Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૪ મે, ૨૦૧૯, વૈશાખ વદ-૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક -૩૩૫

મુખ્ય સમાચાર :
ચારૂસેટ: મેનેજમેન્ટ મીટ ''કોન્વેગ્નો ૨૦૧૯'' માં લેખિકા અને વક્તા રશ્મિ બંસલનું 'આઇ હેવ અ ડ્રીમ' વિષયે વક્તવ્ય
17/02/2019 00:02 AM Send-Mail
ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ખાતે આવેલ ઈન્દુકાકા ઈપ્કોવાલા ઈન્સ્ટટ્યિૂટ ઓફ મેનેજમેન્ટ ખાતે સતત નવામાં વર્ષ આયોજિત ''કોન્વેગ્નો ૨૦૧૯'' આજે આયોજન કરવામાં આવેલ હતું.

''કોન્વેગ્નો ૨૦૧૯'' અંતર્ગત મુખ્ય અતિથી તરીકે સફળ અન્ત્રપ્રન્ચોર અને બહુુમુખી પ્રતિભા ધરાવતા લેખિકા અને વક્તા રશ્મિ બંસલ ઉપસ્થિત રહ્યા હતા જેઓએ સંસ્થા ખાતે કાર્યરત માનસ મેનેજમેન્ટ સેમિનાર સિરિઝ હેઠળ 'આઇ હેવ અ ડ્રીમ - અન્ત્ર પ્રન્યોર્શીપ એન્ડ મેનેજમેન્ટ' વિષય પર ૫૦૦ મો સેમિનારની આપી પોતાના લોકપ્રિય પુસ્તકોના સંદર્ભ માં ઉદ્યોગસાહસિકતા અને મેનેજમેન્ટના પાઠ શીખવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત અને અન્ત્ર પ્રન્યોર્શીપ ક્ષેત્રે જેમનું નામ ખૂબ આદરથી લેવાય છે એવા લ-મી બંસલ તેમના પુસ્તકો 'સ્ટે હંગ્રી સ્ટે ફૂલીશ', 'કનેક્ટ ધ ડોટ્સ', 'આઇ હેવ અ ડ્રીમ', 'પૂઅર લિટલ રીચ સ્લમ', 'ફોલો એવરી રેઇમ્બો', 'ટેક મી હોમ', 'અરાઇસ-અવેક' અને 'ગોડ્સ ઓન કિચન' થકી યુવાઓ અને ઉધોગસાહસિકોમાં અત્યંત લોકપ્રિયતા ધરાવે છે. તેમની પ્રથમ બુક 'સ્ટે હંગ્રી સ્ટે ફૂલીશ'નું રેકોર્ડ બ્રેક ૫,૦૦,૦૦૦ થી વધુ કોપીઓનું વેચાણ થયેલ છે. વધુમાં તેઓએ સોશિઅલ અન્ત્રપ્રન્યોર્શીપ વિષે વાત કરતા અત્રે ઉપસ્થિત વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી, તેમના વિચારો સમજી, વિવિધ સફળ સોશિયલ અન્ત્રપ્રન્યોરના ઉદાહરણો આપી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ મીટ અંતર્ગત ૧૫ થી પણ વધારે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં યુથ પાર્લામેન્ટ, સ્ટ્રેટેજીઓ, સ્ટોક માર્કેટ, ડીબેટ, કેસ એનાલીસીસ, ટીમ બિલ્ડીંગ, બિઝનસ આઇડયા, માઇન્ડ સ્પોટ વગેરે સ્પર્ધાઓમાં ભાગ લેનાર સ્પર્ધકોને સર્ટિફિકેટ અને વિજેતાઓને વિવિધ પુરસ્કારોથી નવાજવામાં આવ્યા હતાં.