Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
સરદાર પટેલ કોલેજ ઓફ ફાર્મસી, બાકરોલ દ્વારા મહુડીયાપૂરા, બામરોલી મુકામે એનએસએસ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ
17/02/2019 00:02 AM Send-Mail
તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ કોલેજ ઓફ ફાર્મસી, બાકરોલ દ્વારા મહુડીયાપૂરા, બામરોલી મુકામે એનએસએસ અઠવાડીયા અંતર્ગત વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના ભાગરૂપે સ્વચ્છતા અભિયાન, વિવિધ સરકારી યોજનાઓની માહિતી, શૈક્ષણિક અને સામાજિક વિષય પર આધારીત ફિલ્મ, યોગા કાર્યક્રમ, હેલ્થ ચેકઅપ કાર્યક્રમ, સ્ત્રી સશક્તિકરણ કાર્યક્રમ સ્નેક શો, સૂર્ય ઉર્જા માહિતી, શેરી નાટક, ધ્વજવંદન જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસના ચેરમેન ગિરીશભાઇ પટેલ, સેક્રેટરી શીતલભાઇ પટેલ, સરદાર પટેલ કોલેજ ઓફ ફાર્મસીના આચાર્ય ડો. સમીરભાઇ શાહ અને એનએસએસ કો-ઓર્ડિનેટર પ્રો. કિશોર ઢોલવાનીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.