Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૪ મે, ૨૦૧૯, વૈશાખ વદ-૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક -૩૩૫

મુખ્ય સમાચાર :
Input tax Credit Blocked : સપ્લાય જેના ઈનપુટ ટેક્ષ ક્રેડીટ મળવાપાત્ર નથી
17/01/2019 00:01 AM Send-Mail
જીએસટી સવાલ-જવાબ
(૧) કોલ્ડ સ્ટોરેજમાં ઈંડા મૂકવા પર જીએસટીનો દર સવાલ : જીએસટી વેરા વસૂલવા પર જુદી જુદી પ્રથા છે. અમે કોલ્ડ સ્ટોરેજમાં અમારા ઈંડા મૂકીએ છે. કોલ્ડ સ્ટોરેજમાં ઈંડા મૂકવાનું ભાડું ચૂકવીએ છે જેના પર ક્યારેક જીએસટી વસૂલે છે ક્યારેક નહિ તો સાચું શું છે ? સ્ટોરેજની સેવા પર જીએસટી છે ? જવાબ : જાહેરનામું નંબર ૧૧/૨૦૧૭ સીટી (રેટ) સીરીયલ નંબર ૨૪ અને જાહેરનામું નંબર ૧૨/૨૦૧૭ - સીટી (રેટ) સીરીયલ નંબર ૫૪ ખેતીની પેદાશને લોડીંગ અનલોડીંગ, પેકિંગ, સ્ટોરેજ અથવા વેર હાઉસીંગ પર જીએસટી લાગતો નથી. ખેતી પેદાશનો અર્થ છે જમીન ખેડીને ઉત્પન્ન મેળવવું, કોઈ પણ પ્રકારના પ્રાણીનું પાલન પોષણ કેટલાક અપવાદ સાથે જે ઉપજ પર વધારાની કોઈ પ્રક્રિયા કરેલ નહિ હોય અને ખેડૂતે જાતે જ પોતાની ઉપજ વેચવા લાયક કોઈ પ્રક્રિયા કરેલ હોય પણ ઉપજનું મૂળ સ્વરૂપ બદલાયેલ ન હોય તો જીએસટી લાગશે નહિ. પોલ્ટ્રી ફાર્મમાં મરઘાનું પાલન પોષણ સારસંભાળથી ઈંડાની ઉપજ થાય છે. તેથી ખેતીની ઉપજ વ્યાખ્યામાં સમાયેલ છે. તેથી સ્ટોરેજના ભાડા પર જીએસટી લાગશે નહીં. (૨) ફેક્ટરીમાં કેન્ટીન સેવા પર જીએસટી સવાલ : અમારા કારખાનામાં કર્મચારીઓને જમવાનું કે નાસ્તો આપવા માટે કેન્ટીન છે. એક કોન્ટ્રાક્ટરને કેન્ટીન સોંપેલ છે. કર્મચારીઓના ચા, નાસ્તો જમવાનું બિલ કંપની ચૂકવે છે. કોન્ટ્રાક્ટરને અમે વાસણો, ગેસ, ઈલેેક્ટ્રીસિટી, પાણી ઈ.મફત આપીએ છીએ. કોન્ટ્રાક્ટર કંપની પાસેથી ૧૮ ટકા જીએસટી વસૂલે છે. ખરેખર અમારે જીએસટી કેટલો ચૂકવવાનો થાય તે જણાવો. જવાબ : આઉટ ડોર કેટરર તમારો કોન્ટ્રાક્ટર છે. કોન્ટ્રાક્ટર કંપનીને સેવા આપે છે. તમારી કેન્ટીનની સેવા સામાન્ય પ્રજા માટે નથી ફક્ત તમારી કંપનીને જ સેવા આપે છે. જૂના સર્વિસ ટેક્ષના કાયદામાં આઉટ ડોર કેટરર વ્યાખ્યાયિત કરેલ છે. પરંતુ જીએસટી કાયદામાં નથી. આઉટ ડોર કેટરર પોતાની જગ્યા સિવાયની જગ્યા પર સેવા આપે છે. જાહેરનામું નંબર ૧૧ / ૨૦૧૭ અને ૪૬/૨૦૧૭ સીરીયલ નંબર ૭ (ૌ) અને બહુ જ સ્પષ્ટ સીરીયલ નંબર ૭ (ત્) આઉટ ડોર કેટરિંગ સેવા પર ૧૮ ટકા જીએસટી લાગશે.

સપ્લાય પર ચૂકવેલ જીએસટી ક્રેડીટ ત્યારે જ મળશે જ્યારે સપ્લાયનો ઉપયોગ ધંધામાં થાય. ખરીદેલ માલ કે સેવાના ઉપયોગ માલ વેચવામાં અથવા મળેલ માલનો ઉપયોગ કાચા માલ તરીકે પ્રક્રિયા કરીને નવો માલ વસ્તુ બને તે વેચાય. મેળવેલ સેવાનો ઉપયોગ ધંધામાં થાય એટલે માલ ખરીદમાં વેચવામાં કે ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગ થાય તો જ મળેલ માલ કે સેવાના સપ્લાય પર ચૂકવેલ જીએસટીની ક્રેડીટ મળશે. મળેલ સપ્લાયનો ઉપયોગ વ્યક્તિગત ઉપભોગ માટે અથવા મળેલ સપ્લાયનો માલ સ્થાયી મિલકત બનાવવામાં વાપરવામાં આવે (સિમેન્ટ, રેતી, કપચી) અથવા મોબાઈલના ટાવર બનાવવામાં વાપરે અથવા કારખાનાની બહાર પાઈપ લાઈન નાખવાની અથવા પકડાયેલ કરચોરીના કારણે ચૂકવેલ વેરાની ક્રેડીટ મળતી નથી. આવી અન્ય કોઈ પ્રવૃત્તિમાં કરેલ હોય તો જીએસટીની ક્રેડીટ મળવા પ્રાપ્ત નથી. મળેલ સપ્લાય પર ક્રેડીટ મળવા પાત્ર નથી એવો સપ્લાય નીચે પ્રમાણે છે.

ક્રેડીટ મળવા પાત્ર નથી એવો સપ્લાયની યાદી (Negative List) ૧. મોટર વ્હીકલ (Negative Vehicale) ડ્રાયવર સાથે ૧૩ વ્યક્તિ સુધી જ બેસી શકે તેવી મોટર વ્હીકલ જેના ખરીદ પર ચૂકવેલ જીએસટીની ક્રેડીટ મળવાપાત્ર નથી. ૫-૭ વ્યક્તિ પ્રવાસ કરી શકે તેવા મોટર કાર ખરીદ પર ક્રેડીટ નહીં મળે. પરંતુ અપવાદ છે વાહન ૧૩ સુધી વ્યક્તિના પ્રવાસના ધંધા માટે ઉપયોગ કરવામાં આવતો હોય તો ક્રેડીટ મળે. ખરીદેલ મોટર વેચવાની છે તો ક્રેડીટ મળશે. પ્રવાસીઓને લાવવા લઈ જવા માટે (ભાડા સાથે)ના ધંધામાં મોટર વાપરવા માટે ઉપયોગ કરશે તો ક્રેડીટ મળશે. ખરીદેલ મોટર, ચલાવતા શીખવવા માટે ડ્રાયવીંગ સ્કૂલ - ટ્રેનિંગ માટે વપરાતા મોટર પર ક્રેડીટ મળશે. કોઈ કંપની, પેઢી પોતાના કર્મચારી કારીગરોને લાવવા લઈ જવા માટે ૧૩ કરતા વધુ વ્યક્તિ બેસી શકે એવા વાહન બસ ના ખરીદ પર કંપનીને ક્રેડીટ મળવા પાત્ર રહેશે. (બસ) મોટર વ્હીકલ જેનો માલ સામાનના પરિવહન માટે કરાશે. (ર્ગ્ગ્ૈજ્ ઞ્ચ્ૂખ્જ્ઘ્ગ્ચ્ઞ્) તો તે મોટર (ટ્રક) ના ખરીદ પર ચૂકવેલ જીએસટીની ક્રેડીટ મળવા પાત્ર છે. મોટર વ્હીકલ પર જનરલ ઈન્સ્યુરન્સની સેવા, મેઈન્ટેનન્સની સેવા, રીપેરની સેવાના મૂલ્ય પર ચૂકવેલ જીએસટીની ક્રેડીટ મળવા પાત્ર છે. ઉપર જણાવેલ (ૂ) થી (ર્) હેતુથી વાહન વાપરવામાં આવશે તો જ. ૨. ખાદ્ય પદાર્થ, પીણું, સૌંદર્ય પ્રસાધન સારવાર, આરોગ્ય, વાહન ભાડે, જીવન વીમા, આરોગ્ય વીમા, ક્લબની સદસ્યતાના ફાળો, જરઈ ખાદ્ય પદાર્થ અથવા પીણુંનો મળેલ સપ્લાય, ઉપયોગ વ્યક્તિગત ઉપભોગમાં કરાય છે. ધંધાના માટે નથી થતો તેથી ક્રેડીટ મળશે નહીં. આઉટ ડોર કેટરિંગ, બ્યુટી ટ્રીટમેન્ટ, હેલ્થ સર્વિસ, કોસ્મેટીક કે પ્લાસ્ટિક સર્જરી જેવી અનેક સેવાઓનો ઉપયોગ ધંધાને લગતો નથી હોતો તેથી ક્રેડીટ ગ્રાહ્ય નથી. પરંતુ ઉપરનો સપ્લાય ધંધા માટે કરવામાં આવશે તો ક્રેડીટ મળવા પાત્ર છે. મળેલ સપ્લાયનો ઉપયોગ ટેક્ક્ષેબલ સપ્લાયમાં કરવામાં આવે ત્યારે ક્રેડીટ મળશે. ૩. ક્લબ, આરોગ્યને ફિટનેસ સંસ્થાની સદસ્યતા ફી પર જીએસટી ક્રેડીટ મળવા પાત્ર નથી. પેઢીનો માલિક કંપનીનો ડાયરેક્ટર આવા ક્લબ કે ફિટનેસ સેન્ટરના સદસ્ય બને છે અને કંપની માસિક ફાળો ચૂકવે છે. ક્લબની મેમ્બરશીપ ધંધા લગતી નથી તેથી ક્રેડીટ નહીં મળે. ૪. વેકેશન કે રજાઓમાં કર્મચારી પ્રવાસ ખેડે તેની સેવાનો સપ્લાય પેઢીને / કંપનીને મળ્યો ગણાય. સપ્લાય પર જીએસટી પણ ચૂકવાય છે પણ જીએસટીની ક્રેડીટ મળવાપાત્ર નથી. ૫. જ્યારે પેઢી કે કંપનીને કાયદા આધારિત કર્મચારીઓને લાભ આપવા ફરજીયાત હોય ત્યારે સપ્લાય પર ક્રેડીટ મળવા પાત્ર રહેશે. ૬. ટેક્સી ભાડે કરવી, જીવન વીમો, આરોગ્ય વીમો નોકરીને રાખનારને સરકાર દ્વારા કર્મચારીને લાભ આપવું ફરજીયાત છે ત્યારે અને આ સપ્લાયનો ઉપયોગ ધંધાના ટેક્ક્ષેબલ સપ્લાયમાં કરવામાં આવે ત્યારે જ ક્રેડીટ મળે અન્યથા નહીં.

૭. વર્કસ કોન્ટ્રાક્ટ (Works Contract) વર્કસ કોન્ટ્રાક્ટની સેવા સ્થાયી મિલકતના બાંધકામમાં કરવામાં આવે છે. જેમાં કારખાનાનો પ્લોટ પર બિલ્ડિંગ બાંધવા માટે, મશીનરી માટેના બાંધકામ સિવાય ક્રેડીટ મળવા પાત્ર નથી. પણ વર્કસ કોન્ટ્રાક્ટની સેવા ટેક્ક્ષેબલ સપ્લાય માટે કરવામાં આવે તો જીએસટી ક્રેડીટ મળશે અને વર્કસ કોન્ટ્રાક્ટની સેવા ધંધાના પ્લાન્ટ મશીનરીના બાંધકામ માટે લેવામાં આવે તો પણ ક્રેડીટ મળશે. બીજા શબ્દોમાં વેપારી મકાન પોતાના માટે કે ધંધા માટે બાંધવા વર્કસ કોન્ટ્રાક્ટની સેવાનો સપ્લાય મેળવશે ત્યારે જીએસટી ક્રેડીટ મળશે નહીં. બાંધકામમાં વર્કસ કોન્ટ્રાક્ટ એટલે સપ્લાયર માલ વસ્તુ જેવી કે સિમેન્ટ, ઈંટો, લોખંડના સળીયાનો ઉપયોગ સાથે બાંધકામ કરવાની સેવાનો સપ્લાય ભેગા ભેગો આપે છે. સપ્લાય જુદો જુદો સિમેન્ટ કે ઈંટોનો દેખાશે નહીં. પણ માલ અને સેવા ભેગા એ મકાન દીવાલો, છત, ફ્લોરિંગ સાથે દેખાશે. વસ્તુઓનું રૂપાંતર થયેલ છે. વસ્તુ વસ્તુ નથી રહેતી. વર્કસ કોન્ટ્રાક્ટમાં મકાન બાંધકામ સાથે. ફેબ્રિકેશન, કમ્પ્લીશન, ઈરેક્શન, ઈંસ્ટોલેશન, ફીટીંગ આઉટ, ઈમ્પ્રુવમેન્ટ, મોડિફિકેશન, રીપેર મેઈન્ટેનન્સ, રીનોવેશન, ઓલ્ટરેશન અથવા કમિશનીંગ કોઈપણ સ્થાયી મિલકત જ્યાં વસ્તુ અથવા વસ્તુનું જુદા સ્વરૂપમાં જે વર્કસ કોન્ટ્રાક્ટમાં વપરાય છે. તે વસ્તુની માલિકી બદલાય છે. ૮. કિફાયતી / રાહત દરે ચૂકવાતો જીએસટી કોમ્પોઝીશન સ્કીમવાળા વેપારી દ્વારા મળેલ સપ્લાય પર જીએસટીની ક્રેડીટ મળવાપાત્ર નથી. ૯. નોન રેસીડન્ટ વેરા પાત્ર વ્યક્તિને મળેલ સપ્લાય પર ક્રેડીટ મળવા પાત્ર નથી. ૧૦. વ્યક્તિગત ઉપયોગ માટે વસ્તુ કે સેવાનો વપરાશની ક્રેડીટ મળશે નહીં. ૧૧. વસ્તુ જે ખોવાઈ હોય, ચોરી ગઈ હોય, નાશ પામેલ હોય, કાઢી નાખી હોય અથવા મફત સેમ્પલ તરીકે વહેંચાયેલ હોય તે વસ્તુના મળેલ સપ્લાય પર જીએસટી ક્રેડીટ મળશે નહીં. ૧૨. મળેલ વસ્તુ કે સેવાનો સપ્લાય વેરા મુક્ત સપ્લાયમાં કરવામાં આવે તો ઈનપુટ ટેક્ષ ક્રેડીટ મળશે નહીં. વિશેષ સંજોગોમાં ઈનપુટ ટેક્ષ ક્રેડીટ (કલમ ૧૮) ૧. નિયમ પ્રમાણે નોંધણી અથવા સ્વૈચ્છિક નોંધણી, કિફાયત / રાહત દરે ચૂકવાતા જીએસટી કોમ્પોઝીશન સ્કીમમાંથી નીકળીને નિયમિત દર જીએસટી ચૂકવવા, વેરામુક્ત વસ્તુ કે સેવાના વેપારમાંથી નીકળીને નિયમિત દરે જીએસટી ચૂકવવા સમયે ઈનપુટ સ્ટોકમાં હશે અથવા ઈનપુટ તૈયાર થયેલમાં અર્ધ તૈયાર માલમાં વપરાયા હોય જે ઈનપુટ પર જીએસટી ચૂકવાયેલ છે. પણ ક્રેડીટ લીધેલ ન હતી તે નોંધણી થયે ક્રેડીટ લઈ શકાય. ૨. ઉલટમાં જો વેપારી કોમ્પોઝીશન સ્કીમ સ્વીકાર, નોંધણી રદ્દ કરે અથવા જે વસ્તુ સેવાનો વેપાર કરતો વેપારી એની વસ્તુઓ વેરા મુક્ત થઈ જાય તો ઈનપુટ સ્ટોકમાં હશે. તૈયાર કે અર્ધ તૈયાર માલમાં ઈનપુટ વપરાયા છે ત્યારે લીધેલ ક્રેડીટ પાછી કરવી પડશે. એવી જ રીતે કેપિટલ ગુડ્સ પર લીધેલ ક્રેડીટ પણ પાછી કરવી પડશે. ૩. અમાલગમેશન મર્જરના કિસ્સામાં ઈનપુટ ટેક્ષ ક્રેડીટ ટ્રાન્સફર થઈ શકે. ધંધાનો માલિક પોતાનો ધંધો મિલકત જવાબદારી સાથે બીજાને વેચે છે ત્યારે મૂળ માલિકે લીધેલ ક્રેડીટ નવા માલિકને ટ્રાન્સફર થાય. મળેલ ક્રેડીટનો ઉપયોગ દરેક વેપારી મહિને રીટર્ન ફાઈલ કરે છે. GSTR-1-૧ માં પોતાનો આઉટવર્ડ સપ્લાય (કરેલ સપ્લાય)ની વિગતો ભરે છે. બીજા શબ્દોમાં વેપારી પોતાના વેચાણની વિગતો ભરે છે. વેચનાર વેપારી ખરીદનાર વેપારી પાસેથી માલની કિંમત સાથે જીએસટી વસુલ કરે છે. વસુલ કરેલ જીએસટીની વિગત હોય છે. વેચાણ કરતી વખતે ખરીદનારનો GST નોંધણી નંબર ઈન્વોઈસમાં જ લખેલ છે. એટલે ખરીદનારના નોંધણી નંબર સાથે ચૂકવેલ જીએસટીની રકમ છે જેની એની મેળે જ ખરીદનાર વેપારીના ંફરદ-૨અ ઈલેક્ટ્રોનિક ક્રેડીટ લેજરમાં જમા થાય છે પરંતુ વેચનાર વેપારી સરકારમાં વસુલ કરેલ જીએસટી જમા ન કરાવે ત્યાં સુધી ક્રેડીટ મંજૂર થશે નહીં. વેચનારના ઈન્વોઈસમાં લખેલ જીએસટીની રકમ ખરીદનારે અપલોડ કરેલ હશે તે બીજા મહિનાની તા. ૧૭ સુધી વેચનારે સરકારમાં જમા કરેલ જીએસટી ખરીદનારે સ્વિકારવાની અથવા રીજેક્ટ કરે. સ્વિકારેલ જેટલી જ ક્રેડીટ મળે. રીજેક્ટ કરેલ ક્રેડીટ નહીં મળે તે પછીના મહિને જવાબદારી તરીકે ઈલેક્ટ્રોનિક ક્રેડીટ લેજરમાં દર્શાવાશે. જીએસટીની ચૂકવણી રોકડેથી અથવા ઉપલબ્ધ ક્રેડીટમાંથી કરી શકાય. મળતી ક્રેડીટ અને વપરાતી ક્રેડીટ ઈલેક્ટ્રોનિક લેજરમાં દર્શાવાય છે. જીએસટીમાં કેન્દ્રીય, રાજ્યનો, કેન્દ્રશાસિત પ્રદેશનો, સંયુક્ત જીએસટી વેરો છે જેને CGST, SGST, UTGST, IGST છે. જે બધાની જે ક્રેડીટ મળે છે પણ જુદી જુદી જીએસટી ક્રેડીટ વાપરવા નિયમ છે, ક્રમ છે તે જ પ્રમાણે વપરાય. ૧. IGST ની ક્રેડીટ IGST, CGST, SGST / UTGST આજ ક્રમમાં વાપરવાની રહેશે. ૨. CGST ની ક્રેડીટ CGST અને IGST માં વપરાય આપેલ ક્રમમાં. ૩. SGST / UTGST ની ક્રેડીટ SGST/UTGST અને IGST માં વપરાય આપેલ ક્રમમાં. ૪. SGST / UTGST ની ક્રેડીટ CGST ચૂકવવા માટે પ્રતિબંધ છે. ૫. CGST ની ક્રેડીટ SGST / UTGST માં વપરાશે નહીં. ૬. કોમ્પનસેશન સેસની ક્રેડીટ કેવળ કોમ્પનશેસન ચૂકવવા માટે જ કરી શકાશે.