Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૪ મે, ૨૦૧૯, વૈશાખ વદ-૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક -૩૩૫

મુખ્ય સમાચાર :
પુલવામાં હુમલામાં શહીદ થયેલા ૪૦ જવાનોના રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર
રાજૌરીમાં બોમ્બ ડિફ્યુઝ કરી રહેલા મેજર શહીદ : બે જવાન ગંભીર રીતે ઘાયલ : આતંકીઓ દ્વારા પ્લાન્ટ કરાયેલ આઇઇડી બોમ્બને ડિફ્યુઝ કરી રહ્યા હતા ત્યારે થયો બ્લાસ્ટ
17/02/2019 00:02 AM Send-Mail
પુલવામામાં થયેલા આતંકી હુમલાના શહીદોની અંતિમ વિદાય વચ્ચે વધુ એક જવાન શહીદ થયાના અહેવાલો સાંપડ્યા છે. રાજૌરીમાં એલઓસી નજીક એક આઇઇડી બ્લાસ્ટમાં સેનાના મેજર શહીદ થઇ ગયા હતાં. રાજૌરીમાં એલઓસી પાસે આ વિસ્ફોટ એ વખતે થયો જ્યારે અધિકારી બોમ્બને ડિફ્યુઝ કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. આ ઘટનામાં અન્ય બે જવાન પણ ગંભીર રીતે ઘાયલ થયા છે.

એવી પણ માહિતી મળી છે કે આ એક બેટ હુમલો હતો, પાકિસ્તાની સેના અને આતંકીઓએ મળીને ભારતીય સરહદની અંદર આઇઇડી પ્લાન્ટ કર્યું. પાકિસ્તાનની આ ઘટનાની જાણ જ્યારે ભારતીય સેનાને થઇ ત્યારે ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. આ દરમિયાન બ્લાસ્ટ થયો અને એન્જિનિયરિંગ કોરના મેજર શહીદ થઇ ગયા. સાથે જ બે જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ વિસ્ફોટ ત્યારે થયો જ્યારે મેજર આતંકીઓ દ્વારા પ્લાન્ટ કરાયેલ આઇઇડી બોમ્બને ડિફ્યુઝ કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. નૌશેરા સેક્ટરમાં એલઓસી નજીક લગભગ ૧.૫ કિ.મી.ની અંદર આ ધડાકો થયો હતો. બીજી તરફ બે દિવસ પહેલા પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલામાં શહીદ થયેલા ૪૦ સીઆરપીએફ જવાનોના તેમના ગૃહનગરમાં રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલા બાદ જમ્મુની સ્થિતિમાં આજે પણ કોઇ સુધારો થયો ન હતો. જાનીપુરમાં કાશ્મીરી વિદ્યાર્થીઓ દ્વારા પાકિસ્તાન ઝિંદાબાદનાનારા લગાવ્યા બાદ માહોલ વધારે ખરાબ થયો હતો. આ ઉપરાંત નારબાલમાં શંકાસ્પદ કાર જોવા મળી હતી જેનો નંબર જેકે ૦૫થી શરૂ થાય છે, આ નંબરની કાર બારામુલ્લાની હોય છે. કારની શોધખોળ શરૂ કરાઇ છે. દરેક નાકા પર પોલીસ દ્વારા નાકાબંધી કરી દેવામાં આવી છે.