કર્યા હતા. આણંદમાં સોના-ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા સોની મહાજને આજે બંધ પાળવાની સાથે શહીદોને શ્રધ્ધાંજલિ પાઠવી હતી. ટ્રાફિકથી ધમધમતા જૂના બસ સ્ટેશન વિસ્તારમાં ટૂંકી ગલી, સુપર માર્કેટ, રણછોડરાય માર્કેટ ખાતે પાથરણાવાળા થી માંડીને દુકાનદારોએ એક દિવસની રોજી-રોટી આજીવીકા છોડીને બંધમાં સહયોગ આપ્યો હતો. જેમાં પ્લાસ્ટીકની નાની આઇટમો, બંગડી-કાંસકી વેચીને સાંજે ૫૦-૧૦૦ રૂ.ની આવક મેળવતા નાના ફેરિયાઓએ પણ આતંકવાદના વિરોધમાં દેશ ભાવનાની લાગણીને વ્યક્ત કરીને બંધને સહયોગ આપ્યો હતો. સવારે સુપર માર્કેટના પાર્કિગ વિસ્તારમાં એકઠંા થયેલ વેપારીઓએ શહીદોની યાદમાં બે મિનિટ મૌન પાળ્યું હતું. ત્યારબાદ ભારતના રાષ્ટ્રધ્વજ સાથે રેલી સ્વરુપે ટૂંકી ગલી, સરકારી દવાખાના, જૂના બસ સ્ટેન્ડ થઇ જૂના દાદર, રેલવે સ્ટેશનથી રેલવે ગોદી રેલી પહોંચી હતી. જયાં ગાંધીજીની પ્રતિમા પાસે સૌએ એકત્ર થયા હતા અને પાકિસ્તાન મુર્દાબાદ તેમજ શહિદો અમર રહો, વંદે માતરમના નારા લગાવ્યા હતા.સવારે ૧૧ કલાકે આણંદના સરદારબાગ પોલીસ ચોકી વિસ્તારમાં આણંદ મુસ્લિમ યુવા શકિત દ્વારા આતંકવાદના પૂતળાનું દહન કરીને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા હતા.

શહેરના લ-મી ટોકીઝ વિસ્તારના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો. મોટી સંખ્યામાં વેપારીઓ, યુવાઓ દ્વારા શહીદો અમર રહો, ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા. ધીમે ધીમે લ-મી ચોકડી વિસ્તારમાં ભીડ ઉમટતી રહી હતી. લગભગ અઢી કલાક ચાલેલા કાર્યક્રમમાં પાકિસ્તાન મુર્દાબાદના નારા અને આતંકવાદીઓને કડકમાં કડક સજા કરવાની માંગ દોહરાવવામાં આવી હતી.અહીંયાના માર્ગ પર પાકિસ્તાનનો ધ્વજ ચિતરાવીને તેને કચડીને તથા કાળા વાવટા ફરકાવીને પાકિસ્તાન તરફી રોષ વ્યકત કરાયો હતો.આ ઉપરાંત ઈન્દિરા સ્ટેચ્યુ, બાકરોલ ટી પોઈન્ટ ખાતે પાકિસ્તાનના ધ્વજનું ચિત્રણ કરીને વાહનો અને પગપાળા અવર-જવર કરતા લોકો પણ નીચે ધ્વજ કચડાય તે હેતુથી બનાવેલ ધ્વજ નિહાળવા લોકોમાં ટોળા જામ્યાં હતા. ધ્વજના ફોટા પાડીને નગરજનોએ સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાન સામેનો રોષ વ્યકત કરવા સાથે વિવિધ કોમેન્ટ વ્યક્ત કરી હતી. આણંદના નવા બસ સ્ટેન્ડ, જૂના બસ સ્ટેન્ડમાં દિવસ દરમ્યાન મુસાફરોની અવરજવર પાંખી જોવા મળી હતી. મોટાભાગની દુકાનો વેપારીઓએ જાતે જ બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો. આણંદ રેલવે સ્ટેશન પર પુલવામા આતંકી હૂમલાના પગલે સધન બંદોબસ્ત અને આરપીએફ તેમજ રેલવે પોલીસ દ્વારા પ્લેટફોર્મ, મુસાફરોના સામાન સહિતની ચકાસણી કરવામાં આવી હતી. આરપીએફ પીઆઇ યાદવે જણાવ્યું હતું કે, રેલવે સ્ટેશનના સમગ્ર વિસ્તારમાં શંકાસ્પદ વસ્તુ કે વ્યકિત નજરે પડે તો તરત જ એકશન લેવા અમારી ટીમ તૈનાત કરાઇ છે. બે સ્નીફર ડોગ દ્વારા મુસાફરોનું તેમજ ટ્રેઇની ડોગ દ્વારા શંકાસ્પદ માલસામાનની ચકાસણી કરવામાં આવી હતી. મેટલ ડીટેકટર અને રાયફલ સાથે પોલીસ જવાનો સ્ટેશન વિસ્તારમાં ફરજ બજાવતા નજરે પડયા હતા.

અહો આશ્ચર્યમ્ : ૧.૯૭ લાખ મતોની તોતિંગ લીડ સાથે ભાજપે આણંદ બેઠક જીતી

આણંદ લોકસભા બેઠકના પરિણામની સાથે સાથે...

એસએસસી બોર્ડ-૨૦૧૯ના પરિણામમાં સમગ્ર પંથકમાં નોલેજ ગ્રુપ, નડિયાદની ઝળહળતી સિદ્ઘિ

બોરસદ-ગંભીરા માર્ગ પર વારંવાર સર્જાતા અકસ્માતોને લઈ ગ્રામજનોનો ચક્કાજામ

આણંદ : કૃષિપંચ મામલતદાર કચેરીમાં કાયમી સ્ટાફની ઘટથી કેસ નિકાલમાં વિલંબ

ખાનપુરના પ્રવેશ માર્ગ ડાયવર્ઝનનું સૂચના બોર્ડ ૪ કિ.મી.ના અંતરે મૂકાતા વાહનચાલકોને રઝળપાટ

આણંદ લોકસભા બેઠકનું 'ફળ' કોને ફળશેની ચર્ચાઓ ચગડોળે

પેટલાદ : વિનામૂલ્યે મળતા આવકના દાખલાના ફોર્મ માટે મામલતદાર કચેરીમાં રૂ. ૭નો ફરજિયાત ખર્ચ