Sardar Gurjari

રવિવાર, તા. ૩૧ મે, ૨૦૨૦, જેઠ સુદ-૯, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૩૪૩

મુખ્ય સમાચાર :
મહારાષ્ટ્રની રેલીમાં પીએમની ફરીથી પાક.ને ચેતવણી
અમે કોઇને છેડતા નથી, અમને છેડનારાઓને છોડતા નથી : મોદી
શહીદોનું બલિદાન એળે નહીં જાય, જવાનો પર ભરોસો રાખો : ગુનેગારો ગમે ત્યાં છૂપાશે, સજા અવશ્ય મળશે
17/02/2019 00:02 AM Send-Mail
હિન્દુસ્તાન ટાઇમ્સનો અહેવાલ : મસૂદ અઝહરનો ભત્રીજો પુલવામા સીઆરપીએફ હુમલાનો માસ્ટર માઇન્ડ
હિન્દુસ્તાન ટાઇમ્સ અનુસાર પુલવામામાં થયેલા હુમલાનો માસ્ટર માઇન્ડ મોહમ્મદ ઉમર નામનો એક યુવાન છે જે કટ્ટરવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મૌલાના મસૂદ અઝહરનો ભત્રીજો છે એટલે કે તેના મોટા ભાઇ અતહર ઇબ્રાહીમનો પુત્ર છે.અખબારે ઉચ્ચ સુરક્ષા અધિકારીઓએ ટાંકતા આ અહેવાલ છાપ્યો છે અને સાથે જ લખ્યું છે કે માહિતી અનુસાર બોમ્બ બનાવનાર શખ્સ હાલ પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના મુઝફ્ફરાબાદમાં છૂપાયેલો છે. જોકે તેમણે એ શખ્સનું નામ નથી જણાવ્યું.આત્મઘાતી હુમલો કરનાર ૨૧ વર્ષીય આદિલ અહેમદ ડાર પુલવામા નજીક જ ગુંડીબાગનો રહેવાસી હતો અને કહેવામાં આવી રહ્યું છે કે તે ગયા વર્ષે જ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલો હતો.

શાંતિપ્રિય પાકિસ્તાનીઓની ભારતને અપીલ : જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તોયબાનો સફાયો કરી નાખો
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરૂવારે થયેલા આતંકી હુમલા બાદ જ્યાં સમગ્ર ભારતમાં ગુસ્સો છે ત્યાં શાંતિપ્રિય પાકિસ્તાનીઓ પણ આ હુમલાને લઇને પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે. તેની ઝલક પણ સોશિયલ મીડિયા પર જોવા મળી હતી. ભારતીયો સાથે વિદેશોમાં વસેલા પાકિસ્તાનીઓ પણ સોશિયલ મીડિયા પર પુલવામામાં થયેલા આતંકી હુમલાની આકરી નિંદા કરી રહ્યાં છે. એટલું જ નહીં, પોતાના દેશના ખૂંખાર આતંકી સંગઠનો વિરૂદ્ઘ કાર્યવાહીની માંગ કરી રહ્યાં છે. નેધરલેન્ડના પાટનગર એમ્સટર્ડમમાં રહેતા અહેમદ વકાસ ગોરાયાએ ભારત પ્રતિ સંવેદના વ્યક્ત કરતાં ટ્વીટ કયુંર્ છે કે, અમે શાંતિને પસંદ કરનારા પાકિસ્તાનીઓ પણ ભારતના ઋણિ અને આભારી રહીશું જો ભારત ખૂંખાર આતંકી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોયબા વિરૂદ્ઘ સૈન્ય કાર્યવાહી કરી તેમનો ખાતમો કરી નાખે છે. ટ્વીટમાં અહેમદ વકાસે આગળ લખ્યું કે આ આતંકવાદીઓ અમારા નિર્દોષ બાળકોને પોતાના ખૂંખાર સંગઠનોમાં ભરતી કરે છે અને જનરલ આ આતંકવાદીઓની રક્ષા કરે છે.

શહીદોના પરિવારોને ૫૧ લાખ આપશે સિદ્ઘિવિનાયક મંદિર ટ્રસ્ટ
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનો માટે મુંબઇના સિદ્ઘિવિનાયક મંદિર ટ્રસ્ટે રૂા. ૫૦ લાખની આર્થિક મદદની જાહેરાત કરી છે. ટ્રસ્ટે કહ્યું કે આ હુમલામાં સીઆરપીએફના જે જવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેમના પરિવારોને મદદના રૂપમાં આ રકમ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મુંબઇનું વિશ્વપ્રસિદ્ઘ સિદ્ઘિવિનાયક મંદિર દેશના પ્રસિદ્ઘ મંદિરો પૈકી એક છે.

પુલવામાં હુમલાના ત્રીજા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિકાસના કામોનું ખાતમૂહર્ત કરાવવા માટે મહારાષ્ટ્રના યવતમાળમાં પહોંચ્યા હતા. અહીંયા તેમણે રેલ, રોડ, અને આવાસ યોજનાના અનેક કામોનું લોકાર્પણ તેમજ ખાતમૂહર્ત કર્યુ હતું. આ પ્રસંગે પાકિસ્તાનને આડે હાથે લેતા તેમણે પુલવામાં હુમલાના દોષીને સજા આપવાની ખાત્રી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે હું દેશને વિશ્વાસ અપાવા માંગુ છું કે સેનાના જવાનો પર ભરોષો રાખો, તેમને છૂટો દોર આપી દેવામાં આવ્યો છે, પુલાવામાનો બદલો લેવાશે.

વડા પ્રધાને કહ્યું, જે પાકિસ્તાન દેવાળિયું થવાના આરે છે, તે પાકિસ્તાન આતંકવાદનો પર્યાય બની ગયો છું, હું દેશને વિશ્વાસ અપાવું છું. જવાનો પર વિશ્વાસ રાખો, પુલવામાના ગુનેગારોને સજા કેવી રીતે ક્યાં, કોણ આપશે, કેવી રીતે સજા આપશે તે આપણા જવાનો નક્કી કરશે. સાથીઓ આજે આપણે સુરક્ષા સાથે આપણા સપના પુરા કરી રહ્યાં છે, દેશનો વિકાસ કરી શકીએ છીએ તેની પાછળ અગણિત બલિદાન છે. હું પુલવાના શહીદનો ફરી નમન કરૃ છું.

પીએમ મોદીએ કહ્યું કે, *હું જાણું છું કે આપણે બધાં ઊંડી વેદનાથી પસાર થઈ રહ્યાં છીએ. પુલવામામાં જે થયું તેને લઈને તમારા આક્રોશને હું સમજી શકું છું. જે પરિવારે પોતાના લાલને ગુમાવ્યાં છે તેની પીડા હું અનુભવી શકુ છું. આ શહીદોનું બલિદાન વ્યર્થ નહીં જાય. આતંકી સંગઠનોમાં આતંકના આકાઓએ જે ગુનો કર્યો છે તે બાદ તેઓ લાખ છુપવાનો પ્રયાસ કરે તેઓને સજા જરૃરથી મળશે.* પીએમ મોદીએ એમ પણ કહ્યું કે સૈનિકમાં અને ખાસ કરીને સીઆરપીએફમાં જે ગુસ્સો છે તે પણ દેશ સમજી રહે છે. તે માટે સુરક્ષાદળોને ખુલી છૂટ આપવામાં આવી છે. દેશની સુરક્ષા સાથે સમૃદ્ધી માટે અમારી સરકાર પ્રતિબદ્ધ છે. એટલે જ વિકાસની પંચધારા, બાળકોના અભ્યાસથી લોકોના કામ પર ધ્યાન આપવામાં આવે છે. કોઈ પણ ક્ષેત્રના વિકાસમાં કનેક્ટિવિટીનો મહત્ત્વપૂર્ણ હોય છે. અહીંયા નવા માર્ગનો શિલાન્યાસ કરવામાં આવ્યો. માર્ગ રેલ સુવિધા ઉપરાંત યવતમાળના ૧૪,૫૦૦ લોકોએ નવા ઘરમાં પ્રવેશ કર્યો છે. ઘર પાકા હોય તો સપના પણ પાક્કા રહેશે. કેન્દ્ર સરકાર વર્ષ ૨૦૨૨ સુધી દરેક બેઘરને પાક્કા મકાન આપવાનું લક્ષ્ય રાખવાનો ઉદ્દેશ્ય છે. જે પરિવારને ઘર નથી મળ્યા, ૨૦૨૨ પહેલાં દરેક પરિવારને પાક્કુ મકાન મળશે, મળશે મળશે. દેશના ગામડાના શહેરોમાં ૧.૫ કરોડ બન્યા છે. મહારાષ્ટ્રમાં ૨.૫ લાખ મકાન બન્યા છે. રાજ્ય સરકારે ૫૦ હજાર ઘર બનાવ્યા છે. યવતમાળમાં પણ ૧૨ હજાર ઘર બની રહ્યાં છે. પ્રધાન મંત્રી આવાસ યોજનામાં ઘર બની રહ્યાં છે, તે બહેનોને સશક્તિકરણ આપી રહ્યાં છે.