Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
એમએફએન દરજ્જો છીનવ્યાના બીજા જ દિવસે વધુ એક આક્રમક પગલુ
ભારતની પાક. વિરૂદ્ઘ મોટી કાર્યવાહી : કસ્ટમ ડ્યુટીમાં ૨૦૦ ટકાનો વધારો
નિર્ણય તાત્કાલિક અસરથી લાગુ : ભારતને નિકાસ કરાતી ૪૮.૮ કરોડ ડોલરની ચીજવસ્તુઓને થશે અસર : પાકિસ્તાનને વધુ કંગાળ બનાવવા કેન્દ્રનો માસ્ટર સ્ટ્રોક
17/02/2019 00:02 AM Send-Mail
પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો કરાવવાનું પાકિસ્તાનને ખરેખર ભારે પડી રહ્યું છે. હુમલાના બીજા જ દિવસે એટલે કે શુક્રવારે ભારતે પાકિસ્તાનને આપેલ મોસ્ટ ફેવર્ડ નેશન (એમએફએન)નનો દરજ્જો પરત ખેંચી લીધો. આજે હવે ભારતે પાકિસ્તાનમાંથી આયાત કરાનારા તમામ વસ્તુઓ પર ૨૦૦ ટકાનો આયાત વેરો લાદી દીધો છે. આની જાહેરાત કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલી દ્વારા કરવામાં આવી છે. ભારતના આ ઐતિહાસિક નિર્ણયથી પાકિસ્તાન દ્વારા ભારતને નિકાસ કરનાર ૪૮.૮ કરોડ ડોલરના સામાન પર અસર થઇ શકે છે.

ભારતે પાકિસ્તાન પાસેથી ૨૦૧૭-૧૮માં ૪૮.૮ કરોડ ડોલરની આયાત કરી હતી જ્યારે ભારત પાસેથી ૧.૯૨ અબજ ડોલરની ચીજવસ્તુઓ ખરીદી હતી. એટલે કે તેણે ભારત પાસેથી સામાન ખરીદ્યો ઓછો છે અને વેચ્યો વધારે છે. ૨૦૧૬-૧૭માં બન્ને દેશો વચ્ચે ૨.૨૭ અબજ ડોલરનો વેપાર થયો હતો. ભારત પાકિસ્તાનને ટામેટા, કોબી, ખાંડ, ચ્હા, ઓઇલ કેક, પેટ્રોલિયમ ઓઇલ, કોટન, ટાયર રબર સહિત ૧૩૭ વસ્થુઓની મુખ્ય રીતે નિકાસ કરે છે. તેને અટારી-વાઘા બોર્ડર દ્વારા પાકિસ્તાનને નિકાસ કરવામાં આવે છે.

બીજી તરફ ભારત પાકિસ્તાન પાસેથી જામફળ, કેરી, અનાનસ, ફ્રેબિક કોટન, સાઇક્લિક હાઇડ્રોકાર્બન, પેટ્રોલિયમ ગેસ, પોર્ટલેન્ડ સીમેન્ટ, કોપર વેસ્ટ અને સ્ક્રેપ, કોટન યાર્ન જેવી ૨૬૪ મુખ્ય વસ્તુઓની આયાત કરે છે. પાકિસ્તાન આ ચીજવસ્તુઓ ઉરી, પુંછ અને મુઝફ્ફરાબાદથી ભારતને મોકલે છે. પુલવામામાં આતંકી હુમલા બાદ પાકિસ્તાન માટે આર્થિક સ્તરે ભારત તરફથી સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. પહેલા એમએફએનનો દરજ્જો પરત લઇ લીધો અને કસ્ટમ ડ્યુટી વધારી દેવામાં આવી છે. આ આ કારણે આર્થિક તંગીનો શિકાર બનેલ પાકિસ્તાન વધારે કંગાળ બની જશે. ભારતની માંગ છે કે પાકિસ્તાન પોતાની ધરતી પર આશરો લઇ રહેલા આતંકીઓ વિરૂદ્ઘ મોટી કાર્યવાહી કરે.