Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૪ મે, ૨૦૧૯, વૈશાખ વદ-૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક -૩૩૫

મુખ્ય સમાચાર :
જીએસટીમાં નોંધણી ક્યાં અને ક્યારે, સ્વૈચ્છિક નોંધણી અને નોંધણીની વિધિ / પ્રક્રિયા
31/01/2019 00:01 AM Send-Mail
પ્રસ્તાવના વેપાર કરતો વેપારી જીએસટી અંતર્ગત નોંધણી કરવાથી કાયદેસરનો વસ્તુ કે સેવાનો વેરાપાત્ર સપ્લાયર પ્રસ્થાપિત થાય છે. ખરીદેલ માલ કે સેવા પર ચૂકવાયેલ જીએસટીની ઈનપુટ ટેક્ષ ક્રેડીટ કેવળ નોંધાયેલ વેપારીને મળે છે. જે ક્રેડીટનો ઉપયોગ વેપારી પોતાના વેચાણ પર સરકારને ચૂકવવાપાત્ર વેરામાં કરવાથી વેપારીનું વેરા ભારણ ઘટે છે અને છેલ્લે વેપારીના ગ્રાહક વેપારીને પણ ઈનપુટ ટેક્ષ ક્રેડીટનો લાભ મળે છે. નોંધાયેલ વેપારીઓ ઈનપુટ ટેક્ષ ક્રેડીટનો પ્રવાહ માલના ઉત્પાદનથી એના વપરાશ સુધી અવિરત વિક્ષેપ વગર ચાલુ રાખે તો પ્રવાહની કડીમાં વેપારીને જીએસટીનું ભારણ રહેશે નથી. એટલે જ નોંધણી કરવી અત્યંત આવશ્યક છે.

ક્યાં અને ક્યારે નોંધણી કરવાની છે (કલમ ૨૫(૧) વાર્ષિક એકત્રિત વેપાર રૂા. ૨૦ લાખની મર્યાદા વટાવી ચૂકેલા માટે કલમ ૨૨ હેઠળની જોગવાઈ પ્રમાણે નોંધણી કરવાની રહેશે. તેમજ કલમ ૨૪ની જોગવાઈ અનુસાર રૂા. ૨૦ લાખની મર્યાદા નહીં વટાવેલ છતાં ફરજીયાત નોંધણી કરવાની રહેશે. જે દિવસે વેપારી નોંધણી માટે જવાબદાર બને છે તે દિવસથી ૩૦ દિવસમાં નોંધણી કરવાની છે. વેપારી જે રાજ્યમાં કે કેન્દ્રશાષિત પ્રદેશ વેપાર કરે છે તેજ રાજ્યમાં નોંધણી કરવાની રહેશે. પ્રાસંગિક / છૂટક ધંધાકીય વ્યવહાર કરે છે એવો છૂટક વેરાપાત્ર વેપારી અને બિન નિવાસી વેરાપાત્ર વ્યક્તિએ પણ ધંધો શરૂ કરતા પહેલાં પાંચ દિવસમાં ધંધાના રાજ્યમાં નોંધણી કરવાની રહેશે. દરિયા માર્ગે માલનો સપ્લાય કરનાર વેપારીએ જવાબદાર બન્યાના ૩૦ દિવસમાં દરિયા માર્ગ નજીકના રાજ્યમાં નોંધણી કરવાની રહેશે. રાજ્ય પ્રમાણે નોંધણી (કલમ ૨૫(૨) નિયમ ૧૧) જીએસટીમાં કેન્દ્રિય નોંધણી પદ્ઘતિ નથી એટલે નોંધણી રાજ્ય દીઠ થાય છે. વેપારીની એકથી વધુ રાજ્યોમાં શાખાઓ માટે જુદી જુદી નોંધણી કરાવવાની રહેશે અને એક જ રાજ્યમાં એક થી વધુ શાખાઓ માટે એક જ નોંધણી કરાવી એક ધંધાનું પ્રમુખ સ્થળ, બાકીના વધારાના ધંધાની જગ્યાઓ જાહેર કરવાનું રહેશે. વેપારી પાસે રાજ્યમાં આવેલ અનેક શાખાઓ માટે જુદી જુદી નોંધણી કરવા વિકલ્પ પણ છે. પરંતુ નોંધણીથી દરેક શાખા જુદું અસ્તિત્વ ધરાવશે અને વેપારી એક શાખાથી બીજી શાખાને માલનો સપ્લાય વેરાપાત્ર થશે. વેપારી પોતાની જ બીજી શાખાને સપ્લાય કરેલ માલનું ઈન્વોઈસ ઈસ્યુ કરવાનું અને જીએસટી ચૂકવવા પાત્ર રહેશે. દરેક શાખાની નોંધણી માટે જુદી અરજી કરવાની રહેશે. બધી જ શાખાઓ એક જ પ્રકારનો ધંધો કરતી હશે અથવા શાખાઓનો અલગ વસ્તુ કે અલગ સેવાના સપ્લાયનો ધંધો હોઈ શકે. કોમ્પોઝીશન સ્કીમમાં જવું હશે તો બધી જ શાખાઓને એક સાથે લાગુ પડશે. એક કરોડ સુધીનો વાર્ષિક એકત્રિત વેપારની મર્યાદા એક સાથે મળીને બધી જ શાખાઓને લાગુ પડશે. સ્વૈચ્છિક નોંધણી (Voluntary Registration) કલમ ૨૫(૩) વેપારી કલમ ૨૨ કે કલમ ૨૪ની જોગવાઈ હેઠળ નોંધણી માટે જવાબદાર નથી છતાં જીએસટી અંતર્ગત કાયદેસર વસ્તુ કે સેવાનો સપ્લાયર પ્રસ્થાપિત થવા મરજીયાત નોંધણી કરી શકે છે. અન્ય નોંધણી પાત્ર વેપારીની જેમ જ નોંધણીની અરજી કરવાની છે. જીએસટીની બધી જ જોગવાઈઓ નોંધાયેલ વેપારીની જેમ સ્વૈચ્છિક નોંધણી કરનાર વેપારીની લાગુ પડશે. એનો એકત્રિત વેપાર વાર્ષિક રૂા. ૨૦ લાખથી ઓછો હશે તો પણ. પરમનન્ટ એકાઉન્ટ નંબર (PAN) કલમ ૨૫(૬)(૭) જીએસટીમાં નોંધણી માટે વેપારી પાસે આવકવેરો કાયદો ૧૯૬૧ ના નેજા હેઠળ ડઅટહોવો જ જોઈએ. PAN વગર જીએસટીમાં નોંધણી થઈ શકે નહીં. બિન-નિવાસી વેરાપાત્ર વ્યક્તિ માટે PAN ન હોય તો એનો માન્ય પાસપોર્ટની સ્વ-પ્રમાણિત નકલ રજૂ કરી બિન-નિવાસીનો અધિકૃત ભારતીય રહેવાસી વ્યક્તિ જેની પાસે ડઅટ છે એની સહી સાથે નોંધણી માટે અરજી કરવાની રહેશે. જીએસટી અધિકારી દ્વારા સુવો-મોટો(Suo-Moto) હંગામી નોંધમી (કલમ ૨૫(૮) નિયમ ૧૬) સર્વે, તપાસ (Inquiry), નિરીક્ષણ (Inspection), સર્ચની જીએસટી અંતર્ગત કાર્યવાહી દરમ્યાન અધિકારીને જરૂરિયાત લાગે અને વેપારીએ નોંધણી કરવા અરજી કરેલ નથી તો અધિકારી જાતે જ વેપારીની જીએસટી માટે નોંધણી કરે છે. નોંધણીનું પ્રમાણપત્ર Form GST REG-12 અધિકારી ઈશ્યુ કરે. આવી નોંધણી સામાન્યત: હંગામી ધોરણે હોય છે. નોંધણીનો અમલ તરત જ જે દિવસે સર્ટિફિકેટ આપેલ હોય તે જ તારીખે થાય છે. હંગામી ધોરણે નોંધાયેલ વેપારીએ ૯૦ દિવસમાં નિયમિત નોંધણી માટેની અરજી કરવાની રહેશે અથવા ૩૦ દિવસમાં એપેલેટ અધિકારીને અપીલ કરવાની છે. જીએસટીમાં નોંધણી કરવાની વિધિ (Procedure for Registration) (કલમ ૨૫ નિયમ ૮, ૯ અને ૧૦) નોંધણી કરવા જવાબદાર, સ્વૈચ્છિક નોંધણી કરનાર, કોમ્પોઝીશન સ્કીમનો વેપારી, છૂટક ધંધો કરનાર વેરાપાત્ર વ્યક્તિ એ જીએસટીના કોમન પોર્ટલ પર ઓનલાઈન અરજી ફોર્મ GST REG-01 ભરીને કરવાની છે. અરજી ફોર્મના બે ભાગ છે. જેમાં પાર્ટ-એ અને પાર્ટ - બી છે. જે વ્યક્તિ કોમ્પ્યૂટર અને ઈન્ટરનેટના ઉપયોગથી વાકેફ ન હોય એવા વેપારીને જીએસટીના સવલત કેન્દ્ર પરથી મદદ કરવામાં આવે છે. ફોર્મ અપલોડ કરી આપવામાં આવે છે. અરજીના ભાગ એમાં અરજી કરનારે ડઅટ, ઝગ્ૃૌર્ર ટણ્ર્ક્ૃચ્, ઉ-ઝૂૌ્ર એડ્રેસ અને રાજ્યનું નામ (કેન્દ્રશાશિત પ્રદેશનું નામ) જાહેર કરવાનું રહેશે. ડઅટ ની માન્યતા ઓનલાઈન કોમન પોર્ટલ પરથી ઈઇંર ના ડેટાબેઝ પરથી મળશે. મોબાઈલ નંબર અને ઈ-મેઈલ એડ્રેસ પર વન ટાઈમ પાસવર્ડ ઓટીપી મોકલવાથી ચકાસણી થશે. ત્રણેની ચકાસણી બાદ રદટ ટેમ્પરરી રેફરન્સ નંબર જનરેટ થશે જે અરજદાર વેપારીને મોબાઈલ અને ઈ-મેઈલ પર મોકલવામાં આવશે. ત્યારબાદ અરજદાર વેપારીએ રદટ ના ઉપયોગથી અરજીનો ભાગ-બી આવશ્યક, નિદર્શિત દસ્તાવેજો જીએસટી કોમન પોર્ટલ પર અપલોડ કરવાના છે. મળેલ અરજીની સ્વિકૃતિ નક્કી કરેલ ફોર્મ જીએસટી દઉં-૦૨ માં અરજદારને મોબાઈલ અને ઈ-મેઈલ પર મોકલાશે. છૂટક વેપારી એડવાન્સ ટેક્ષ ડિપોઝીટ ભર્યા બાદ સ્વિકૃતિ આપવામાં આવશે. આગળની કાર્યવાહી કરવા માટે યોગ્ય અધિકારીને અરજી મોકલવામાં આવશે. અધિકારી મળેલ અરજી અને બિડેલ દસ્તાવેજો ચકાસશે. જો અરજી અને દસ્તાવેજો યથા યોગ્ય હશે તો અરજી મળ્યાની તારીખથી ૩ દિવસમાં અધિકારી ંફર દઉં-૦૬ ફોર્મમાં નોંધણીનું પ્રમાણપત્ર (ર્દર્ૌજ્ઞ્ચ્ૂઞૈગ્ખ્ ઈર્ર્ચ્ઞૈંૌેૂર્ઞ્) મંજૂર કરશે. પરંતુ અરજી અને દસ્તાવેજો અધિકારીને વ્યવસ્થિત લાગશે નહીં ત્યારે અરજદારને ૩ દિવસમાં નોટીસ ંફર દઉં-૦૩ ફોર્મમાં મળશે. જેમાં અરજીમાં આપેલ માહિતી અને દસ્તાવેજો બાબતે ખુલાસો માંગવામાં આવે ત્યારે અરજદારે નોટીસ મળ્યાના ૭ દિવસમાં સ્પષ્ટતા ંફર દઉં-૦૪ ફોર્મમાં કરવાની રહેશે. આપેલ ખુલાસો અધિકારીને સંતોષકારક લાગશે તો નોંધણીનું પ્રમાણપત્ર મંજૂર થશે અથવા સંતોષકારક નહીં હોય તો અરજી રદ્દ કરવામાં આવશે. જે GST REG-૦5 ફોર્મમાં અરજદારને મોકલાશે.

વ્યવસ્થિત પૂરતા દસ્તાવેજો સહિત મળેલ અરજી જીએસટી અધિકારી કાર્યવાહી ન કરે અને નોંધણી પ્રમાણપત્ર ન મળે ત્યારે અરજદારે અરજી મંજૂર થયેલ છે તે માની લેવાનું છે અથવા અધિકારીને અરજદાર પાસેથી માંગેલ સ્પષ્ટતા અરજદારે આપેલ હોય, દિવસ ૭માં નોંધણીનું પ્રમાણપત્ર મળેલ ન હોય તો અરજદારે અરજી મંજૂર થઈ છે એવું માની લેવાનું છે. નિયમ - ૨૫ની જોગવાઈ પ્રમાણે નોંધણીનું પ્રમાણપત્રની મંજૂરી આપેલ છે છતાં અધિકારીને ફીઝીકલ તપાસ કરવાનો અધિકાર છે. અધિકારી ધંધાની સ્થળ તપાસ કરશે અને તપાસનો રીપોર્ટ જેમાં વધારાના દસ્તાવેજો, ફોટોગ્રાફ ૧૫ દિવસમાં જીએસટીના કોમન પોર્ટલ પર આપેલ ફોર્મમાં અપલોડ કરશે. આ બધી જ વિધિ પ્રક્રિયા પૂરી થયા બાદ નોંધણીના પ્રમાણપત્ર પર સહી કરશે. અને ધંધાનું પ્રમુખ સ્થળ સાથે અને હોય તો વધારાની જગ્યાઓ સરનામા સાથે (PPOB - Principal Place of Business, APOB - Additional Place of Business) જીએસટી કોમન પોર્ટલ પરથી વેપારીને ંફરકટ ગુડ્ઝ એન્ડ સર્વિસીસ ટેક્ષ આઈટેન્ટીફીકેશન નંબર મળશે. ંફરકટના ફોરમેટમાં પહેલાં બે રાજ્યના કોડ છે પછીના ૧૦ ડઅટછે બાદના બે કોડ ધંધાના જગ્યાઓની સંખ્યા અને છેલ્લે એક કેરેક્ટર છે. ગુજરાત રાજ્યના વેપારીઓ માટેનો ંફરકટ ૨૪અઇઈંઉ૧૨૩૪ઊ૧ુજ હોઈ શકે. નોંધણીનું પ્રમાણપત્ર ધંધાના સ્થળો પર વેપારીએ પ્રદર્શિત કરવાનો રહેશે. ધંધાના સ્થળે મૂકેલ સાઈન બોર્ડ પર લખવાનો છે અને ધંધાના વ્યવહારો જેમ કે ઈન્વોઈસ પર છાપવાનો રહેશે.