Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૪ મે, ૨૦૧૯, વૈશાખ વદ-૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક -૩૩૫

મુખ્ય સમાચાર :
જીએસટી માટે ફરજિયાત નોંધણી અને નોંધણીમાંથી મુક્તિ
24/01/2019 00:01 AM Send-Mail
જીએસટી સવાલ-જવાબ
(૧) ક્લબની સેવાઓ સવાલ : અમારો ક્લબ છે. આણંદમાં એક ઓફિસ છે, જ્યાંથી પ્રવૃત્તિઓનું નિયંત્રણ કરવામાં આવે છે. અમે ડોનેશન લઇએ છીએ અને સભ્યો પાસેથી ફી લઇએ છીએ. સભ્યોને અમે કોઇ સેવા કે વસ્તુનો લાભ કરાવતા નથી. અમે ફક્ત ધર્માદા પ્રવૃત્તિ કરીએ છીએ. વિદ્યાર્થીઓને પુસ્તકો આપવા અથવા એમની શાળાની ફી ભરીએ છીએ. અમારો ક્લબ આવક વેરામાં નોંધાયેલ છે. અમારે જીએસટીમાં નોંધણી કરાવવી અને અમારી પ્રવૃત્તિ પર જીએસટી ચૂકવવાપાત્ર છે? જવાબ : તમે તમારા સદસ્યોને કોઇ સેવા કે લાભ આપતા નથી એટલે મેમ્બરશીપ ફીનું વળતર ગણાય નહીં. સદસ્યતા ફી કેવળ ચેરિટેબલ પ્રવૃત્તિ કરવામાં ખર્ચાય છે. કોઇ વસ્તુનો વેપાર પણ તમે કરતાં નથી. વસ્તુના બદલામાં કોઇ વળતર/અવેજ વસૂલ કરતા નથી. વસ્તુ કે સેવાના સપ્લાય ચેરિટેબલ હેતુ માટે છે તેથી તે વેરાપાત્ર સપ્લાય નથી. તેથી તમારા ક્લબની જીએસટીમાં નોંધણી કરાવવાની જરૂર નથી. તમને કોઇ ઇનપુટ ટેક્સ ક્રેડિટમળવાપાત્ર નથી. ઉપરાંત તમે આવક વેરામાં નોંધાયેલા છો. આવક વેરાની કલમ ૧૨ એએમાં નોંધાયેલ હોવાના કારણે ચેરિટેબલ પ્રવૃત્તિ જાહેરનામું નંબર ૧૨/૨૦૧૭ સીટી (રેટ) પ્રવૃત્તિ જીએસટી નીલ રેટમાં આવે છે. ના તો નોંધણી અને નહીં જીએસટી ચૂકવવાની આવશ્યકતા.તમારી પ્રવૃત્તિ વેરા મુક્ત છે. (૨) ઇનપુટ ટેક્ષ ક્રેટિડ સવાલ : હું એક વ્યવસાયી સેવાઓ આપુ છું. મારા વ્યવસાય માટે હું એક કાર વાપરુ છું. કારનો રિપેરિંગ-મેન્ટેનન્સ ચાર્જ આપુ છું. ટાયર ખરીદુ છું. ઇન્શ્યુરન્સ પ્રીમિયમ ચૂકવુ છું. આ બધા પર જીએસટી ચૂકવુ છું. તેની ઇનપુટ ટેક્ષ ક્રેડિટ મને મળશે? જવાબ : જીએસટીની કલમ ૧૭ (૫) એ પ્રમાણે ઇનપુટ ટેક્ષ ક્રેડિટ મોટર વ્હીકલ પર મળવા પાત્ર નથી. પણ મોટર વ્હીકલનો ઉપયોગ મોટર વેચાણ અથવા પ્રવાસી પરિવહન માટે અથવા માલ પરિવહન અથવા મોટર ડ્રાઇવિંગમાં વાપરવામાં આવે તો ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળવાપાત્ર છે. આપ કન્સલ્ટન્સી સેવાઓનો વ્યવસાય કરો છો તેથી તમને મોટર વ્હીકલ પર ઇનપુટ ટેક્ષ ક્રેડિટ મળવા પાત્ર નથી. મોટર સાથેના ખર્ચાઓ આપ કરી રહ્યાં છો. જેમકે રિપેર,ટાયર, ઇન્શ્યુરન્સ પર પણ આપને ઇનપુટ ટેક્ષ ક્રેડિટ મળશે નહીં.

પ્રસ્તાવના જીએસટી વેરો ચૂકવનાર વેપારીની જીએસટી કાયદા હેઠળ નોંધમી કરવાથી વેપારી પ્રસ્થાપિત થાય છે. વેપારી જીએસટી કાયદાનું પાલન કરે તેથી દેશની આર્થિક સ્થિતિમાં પણ વૃદ્ઘિ થાય લાભકારક નિવડે. નોંધણી ન કરવાથી વેપારી ન તો વેચેલ માલ પર ગ્રાહક પાસેથી જીએસટી વસૂલી શકે, નહીં ખરીદેલ માલ પર સપ્લાયરને ચૂકવેલ જીએસટીની ઇનપુટ ટેક્ષ ક્રેડિટ મેળવી શકે. વેપારી નોંધણી કરવાથી માલ કે સેવાનો કાયદેસરનો સપ્લાયર થાય છે. ખરીદેલ માલ પર સપ્લાયરને ચૂકવેલ જીએસટીની ઇનપુટ ટેક્ષ ક્રેડિટનો હકદાર દાવેદાર બનેછે. અને મેળવેલ ક્રેડિટનો ઉપયોગ વેચાણ પર સરકારનો ચૂકવતો જીએસીટમાંથી બાદ કરી શકે. સરકારને ચૂકવેલ જીએસટીની ક્રેડિટ ખરીદનાર વેપારીને મળવાપાત્ર થાય છે. ક્રેડિટનો પ્રવાહ આખા દેશમાં સપ્લાયરથી ખરીદનાર સુધી અવિરત અવરોધ વગર પહોંચે છે. નોંધણીની લાક્ષણિકતા આખા દેશ માટે કેન્દ્રીય એક જ નોંધણી જીએસટી માટે નથી જે આવકવેરા માટે છે. રાજ્ય સહ દાખલા તરીકે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ. રાજ્યદીઠ જીએસટીમાં વેપારીએ નોંધાવવાનું રહે છે. ગુજરાતનો વેપારી રાજસ્થાનમાં શાખા ધરાવેતો વેપારીએ ગુજરાત અને રાજસ્થાનમાં અલગ નોંધણી કરાવવી પડે. વેપારી ગુજરાતમાં જ જુદા જુદા શહેરોમાં શાખાઓ, દુકાનો, ઓફિસો ધરાવે જ્યાંથી એ ધંધો કરતો હશે તો એની પાસે એક જ પાન કાર્ડ પર બધી જ શાખાઓની એક કેન્દ્રિય નોંધણી કરાવી શકે અથવા જુદા જુદા પાનકાર્ડ પર જુદી જુદી નોંધણી કરાવી શકે. સરવાળે જીએસટીમાં નોંધણી પાન દીઠ અને રાજ્ય દીઠ નોંધણી કરવાની રહે છે. જીએસટીમાં અલગ અલગ વેરાઓ જેમ કે સીજીએસટી, એસજીએસટી, આઇજીએસટી, યુટીજીએસટી અને કોમ્પન્સેશન સેસ છે,પરંતુ જીએસટીમાં નોંધણી અલગ કરાવવાની રહેતી નથી. જીએસટીના બધા જ પ્રકારના વેરાઓ માટે એક જ કેન્દ્રિય નોંધણી કરાવવાની છે. વેરાના પ્રકાર દીઠ નોંધણી કરવાની નથી. રાજ્યની વસ્તુ અને સેવા વેરાની નોંધણી પ્રક્રિયા અને કેન્દ્રીય વસ્તુ સેવા વેરાની નોંધણી એકસરખી જ છે.

જીએસટીમાં નોંધણી નંબર જીએસટી માટે નોંધણી નંબર ૧૫ અંકનો છે જેમાં ૧૦ અંકનો પાન સમાયેલ છે. પ્રથમ બે અંક રાજ્યના છે જેમ કે ગુજરાતનો આંકડો ૨૪ છે એટલે ગુજરાતમાં દરેક વેપારીના નોંધણીમાં પહેલા બે અંક ૨૪ આવશે. ૨૪ નંબર ગુજરાતના વેપારીની જીએસટીમાં ઓળખાણ છે. ત્રીજા અંકથી બારમાં અંક સુધી પાન આવશે. તેરમો અંક વેપારી પાસે વેપાર માટેના કેટલા સ્થળે તે દર્શાવે છે. એટલે નોંધણી નંબર ૨૪અઇઈંઉ૧૨૩૪ઊ૧ુટ આવો આવશે. નોંધણીની પ્રક્રિયા સમજતા પહેલા કેટલાક શબ્દો જે નોંધણી પ્રક્રિયા સંબંધિત છે તેને સમજીએ. નોંધણીમાં વપરાતા શબ્દોની યાદી ૧. ટેક્ષેબલ સપ્લાય (કલમ ર(૧૦૮)) (ટેક્સેબલ સપ્લાય) જે વસ્તુના કે સેવાના સપ્લાય પર જીએસટી વેરો લાગે એ સપ્લાય વેરાપાત્ર સપ્લાય છે. ૨. ટેક્ષેબલ ટેરેટરી-વેરાપાત્ર વિસ્તાર (ટેક્સેબલ ટેરિટરી) કલમ ૨(૧૦૯)ની જોગવાઈ અનુસાર જે વિસ્તારમાંથી કરેલ કે મેળવેલ સપ્લાય પર જીએસટી વેરો લાગે તે વેરાપાત્ર વિસ્તાર છે. ૩. સ્થાયી વેપાર પેઢી (ઊૌર્ધ્ૈ ઉજ્ઞ્ૂૃ્રૌજેર્ક્ખ્ઞ્) કલમ ર (૫૦)ની જોગવાઇ અનુસાર નોંધાયેલ સ્થળ સિવાયની જગ્યા, જે પ્રમાણમાં સ્થાયી કાયમી છે,જ્યાંથી સેવા આપવામાં આવે અથવા મેળવવામાં આવે, અથવા જ્યાં માનવ શ્રમ કે ટેક્નિકલ રિસોર્સનો ઉપયોગ સેવાના સપ્લાય માટે કરવામાં આવે છે. ૪. ધંધાની પ્રમુખ જગ્યા (પ્રિન્સિપલ પ્લેસ ઓફ બિઝનેસ) કલમ ૨ (૮૯) પ્રમાણે નોંધણીના પ્રમાણ પત્રકમાં જણાવેલ ધંધાની પ્રમુખ જગ્યા સ્થળ. ૫. ધંધો કરવા માટેની જગ્યા (પ્લેસ ઓફ બિઝનેસ) કલમ ૨(૮૫)ની જોગવાઇ પ્રમાણે સામાન્યત: જે સ્થળેથી ધંધો ચાલતો હોય ઉપરાંત ગોડાઉન, વખાર અથવા વેપારી વેરાપાત્ર વસ્તુ કે માલ રાખે છે, વેપારી જે જગ્યાથી માલ સપ્લાય કરે છે અથવા જે જગ્યાએ માલ મેળવે છે, અથવા વેપારી પોતાના ધંધાના હિસાબી ચોપડા રાખે છે તે જગ્યા. ૬. નોંધાયેલ વ્યક્તિ (રજિસ્ટર્ડ પર્સન) કલમ ર(૯૪) કલમ ૨૫માં નોંધાયેલ વ્યક્તિ પણ યુઆઇએન યુનિક આઇડેન્ટિટી નંબર ધરાવતી વ્યક્તિનો સમાવેશ થતો નથી. ૭. જમીન ખેડવાવાળો ખેડૂત (એગ્રિકલ્ચરિસ્ટ) કલમ ૨(૭) વ્યક્તિ કે તેનું કુટુંબ ખેતર ખેડે,પોતે મજુરી કરે અથવા કુટુંબના સભ્યો પાસેથી મજૂરી કરાવે, પૈસા અથવા પૈસાના મૂલ્યવાળી વસ્તુ આપીને ભાડુતી માણસો રાખી તેમના પર દેખરેખ રાખીને ખેતર જમીન ખેડે તે ખેડૂત. ૮. વેરાપાત્ર સમયગાળો (ટેક્ષ પિરિયડ) કલમ ૨(૧૦૬) જે સમયગાળા માટે રિટર્ન ફાઇલ કરવાનો છે તે.

નોંધણી કરવા જવાબદાર વ્યક્તિ ૧. જે વેપારીનો વાર્ષિક એકત્રિત વેપાર રૂ. ૨૦ લાખથી વધુ છે. ધંધો કરતો વ્યક્તિ વેરાપાત્ર વસ્તુ કે સેવાનો સપ્લાય રાજ્યમાં અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં કરે છે. એકત્રિત વેપાર કલમ ૨(૬)માં વ્યાખ્યાયીત કરેલ છે. વેરાપાત્ર સપ્લાય, વેરામુક્ત સપ્લાય, એક્સપોર્ટ સપ્લાય, આંતર રાજ્યનો સપ્લાયનો સરવાળો એકત્રિત વેપાર છે. એકત્રિત વેપાર આખા ભારતમાં થયેલ સપ્લાય અને એક જ પાન આધારિત છે. એટલે એક પાનકાર્ડ પર નોંધાયેલી બધી જ શાખાઓ અને બધા જ પ્રકારના ધંધાના સપ્લાયનો સરવાળો, પરંતુ રિવર્સ ચાર્જ હેઠળ મળેલા સપ્લાય એકત્રિત વેપારમાં ઉમેરાશે નહીં. ૨. વેપારી જીએસટી પહેલાના એટલે કે એક્સાઇઝ ડ્યુટી, સર્વિસ ટેક્ષ, વેટ કાયદા હેઠળ નોંધાયેલ હોય તેને જીએસટીમાં નોંધણી કરવાની રહેશે. ૩. જેના નામે ધંધો નામફેર દ્વારા થયેલ છે. નોંધાયેલ વેપારી પોતાનો ચાલુ વેપાર બીજાને તબ્દીલ કરે તેને જીએસટીમાં નોંધણી કરાવાની રહેશે. નામફેર કરવાનું કારણ કોઇ સરકારી યોજના અંતર્ગત, અમાલગમેસનથી થાય,ડીમર્જરથી થાય,ટ્રિબ્યુનલ અથવા કોર્ટના આદેશથી થાય ત્યારે જેના નામે ધંધો તબ્દીલ થાય છે તેને તે જ દિવસે જીએસટીમાં નવેસરથી નોંધણી કરાવવાની રહેશે. ૪. ખેડૂત, જમીન ખેડવા સિવાયની ધંધાકીય પ્રવૃત્તિમાં સપ્લાય કરશે ત્યારે ખેડૂતે પણ નોંધણી કરવી પડશે. નોંધણીમાંથી છૂટ આપેલ વ્યક્તિઓ (ઉર્ધ્ક્ઘ્ઞ્ ર્ંચ્ગ્ક્ ર્દર્ૌજ્ઞ્ચ્ૂઞૈગ્ખ્) નોંધણી કરવાની જરૂર નથી એવા વ્યક્તિઓની યાદી (કલમ ૨૩) ૧. વેપારી પૂર્ણત, જીએસટી માફ છે તેવા માલ કે સેવાના સપ્લાય કરે છે. ૨.વેપારી સપ્લાય કરે તે વસ્તુ કે સેવા વેરા પાત્ર નથી. ૩. ખેડૂત જે પોતાની જમીનની ઉપજનો સપ્લાય કરે છે. ૪. સરકારે જાહેર કરેલ વેપારીઓએ નોંધણી કરાવવાની નથી. એ) વેપારી જે આંતર રાજ્ય વસ્તુ સેવાનો સપ્લાય કરે છે પણ તેનો એકત્રિત વેપાર રૂા. ૨૦ લાખથી ઓછો રહે છે. બી) હેન્ડી ક્રાફ્ટની વસ્તુઓ ટેક્ષેબલ સપ્લાય કરતો વેપારી જે પરચુરણ સપ્લાય કરે છે. સી) જોબ વર્કર, આંતર રાજ્ય સેવાનો, નોંધાયેલ વ્યક્તિને સપ્લાય કરે છે. ડી) ઇલેક્ટ્રોનિક્સ કોમર્સ ઓપરેટર (ઇ-કોમર્સ) જે વેબ પોર્ટલ આધારે સેવાના સપ્લાયની સુવિધા કરી આપે છે તે રિવર્સ ચાર્જ હેઠળ જીએસટી ચૂકવવા પાત્ર છે. (કલમ ૯(૫) આધારે) અને કલમ ૫૨ હેઠળ વેપારી ટીસીએસ ટેક્સ કલેક્ટેડ એટ સોર્સકરી સરકારને જમા કરે છે. જેનો એકત્રિત વેપાર રૂા. ૨૦ લાખથી વધુ નહીં હોવો જોઇએ. જીએસટી માટે ફરજિયાત નોંધણી (કલમ ૨૪) (કમ્પલ્સરી રજીસ્ટ્રેશન) એ) ગુજરાતનો વેપારી ગુજરાત બહાર સપ્લાય કરે અથવા રાજ્ય બહારથી સપ્લાય મેળવે એનો વાર્ષિક એકત્રિત વેપાર રૂા. ૨૦ લાખથી ઓછો હોય તો પણ જીએસટીમાં નોંધણી કરવી ફરજિયાત છે. એટલે આંતરરાજ્ય સપ્લાય કરનાર વેપારી વાર્ષિક વેપારીની રૂા. ૨૦ લાખ મર્યાદા સિવાય ફરજિયાત નોંધણી કરવી પડે. એક અપવાદ છે જે વેપારી આંતરરાજ્ય ટેક્ષેબલ સેવાનો સપ્લાય કરનાર વાર્ષિક વેપાર રૂા. ૨૦ લાખથી ઓછો હોય તો તેણે નોંધણી નહીં કરવી પડે. (જાહેરનામુ નંબર : ૧૦/૨૦૧૭) બી) પરચુરણ વેરાપાત્ર વેપારી, સ્થાયી ધંધાનું સ્થળ ધરાવતો નહીં હોય અને સપ્લાય કરતો હશે તો નોંધણી ફરજિયાત છે. પરચુરણ વેરાપાત્ર વ્યક્તિ, સંજોગવશાત પ્રસંગોપાત વસ્તુ કે સેવાનો સપ્લાય કરતો હશે. પરચુરણ વેરાપાત્ર વ્યક્તિ કોમ્પોઝીશન સ્કીમ (કિફાયતી/રાહત દરે જીએસટી ચૂકવવાની) લઇ શકશે નહીં. સી) ટેક્ષેબલ સપ્લાય કરનારને જીએસટી ચૂકવવા પાત્ર નથી અને સપ્લાય મેળવનાર ખરીદ પર જીએસટી સરકારને ચૂકવે છે, જે રિવર્સ ચાર્જ કહેવાય. સપ્લાય મેળવનાર ખરીદનાર વ્યક્તિનો વેરાપાત્ર ટર્નઓવર વાર્ષિક રૂા. ૨૦ લાખથી ઓછો હશે તો પણ નોંધણી કરવી પડશે. ડી) વેરાપાત્ર નોન રેસિડન્ટ વ્યક્તિ જ્યારે વેરાપાત્ર સપ્લાય કરે છે ત્યારે નોંધણી કરવી પડશે. ઇ) વેરાપાત્ર વ્યક્તિ વતી જે વ્યક્તિ વેરા પાત્ર સપ્લાય કરે છે એ વ્યક્તિ એજન્ટકે અન્ય હોય તો નોંધણી કરાવે.