Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૪ મે, ૨૦૧૯, વૈશાખ વદ-૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક -૩૩૫

મુખ્ય સમાચાર :
જીએસટીમાં ડેબીટ કે ક્રેડીટ નોટ અને ટેક્ષ ઈન્વોઈસ ઈશ્યુ કરવાનો સમય
07/02/2019 00:02 AM Send-Mail
જીએસટી સવાલ-જવાબ
(૧) જીએસટીમાં ૨૦૧૮ લોકસભામાં થયેલ સુધારાનો અમલ સવાલ : લોકસભામાં જીએસટી સુધારા વિધેયક પસાર થયેલ છે. જે સુધારાના કારણે અમારા ધંધામાં ફાયદાઓ થવાના છે. પણ એ સુધારાઓનો અમલ ક્યારથી થશે ? જેથી અમે કોમ્પોઝીટ સ્કીમમાં જઈ શકે. જવાબ : લોકસભામાં જીએસટી સુધારા બિલ પાસ થયેલ છે. જેના અમલની તારીખ અલગથી જાહેર કરવામાં આવેલ છે. અત્યાર સુધી સુધારાની જોગવાઈ લાગુ કરેલ ન હતી. જીએસટી કાઉન્સિલની ૩૨ની તા. ૧૦-૧-૨૦૧૮ના રોજ મળેલ મીટિંગમાં સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે જીએસટી સુધારા કાયદાની જોગવાઈઓ ૧ ફેબ્રુઆરી, ૨૦૧૯થી લાગુ કરવામાં આવશે. (૨) જીએસટીનું રીટર્ન અત્યાર સુધી ભરેલ નથી સવાલ : અમે જીએસટીમાં નોંધાયેલ વેપારી છીએ. પરંતુ નોંધાયા ત્યારથી અત્યાર સુધી એક પણ રિટર્ન ભરેલ નથી. હવે હું રીટર્ન ભરી શકું ? રિટર્ન ભરતા મારે લેઈટ ફી ભરવી પડશે ? જવાબ : જીએસટી કાઉન્સિલની ૩૧મી મીટિંગે નક્કી કરેલ છે કે કોઈ વેપારીએ જુલાઈ - ૨૦૧૭ (જીએસટી શરૂઆત)થી સપ્ટેમ્બર ૨૦૧૮નું રિટર્ન ૨૨ ડિસેમ્બર, ૨૦૧૮ સુધી GSTR-૧, GSTR ૩ ઇ અથવા GSTR-૪ ભરેલ નથી તેઓ ૩૧ માર્ચ, ૨૦૧૯ સુધી રીટર્ન ભરશે તો લેટ ફી માફ કરેલ છે. વસુલાશે નહીં. તમારું મોડું રીટર્ન ૩૧ માર્ચ, ૨૦૧૯ લેટ ફી વગર ભરી શકશો. પરંતુ જો જીએસટીની રકમ ભરવાની થાય તો જીએસટીની મોડી ચૂકવણી પર વ્યાજ ચૂકવવું પડશે. (૩) વર્કસ કોન્ટ્રાક્ટની સેવા સવાલ : અમે બિલ્ડિંગ મકાનો બાંધવાનું કામ કરીએ છે જે જીએસટીમાં વર્કસ કોન્ટ્રાક્ટ અંતર્ગત આવે છે. અમે જીએસટીમાં નોંધાયેલ (ગુજરાત)છીએ. અમને ગુજરાત બહાર રાજસ્થાન ખાતે બાંધકામનું કામ મળેલ છે. જીએસટીની જોગવાઈ મુજબ જીએસટીમાં રાજ્યદીઠ નોંધણી કરવાની થાય છે. તો શું અમારે રાજસ્થાન માટે અલગ નોંધણી કરવાની થાય ? જવાબ : વર્કસ કોન્ટ્રાક્ટ સર્વિસ માટે નોંધણી વિશે તમે મુંઝાયા છો. સેવાના સપ્લાયર તરીકેની જગ્યા નિર્ધારણ અને સપ્લાયના સ્થાનના વિશે તમારી ગૂંચ છે. નોંધણી પ્રમાણપત્રમાં તમારા ધંધાનું પ્રમુખ સ્થાન નિદર્શિત થયેલ છે. ધંધાનું જગ્યા નિર્ધારણ તમે જ્યાંથી ધંધો કરો છો તે છે. તમે તમારી સેવાનું સપ્લાયની જગ્યા ગુજરાતની અંદર અથવા ગુજરાત બહાર પણ હોઈ શકે. જે આંતર રાજ્ય સપ્લાય અને રાજ્ય અંદરનો સપ્લાય કહેવાય છે. જીએસટીની કલમ ૨૨ પ્રમાણે સપ્લાયર જે રાજ્યમાંથી વેરા પાત્ર સપ્લાય કરે છે અને તેનો એકત્રિત વેપાર રૂા. ૨૦ લાખથી વધુ હશે તમારે ફક્ત ગુજરાતમાં જ નોંધણી કરવાની છે. સ્થાયી મિલકતના બાંધકામનો વર્કસ કોન્ટ્રાક્ટ સેવાના સપ્લાયની જગ્યા બાંધકામની જમીન જ્યાં હશે તે સપ્લાયની જગ્યા હશે, નોંધણી માટેની જગ્યા નહીં. એટલે તમારે રાજસ્થાનમાં નવેસરથી જીએસટી માટે કોઈ નોંધણી કરવાની આવશ્યકતા નથી. રાજસ્થાન માટે તમે ઓફિસ ખોલો તો જ નોંધણી કરવી જોઈએ.

પ્રસ્તાવના વર્ષો પહેલા બીલ, વસ્તુની કિંમત કેટલી, તે જણાવતો દસ્તાવેજ હતો. VAT અમલ બાદ અને જીએસટીમાં બીલ મહત્ત્વનો દસ્તાવેજ છે. વસ્તુ ખરીદનાર, બીલની જરૂર નથી. એવું કહેનારો બહુ મોટો વર્ગ હતો. અત્યારે પણ હશે પણ, જીએસટીના કારણે વેચનાર વેપારી ‘બીલ વગર માલ નહીં વેચું, તેવું માનવાવાળો વર્ગ વધ્યો છે. કારણ વસ્તુ વેચનાર અને ખરીદનાર બંને માટે બીલ સાથેનો ધંધો ફાયદાકારક છે. કેવળ વસ્તુ વાપરનાર, ઉપભોક્તાને બીલની જરૂરિયાત બાબત બે મત હોઈ શકે. પણ વસ્તુના ઉત્પાદનથી એના વપરાશ સુધી બધા જ વેપારીઓ છે, જેના માટે બીલ અત્યંત આવશ્યક દસ્તાવેજ છે.

બીલ કે ઈન્વોઈસ વસ્તુ વેચનાર, ખરીદનાર ને આપે છે. અથવા સપ્લાયર વસ્તુ કે સેવાના સપ્લાય માટે સપ્લાય મેળવનારને અપાતું ધંધાકીય સાધન છે. ઈન્વોઈસના આધારે સપ્લાયર અને મેળવનાર બંનેની ઓળખાણ આપતો દસ્તાવેજ છે. જેમાં વસ્તુ કે સેવાની વિગત એનો જથ્થો, સપ્લાયની તારીખ, સપ્લાયના વાહનની વિગત, વસ્તુ કે સેવાની કિંમત અને ડિસ્કાઉન્ટ (હોય તો), વસ્તુ કે સેવાની ડીલીવરી અને કિંમતની ચૂકવણીની વિગત આપેલ હોય છે. ઈન્વોઈસ, વેરાની જોગવાઈઓનું પાલન કરતો અત્યંત મહત્ત્વનું પાસું છે. કેટલીક બાબતોમાં પૈસાની માંગણી અને પૂરેપૂરા પૈસા મળી જાય તો વસ્તુની માલિકીનો પણ દસ્તાવેજ હોય છે. કલમ ૩૧ની જોગવાઈ મુજબ દરેક વસ્તુ કે સેવાના સપ્લાય માટે ઈન્વોઈસ ફરજીયાત છે. ફક્ત વસ્તુ કે સેવાનો સપ્લાય કરનાર જ વ્યક્તિ ઈન્વોઈસ આપે છે એવું નથી. પણ નોંધાયેલ સપ્લાય મેળવનાર (ખરીદનાર) જ્યારે, બિન નોંધાયેલ વેપારી (વેચનાર) પાસેથી વસ્તુ કે સેવા મેળવે, ત્યારે પૈસા ચૂકવવાનું વાઉચર / ટેક્ષ ઈન્વોઈસ રજૂ કરવું, જીએસટી કાયદો ફરજીયાત બનાવે છે. ક્યાં પ્રકારનો નોંધાયેલ વેપારી સપ્લાય કરે છે. તેના આધારે ઈન્વોઈસનો પ્રકાર છે. ટેક્ષ ઈન્વોઈસની જોગવાઈઓ સમજતા પહેલા થોડાક શબ્દો સમજીએ. ૧. ક્રેડીટ નોટ કલમ ૨(૩૭) (ક્રેડિટ નોટ) કલમ ૩૪(૧) ની જોગવાઈ મુજબ નોંધાયેલ વેપારી દ્વારા આપતો દસ્તાવેજ છે. ૌ. વસ્તુ કે સેવાની ખરેખરની કિંમત (છાપેલ કિંમત) કરતા સપ્લાયરે ભૂલથી નક્કી કરેલ કિંમત (વસુલ કરેલ કિંમત) (વેચાણ કિંમત) વધુ છે. ૌૌ. વસ્તુ કે સેવાના સપ્લાયમાં સપ્લાયરે ભૂલથી વસુલવા પાત્ર વેરા કરતા વધુ વેરો ઈન્વોઈસમાં બતાવેલ છે અને વસુલ કરેલ છે. ૌૌૌ. ટેક્ષ ઈન્વોઈસમાં દર્શાવેલ માલનો જથ્થો કરતા સપ્લાય મેળવનારને મળેલ સપ્લાય ઓછો હોય. ૌત્. સપ્લાય મેળવનારને મળેલ વસ્તુ કે સેવાથી સંતોષ નહીં હોય, સપ્લાય મેળવનાર વસ્તુ પાછી આપે, તેથી ઈન્વોઈસમાં દર્શાવેલ કિંમતથી થોડીક ઓછી કે પૂરેપૂરી પાછી મેળવવાની હોય છે. ત્. એવા જ બીજા કોઈ કારણથી સપ્લાયર એવી પરિસ્થિતિમાં વ્યવહારને નિયમિત કરવા માટે મેળવનારને ક્રેડીટ નોટ આપવા પાત્ર છે. ક્રેડીટ નોટ આપવાથી સપ્લાયરની ટેક્ષ ચૂકવવાની જવાબદારી ઘટે છે. ૨. ડેબીટ નોટ (Debit Note) કલમ ૨(૩૮) કલમ ૩૪(૩)ની જોગવાઈ મુજબ નોંધાયેલ વેપારી દ્વારા અપાતો દસ્તાવેજ ટેક્ષ ઈન્વોઈસ આપ્યા બાદ સંજોગોવસાત વિશેષ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે વધારાનું ઈન્વોઈસ અથવા ડેબીટ નોટ રજૂ કરે છે. ૌ. વસ્તુ કે સેવાની ખરેખરની છાપેલ કિંમત કરતા સપ્લાયરે ભૂલથી નક્કી કરેલ કિંમત (વેચાણ કિંમત, વસુલ કરેલ કિંમત) ઓછી છે. ૌૌ. વસ્તુ કે સેવાના સપ્લાયમાં સપ્લાયરે ભૂલથી વસુલવાપાત્ર વેરા કરતા ઓછો વેરો ઈન્વોઈસમાં બતાવેલ છે અને વસુલ કરેલ છે. ૌૌૌ. ટેક્ષ ઈન્વોઈસમાં દર્શાવેલ માલનો જથ્થો અને મોકલાવેલ માલનો જથ્થો વધુ છે. ૌત્. એવા જ બીજા કોઈ કારણથી દર્શાવેલ કારણોથી વ્યવહારને નિયમિત, યોગ્ય કરવા સપ્લાયર ડેબીટ નોટ સપ્લાય મેળવનારને આપવાપાત્ર છે. ડેબીટ નોટ આપવાથી સપ્લાયરની ટેક્ષની જવાબદારી વધે છે. ૩. માલનો સપ્લાય સતત કરવાનો (Continuous supply of Goods) કલમ ૨(૩૮) કરાર હેઠળ, સપ્લાયર સતત અને અવિરત માલ સપ્લાય કરવા સંમત થયેલ છે. સપ્લાય વાયર, પાઈપ લાઈન અથવા બીજા સાધનો દ્વારા કરે, અને સપ્લાયર સમયાંતરે સપ્લાય મેળવનારને નિયમિત ઈન્વોઈસ રજૂ કરે છે. ૪. સેવાનો સતત સપ્લાય (Continuous supply of Goods) કલમ ૨ (૩૩) કરાર હેઠળ ૩ મહિનાથી વધુ સમય માટે સપ્લાયર સતત અવિરત સેવા સપ્લાય કરવા સંમત થયેલ છે. જેની સામાયિક ચૂકવણી માટે સપ્લાય મેળવનાર જવાબદાર છે. ૫. દસ્તાવેજ (Documents) કલમ ૨(૪૧) જેમાં હસ્તલિખિત અથવા છાપેલ રેકોર્ડ જે ઈલેક્ટ્રોનિક પણ હોઈ શકે. ૬. વેરામુક્ત સપ્લાય (Continuous supply of Goods) કલમ ૨(૪૭) વસ્તુ કે સેવાનો સપ્લાય જેના પર જીએસટી નીલરેટ વેરો અથવા જેના પર કલમ ૧૧ હેઠળ વેરો પૂરેપૂરો માફ છે. અથવા જે સપ્લાય પર જીએસટી લાગતો જ નથી. બિનવેરાપાત્ર છે. ૭. ત્રિમાસિક (Quarter) કલમ ૨(૯૨) કેલેન્ડર વર્ષના એક પછી એક માર્ચ, જૂન સપ્ટેબર અને ડિસેમ્બરનો છેલ્લો દિવસ.

ઈન્વોઈસ કે બીલ (Invoice) જીએસટી અંતર્ગત ઈન્વોઈસના મુખ્ય બે પ્રકાર છે. જેમાં એક છે. ટેક્ષ ઈન્વોઈસ અને બીજો છે. બીલ ઓફ સપ્લાય. ટેક્ષેબલ, વેરાપાત્ર વસ્તુ કે સેવાના સપ્લાય માટે નોંધાયેલ વેપારીએ ટેક્ષ ઈન્વોઈસ આપવાનું છે. (Taxable Invoice). બિન નોંધાયેલ વેપારી ટેક્ષેબલ ઈન્વોઈસ આપી નહીં શકે અને કોમ્પોઝીટ સ્કીમ અંતર્ગત (કિફાયતી / રાહત દરમાં) નોંધાયેલ વેપારી ટેક્ષેબલ ઈન્વોઈસ રજૂ કરશે નહીં. તેમજ વસ્તુ કે સેવા જીએસટીમાં મુક્ત છે તેના સપ્લાય માટે ટેક્ષેબલ ઈન્વોઈસ રજૂ કરવું જરૂરી નથી. બીલ ઓફ સપ્લાય, બિન નોંધાયેલ વેપારી વસ્તુ કે સેવાના સપ્લાય માટે આપવાનું છે. તેમજ કિફાયત દરે કે રાહત દરે જીએસટીમાં નોંધાયેલ વેપારી, વસ્તુ કે સેવાના સપ્લાય માટે બિલ ઓફ સપ્લાય આપશે. વેરામુક્ત કે સેવાના સપ્લાયમાં પણ બીલ ઓફ સપ્લાય આપશે. ટેક્ષ ઈન્વોઈસ (Tax Invoice) જીએસટીની કલમ ૩૧ની જોગવાઈ પ્રમાણે ટેક્ષ ઈન્વોઈસ બનાવવાનું રહેશે. ટેક્ષ ઈન્વોઈસ માટે કોઈ વિશિષ્ટ ફોરમેટ, સાઈઝ, કલર માટેની જોગવાઈ નથી. ઈન્વોઈસ હસ્તલિખિત અથવા ઈલેક્ટ્રોનિક પ્રિન્ટેડ પણ બનાવી શકાય છે. નોંધાયેલ વેરાપાત્ર વેપારી વેરાપાત્ર વસ્તુ કે સેવાનો સપ્લાય કરશે ત્યારે ટેક્ષ ઈન્વોઈસ આપવાનું છે. વિગતો ટેક્ષ ઈન્વોઈસમાં દર્શાવવાની રહેશે. જે જીએસટીની કલમ ૩૧માં આપેલ છે. ૧. ટેક્ષ ઈન્વોઈસ આપવાની સમય મર્યાદા કલમ ૩૧(૧)(૨)(૪)(૫) નિયમ ૪૭ સમય મર્યાદા, સપ્લાયના પ્રકાર આધાર પર છે. સપ્લાય વસ્તુનો છે કે સપ્લાય સેવાનો છે. વસ્તુનો સપ્લાય દુકાનમાંથી, ગોડાઉનમાંથી, જોબવર્કરના કારખાનામાંથી કે સપ્લાયર સીધો જ વેપારીને બદલે ગ્રાહકને માલ મોકલવામાં આવે છે. જુદી જુદી જગ્યા અને જુદા જુદા સમયે વસ્તુનો સપ્લાય થાય છે. તે પ્રમાણે ઈન્વોઈસનો સમય જીએસટીના કલમ ૩૧ની જોગવાઈ મુજબ ઈન્વોઈસ આપવાનો રહેશે. નોંધાયેલ વેપારી વેરાપાત્ર વસ્તુના સપ્લાય પહેલા પણ ઈન્વોઈસ ઈશ્યુ કરી શકે છે. વેપારી વસ્તુના અવર જવર માટે પોતાના દુકાનમાંથી કે પોતાના કારખાનામાંથી અથવા અન્ય જગ્યાએથી માલ મોકલવા માટે ભાર કાઢે છે તે વખતે ઈન્વોઈસ ઈશ્યુ કરી શકે છે. અથવા વેપારી માલ ગ્રાહકને પહોંચાડે છે કે ગ્રાહકને સોંપે છે ત્યારે ઈન્વોઈસ ઈશ્યુ કરી શકે છે. સરવાળે વેપારી માલના સપ્લાય પહેલા કે માલ અવર જવર માટે પોતાના જગ્યાએથી ભાર કાઢે છે અથવા માલ ગ્રાહકને પહોંચાડે છે ત્યારે ઈન્વોઈસ ઈશ્યુ કરવાનો સમય છે. કરાર આધારિત વેપારી એકધારું સતત માલ સપ્લાય કરવા માટે સંમત હોય ત્યારે ક્રમમાં જ્યારે જ્યારે માલનો સપ્લાય થાય ત્યારે ત્યારે ઈન્વોઈસ ઈશ્યુ કરવું જોઈએ અથવા માલ મોકલ્યાનું પત્રક સ્ટેટમેન્ટ જ્યારે જ્યારે મોકલવાનું થાય ત્યારે ઈન્વોઈસ ઈશ્યુ કરાશે અથવા સમયે સમયે માલની કિંમતનું ચૂકવણું થાય ત્યારે ઈન્વોઈસ ઈશ્યુ કરાશે. વેપારી માલ ગ્રાહકના પસંદગી માટે મોકલે છે. ગ્રાહક પસંદગીવાળો માલ રાખી બાકીનો માલ વેપારીને પાછો આપે ત્યારે ઈન્વોઈસ આપવા માટેનો સમય સપ્લાય પહેલા મોકલવામાં આવે ત્યારે ઈન્વોઈસ ઈશ્યુ કરાશે અથવા પસંદગીનો સમય વધુ લાગે તો વધુમાં વધુ ૬ મહિનામાં ઈન્વોઈસ ઈશ્યુ કરવાનું થાય છે.