Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૪ મે, ૨૦૧૯, વૈશાખ વદ-૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક -૩૩૫

મુખ્ય સમાચાર :
પોખરણમાં વાયુ શક્તિના પ્રદર્શનથી ભારતે દુશ્મનને દેખાડી પોતાની તાકાત
શક્તિ પ્રદર્શનમાં એરફોર્સના ૧૩૮ વિમાન સામેલ બોમ્બ, મિસાઇલોનો પણ ઉપયોગ
17/02/2019 00:02 AM Send-Mail
પુલવામામાં આતંકવાદી હુમલા પછી ભારતીય વાયુસેનએ પાકિસ્તાનના નાક નીચે પોખરણમાં પોતાની પ્રચંડ મારક ક્ષમતાનું પ્રદર્શન વાયુ શક્તિ-૨૦૧૯ દ્વારા કર્યું હતું.

અભ્યાસ દરમિયાન વાયુસેનાના કુલ ૧૩૮ વિમાન સામેલ થયા હતા. જેમાં એમઆઈ-૧૭ વી ફાઇવ હેલિકોપ્ટર, જગુઆર, મિગ-૨૯, મિરાજ-૨૦૦૦, સુખોઈ-૩૦, એમકેઆઈ મિગ-૨૭ અપગ્રેડ, તેજસ, સી-૧૩૦ જે. સર્ફેસ ટૂ એર મિસાઇલ સિસ્ટમ પીચોરા, આકાશ મિસાઇલ, મી-૩૫ હેલિકોપ્ટર, ગરુડ કમાન્ડો સિસ્ટમનો સમાવેશ થયા છે.વાયુશક્તિ-૨૦૧૯માં દરિમયાન બોમ્બ ,મિસાઇલો, લડાકુ વિમાનો અને હેલિકોપ્ટરનો ઉપયોગ હવાથી હવા અને હવાથી જમીન પર માર કરવાનો અભ્યાસ કર્યો હતો.

વાયુસેનાના શક્તિ પ્રદર્શનની શરુઆત ૧૯૫૩માં થઈ હતી. આ દર ત્રણ વર્ષે એક વખત થાય છે.આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ બીએસ ધનોવા, સેના પ્રમુખ જનરલ બિપીન રાવત, માનદ ગ્રુપ કેપ્ટન સચિન તેંડુલકર અને રાજસ્થાનના ઘણા સાંસદ સામેલ થયા હતા.