Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
લગ્ન પહેલા આ રીતે કરો નાણાંકીય આયોજન
લગ્ન બાદ તમારા આર્થિક જીવનમાં સૌથી વધારે પરિવર્તન આવે છે. જાણો એવા પાંચ નિર્ણયો વિશે જે લગ્ન પહેલા લેવા જોઇએ
17/01/2019 00:01 AM Send-Mail
લગ્નના બંધનમાં બંધાતા પહેલા પોતાના ભવિષ્યના આર્થિક લ-યો અંગે વિચાર કરવો જોઇએ. લગ્ન પહેલા તમામ બાબતોને પ્રાથમિકતા આપતા નાણાકીય સ્થિતિ પર પણ એક વખત વિચાર કરવો જોઇએ. લગ્ન બાદ પર્સનલ ફાયનાન્સથી લઇને રોકાણ સુધી બધુ શેર કરાય છે. આ તમારી આર્થિક સ્થિતિમાં મોટો ફેરફાર લાવે છે. આર્થિક વિશ્લેષકો અનુસાર કોઇ પણ વ્યક્તિ જે લગ્ન કરવા જઇ રહી છે તેને આર્થિક જરૂરિયાતોને સમજી તે માટે પ્લાનિંગ કરવું જોઇએ. એવું પ્લાનિંગ નવા સંબંધોની શરૂઆત પહેલા તમને નક્કર આધાર બનાવવામાં મદદ કરે છે.

નાણાંકીય બાબતોને લઇને ચર્ચા લગ્ન પહેલા પોતાના આગળના જીવન માટે નાણાંકીય સ્થિતિ અંગે વાત કરો. તેનાથી તમે એકબીજાની આર્થિક જરૂરિયાતો અને દેણદારીઓને સમજી શકશો. તમારા આર્થિક લ-યો અંગે વિચાર વિમર્શ કરવાનું અત્યંત મહત્વપૂર્ણ છે. તેમાં બન્નેને પોતાની ક્રેડિટ પ્રોફાઇલિંગ જેમાં જૂની ન ચૂકવી હોય તેવી લોન, ક્રેડિટ કાર્ડના બિલ અને એકબીજાના ક્રેડિટ સ્કોર અંગે વાત કરવી જોઇએ. સાથે જ એકબીજાના પોત પોતાના વર્તમાન ખર્ચ અંગે પણ માહિતી શેર કરવી જોઇએ. પોતાનું બેન્ક ખાતુ મેનેજ કરવું પહેલા જ એ વાત સ્પષ્ટ કરી લેવી જોઇએ કે લગ્ન પછી તમે વ્યક્તિગત બેન્ક ખાતા ચાલુ રાખશો કે પછી જોઇન્ટ એકાઉન્ટ શરૂ કરશો. આર્થિક વિશેષજ્ઞો અનુસાર જોઇન્ટ બેન્ક એકાઉન્ટ અનેક લાભ ઓફર કરે છે. સાથે જ એકાઉન્ટમાં મૂકેલા પૈસાનો ઉપયોગ તમે બન્ને કરી શકો છે. તેનાથી ઉપાડ, પેમેન્ટ અને નાણાંકીય ગતિવિધિઓને ટ્રેક કરવાનું વધારે સરળ રહે છે. તેનાથી તમે ખર્ચા વધવાની સ્થિતિમાં તેને નિયંત્રિત કરી શકો છો. આકસ્મિક સ્થિતિ માટે પોતાને તૈયાર રાખો લગ્ન પહેલા તમારી પ્રાથમિકતાઓ નક્કી કરી લો. એવું એટલા માટે કારણ કે લગ્ન બાદ પ્લાનિંગ અને મેનેજિંગ એટલું સરળ નથી રહેતું. સાવધાનીપૂર્વક તમારૂ ફાયનાન્શિયલ એસેસમેન્ટ અને પ્લાનિંગ કરો. જોઇન્ટ એકાઉન્ટ ખોલી એવા કામ માટે ઉપયોગ કરી શકાય છે જ્યાં જરૂર પડ્યે પૈસા સમયાંતરે જમા કરી શકાય. આકસ્મિક સ્થિતિમાં પર્યાપ્ત ફંડ ન હોવાની સ્થિતિમાં તમે કરેલી તમામ બચત વપરાઇ શકે છે. ટર્મ ઇશ્યોરેન્સ લેવાની બાબતને જરૂરી વિકલ્પ તરીકે રાખો. પાર્ટનર ન હોવાની સ્થિતિમાં આ અત્યંત મદદગાર હોય છે.

ફાયનાન્શિયલ એસેસમેન્ટ અને નિર્ણય લેવો લગ્ન પહેલા ફાયનાન્શિયલ એસેસમેન્ટ અવશ્ય કરો. દરેકને એ વાતનું આકલન અવશ્ય કરવું જોઇએ કે આર્થિક રીતે તે જીવનમાં કયા લોકેશન પર ઉભેલા છે. પોતાના ફાયનાન્શિયલ એસેસમેન્ટમાં સૌથી વધારે પ્રાથમિકતા વર્તમાન આર્થિક સ્ટેટસને આપવી જોઇએ. સાથે જ હાલના ખર્ચાઓની પણ સમીક્ષા કરો. આમ કરવાથી પ્લાનિંગ કરવામાં સરળતા રહેશે. ઇએમઆઇ અને ક્રેડિટ કાર્ડ બિલને કરો મેનેજ લગ્ન બાદ માસિક ખર્ચ વધી જાય છે. જોકે પાર્ટનરને પહેલાથી ચાલી રહેલી ઇએમઆઇ અને ક્રેડિટ કાર્ડના બિલના સંતુલનને છેડવું ન જોઇએ. બન્નેએ મળીને પોતાના ભવિષ્યમાં ઉભી થનારી જરૂરિયાતોને ધ્યાનમાં રાખવી જોઇએ. તેથી સારૂ છે કે એક બજેટ તૈયાર કરી લો અને પોતાના માસિક ખર્ચાઓને ટ્રેક કરી તેમને નિયંત્રિત રાખો.