Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
ઈનપુટ ટેક્ષ ક્રેડીટ મેળવવા માટે પાત્રતા અને શરતો : (Eligibiltiy and Conditions For taking input Tax Credit) (કલમ ૧૬(૧))
10/01/2019 00:01 AM Send-Mail
જીએસટી સવાલ-જવાબ
(૧) બોનસ પોઈન્ટ્સ અને ફ્રી ગીફ્ટ સવાલ : ૧ : અમારી તૈયાર કપડાની દુકાન છે. અમે અમારા ગ્રાહકોને લોયલ્ટી કાર્ડ આપીએ છે. દરેક રૂપિયા ૫૦૦ના ખરીદ પર ૧૦ લોયલ્ટી પોઈન્ટ જમા આપીએ છે. આવા કુલ ૫૦૦ પોઈન્ટ ભેગા થાય ત્યારે ગ્રાહકને રૂપિયા ૧૦૦૦ નું ઘડિયાળ મફત આપીએ છે. બોનસ પોઈન્ટ્સ અને ઘડિયાળનું મફત ગીફ્ટ પર GST લાગશે ? અને જો હા તો કઈ કિંમત પર ? જવાબ ૧ : બોનસ પોઈન્ટ્સ જમા આપવા જે ન તો વસ્તુનો સપ્લાય છે ન તો સેવાનો સપ્લાય છે તેથી (GST) પાત્ર નથી. કલમ ૭(૧)એ પ્રમાણે વસ્તુ વેચાણ અથવા સેવાનો સપ્લાય વળતર/અવેજ સાથે હોવો જોઈએ. ઘડિયાળની ગીફ્ટ ના સંદર્ભમાં ઘડિયાળના બદલામાં વળતર/અવેજ નથી તેથી વેરાપાત્ર સપ્લાય નથી. ધડિયાળના સપ્લાય પર (GST) ચૂકવવા આવશ્યક નથી. પણ ખાસ ધ્યાન રાખવું પડશે ઘડિયાળની ઈનપુટ ટેક્ષ લેવાય નહી. લીધેલ હશે તો ક્રેડીટ પાછી કરવી પડશે કલમ ૧૭(૫)(૪) ની જોગવાઈના આધારે. ૨. સામાયિકનો ઓનલાઈન ફાળો સવાલ : ૨ : હું એક (GST) માં નોેંધાયેલ ભારતીય કંપનીને વિદેશી સામાયિક (જર્નલ) મેળવવા માટેનો ફાળો ઓનલાઈન ચૂકવું છું. શું આવી ભારતીય કંપની રીવર્સ ચાર્જ હેઠળ (GST) ચુકવવા પાત્ર છે ? જવાબ : કલમ ૫(૩) અને નોટીફીકેશન નં.૧૦/૨૦૧૭ (કખ્ર્ઞર્ચ્ૂર્ઞ્ૈ રૂધ્ (ર્દઞ્) તારીખ ૨૮-૬-૨૦૧૭ ની જોગવાઈ અનુસાર જે સપ્લાયર નોનટેક્ષેબલ વિસ્તારમાંથી ટેક્ષેબેલ વિસ્તારમાં સ્થિત વ્યક્તિને સેવાનો સપ્લાય મેળવતા (GST) ચૂકવવા પાત્ર છે. તેને રીવર્સ ચાર્જની જોગવાઈ લાગુ પડશે. ઓનલાઈન ફાળો મેળવતા (GST) માં નોંધાયેલ કંપની વિદેશી સામાયિક મેળવી આપે છે. તે સેવા ઈમ્પોર્ટ કરે છે જે (GST) માં રીવર્સ ચાર્જ હેઠળ (GST) ચૂકવશે.

સેનવેટ ક્રેડીટ, સેવાકરની ક્રેડીટ, વેટની ક્રેડીટ, જુદા જુદા પરોક્ષ વેરા (Indirect Taxes) ની વેરા શાખ (GST) ની ઈનપુટ ટેક્ષ ક્રેડીટમાં ભળી ગયેલ છે. વસ્તુ કે સેવાનો સપ્લાય મેળવતી વખતે ચૂકવાતો (GST), ની શાખ મળે છે તેને ઈનપુટ ટેક્ષ ક્રેડીટ કહેવાય છે. (GST) ની ક્રેડીટ માટેની લાયકાત, મેળવવા માટે ની શરતોની ચર્ચા કરીએ. (૧) ક્રેડીટ મેળવવા માટેની પાત્રતા (Eligibiltiy For taking Credit) (કલમ ૧૬(૧)) (અ) (GST) માં નોંધાયેલ વેપારી ક્રેડીટ મેળવવા પાત્ર છે. વસ્તુ કે સેવાનો સપ્લાય મેળવનાર અને (GST) માં નોંધાયેલ વેપારીએ મેળવેલ સપ્લાય પર ચૂકવેલ (GST) ની ક્રેડીટ મેળવવાપાત્ર/હક્કદાર છે. કલમ ૪૯ની જોગવાઈ અનુસાર વેરાની ચૂકવણી,વ્યાજ, દંડ ચૂકવવા પાત્ર છે. એ ઉપરાંત મળેલ ક્રેડીટનો ઉપયોગ નિયમોમાં આપેલ કેટલીક શરતો અને મર્યાદાઓ આધીન કરી શકાશે. કોઈપણ વેપારી, ઉત્પાદક અથવા સેવા આપનાર (GST) માં નોંધાયેલ હશે તે પ્રત્યેક ક્રેડીટ મેળવવા હક્કદાર છે. (ઇ) વસ્તુ અને સેવાઓનો ઉપયોગ ધંધાના હેતુથી કરવાનો રહેશે. વસ્તુ કે સેવાના મળેલ સપ્લાય જેના પર (GST) ક્રેડીટ મળેલા છે, તે ફક્ત ધંધાને આગળ ધપાવવા માટે જ ઉપયોગ કરવાનો રહછે. અથવા ધંધાના હેતુથી ખરીદાયેલ વસ્તુ કે સેવાનો ઉપયોગ કરાશે તો જ ચૂકવેલ (GST) ની ક્રેડીટ મળશે. બીજા અર્થમાં જે વસ્તુ કે સેવાનો બિન ધંધાકીય હેતુ માટે ઉપયોગ કરવાનો છે તેના સપ્લાય પર ચૂકવેલ (GST) ની ક્રેડીટ મળવા પાત્ર નથી. ધંધા માટે ખરીદેલ માલ કે સેવાને ફ્કત ધંધા અર્થે ઉપયોગ કરવાનો રહેશે તો જ ચૂકવેલ (GST) ની ક્રેડીટ મળવા પાત્ર છે. (૨) ક્રેડીટ મેળવવા માટેની શરતો (કલમ ૧૬(૨)) (Conditions For taking Credit) નોંધાયેલ વેપારી નીચે આપેલ બધી જ શરતોનું પાલન કરે તો જ વસ્તુ કે સેવાના સપ્લાય મેળવવા પર ચૂકવેલ (GST) ની ક્રેડીટ મળવા પાત્ર રહેશે.

(અ) મળેલ સપ્લાય પર ચૂકવેલ (GST) વેરાના દસ્તાવેજ વેપારી પાસે હોવા જોઈએ. (કલમ ૧૬(૨)અ) દસ્તાવેજ આધારે ક્રેડીટ લેવાની છે તેની યાદી નીચે મુજબ છે. (ૌ) વસ્તુ કે સેવાનો સપ્લાય કરનાર દ્વારા આપેલ ટેક્ષ ઈન્વોઈસ (બીલ). (ૌૌ) રીવર્સ ચાર્જ હેઠળ વસ્તુ સેવાનો સપ્લાય મેળવનાર નોંધાયેલ વેપારીએ (GST) વેરો સરકાર ને જમા કરવાનો રહેશે. તેની ક્રેડીટ મેળવવા માટે બિન નોંધાયેલ સપ્લાય કરનાર વેપારી એ રજૂ કરેલ ઈન્વોઈસ અને એના પૈસા ચૂકવેલ છે તેના પુરાવાના દસ્તાવેજ આધારે ક્રેડીટ મળશે. (ૌૌૌ) માલ સપ્લાય કરનારે આપેલ ડેબીટ નોટ. (ૌત્) કસ્ટમ એક્ટ હેઠળનું બીલ ઓફ એન્ટ્રી અથવા તેના જેવો દસ્તાવેજ. (ત્) સુધારો કરીને આપેલ ઈન્વોઈસ/બીલ. - ઉપરની યાદીના દસ્તાવેજોમાં લગાવેલ (GST) ની રકમ, વસ્તુ કે સેવાની વિગત, વસ્તુ કે સેવાના સપ્લાયની કિંમત, સપ્લાય કરનાર અને મેળવનાર બંન્નેનો (GST) નોંધણીનો નંબર, આંતર રાજ્યના સપ્લાયની જગ્યાની વિગતો દર્શાવેલ હોવી જોઈએ. - નિયમ ૪૮ મુજબ દસ્તાવેજની અસલ કોપી હોવી જોઈએ પણ કલમ ૧૬ પ્રમાણે આવી જોગવાઈની સ્પષ્ટતા કરેલ નથી. - છેતરપીંડી, ઈચ્છા સાથે ખોટી વિગત આપી અને હકીકતને દબાવવાના કારણે (GST) ચૂકવવાની જવાબદારી ઠેરવેલ છે તેની ક્રેડીટ મળશે નહી. (ઇ) જે વસ્તુ કે સેવા પર ક્રેડીટ મેળવેલ છે તે નોંધાયેલ વેપારી ને તે વસ્તુ કે સેવાનો સપ્લાય મળી ગયો હોવા જોઈએ. (કલમ૧૬(૨) (ઇ) નોંધાયેલ વેપારી વસ્તુ કે સેવાનો સપ્લાય મેળવનાર છે પણ, તે વેપારી સપ્લાય કરનારને, નિદર્શિત કરેલ ત્રીજો કોઈ ને સપ્લાય કરવાનું કહે. ત્યારે તે ત્રીજાને મળેલ સપ્લાય પ્રથમ સપ્લાય મેળવનારને સપ્લાય મળી ગયો તેવું માની લેવામાં આવશે. અને ક્રેડીટ પણ પ્રથમ સપ્લાય મેળવનાર હક્કદાર છે. દાખલા તરીકે (અ) વેપારી(ઇ) વેપારી પાસેથી સપ્લાય મેળવવા ઓર્ડર આપે પણ (અ) વેપારી (ઇ) ને સપ્લાય (ઈ)ને પહોંચડાવા કહે છે અને (ઈ) ને સપ્લાય મળે ત્યારે (અ) વેપારી ક્રેડીટનો હક્કદાર છે. (ઈ) (GST) ની ક્રેડીટ ત્યારે જ મળે જ્યારે (GST) નો વેેરો સરકારને ચૂકવાઈ ગયો હશે. ચૂકવણી રોકડથી કે (કરઈ) નો ઉપયોગ દ્વારા થઈ છે. (કલમ૧૬(૨)ઈ) સરકારને મળી ગયેલ (GST) વેરા જેટલીજ ક્રેડીટ મળવા પાત્ર છે. ખરીદનાર (GST) વેરો વેચનારને ચૂકવે છે . બાદ વેચનાર તે વેરો સરકાર ને જમા કરાવે ત્યારે ખરીદનારને ક્રેડીટ મળવા પાત્ર છે. (ં) વેપારી (GST) ની ક્રેડીટ લે છે તેને કલમ ૩૯ પ્રમાણે રીટર્ન ભરવાનું ફરજીયાત છે. રીટર્ન જમા કરવામાં ક્રેડીટ માટેની વિગતો આપવાની છે જેમાં ખરીદ વેચાણની રકમો જણાવવામાં આવે છે. ૩. માલ કે સેવાનો સપ્લાય ભાગમાં/હિસ્સામાં/હપ્તામાં તબક્કાબાર મળે છે. માલ કે સેવાનો છેલ્લો ભાગ કે હિસ્સો મળે ત્યારે ક્રેડીટ બધા હપ્તાની એક સાથે મળવાપાત્ર છે. દાખલ તરીકે (અઇઈ જઞ્ૈ દજ્.૧,૦૦,૦૦૦) નો માલનો સપ્લાય દર મહિને હપ્તેથી (િીુ) ને આપે છે. ત્રીજા મહીને માલનો છેલ્લો હપ્તો (િીુ) ને મળે ત્યારે જ ક્રેડીટ (િીુ) ને મળી શકે છે. ૪. સપ્લાય મેળવનાર વેપારીએ ઈન્વોઈસ તારીખથી ૧૮૦ દિવસમાં બીલના પૈસા સપ્લાય કરનારને ચૂકવવા જોઈએ (કલમ ૧૬(૨) અને નિયમ ૩૭) માલ કે સેવાના સપ્લાયની કિંમત સપ્લાય મેળવનાર નોંધાયેલ વેપારીએ સપ્લાય કરનાર વેપારીને ઈન્વોઈસ રજૂ કર્યાની તારીખથી ૧૮૦ દિવસમાં ચૂકવવા જોઈએ. જો કિંમત ચૂકવવામાં નિષ્ફળ જાય તો મેળવેલ (GST) ની ક્રેડીટ પાછી કરવી પડશે એટલે ચૂકવવા પાત્ર (ઠણ્ઞ્ઘ્ણ્ઞ્ ઞ્ૂધ્)વેરામાં ઉમેરવાનો થાય. ૧૮૦ દિવસમાં માલ કે સેવાના સપ્લાયનું મૂલ્ય ચૂકવવા માટે ના અપવાદ છે એક રીવર્સ ચાર્જવાળો સપ્લાય બીજો છે વળતર/અવેજ વગરનો સપ્લાય.

૫. સ્થાયી મિલકત પરનો ઘસારો (ંર્ઘ્ર્ચ્ેૂૌઞૈગ્ખ્ ગ્ખ્ ઊૌર્ધ્ૈ અજ્ર્જ્ઞ્જ્) (કલમ૧૬(૩) સ્થાયી મિલક્ત ખરીદમાં ચૂકવેલ (GST) ની ક્રેડીટ મેળવી વેપારીને એક ફાયદો છે. તેમજ મિલકતના ઘસારાનો ખર્ચ આવકમાંથી બાદ કરાવી આવકવેરાનો ઘટાડો થાય એ બીજો ફાયદો વેપારીને મળે છે. તેથી કલમ ૧૬(૩) પ્રમાણે વેપારી બંન્ને ફાયદો એક સાથે લઈ શકે નહી. કોઈપણ એક વિકલ્પ પસંદ કરવાનો થાય. વેપારી ખરીદેલ ફિક્સ એસેટ પર વાર્ષિક ઘસારો આવકવેરામાંથી બાદ મેળવી શકે છે. તેથી ચૂકવતો આવકવેરો ઘટે છે. તેવા સંજોગોમા ખરીદેલ ફિક્સ એસેટ પર ચૂકવેલ (GST) ની ક્રેડીટ મળવાપાત્ર નથી. ઘસારો બાદ મળે અથવા (GST) ની ક્રેડીટ મળે, કોઈ એક જ. (GST) ક્રેડીટ સ્થાયી મિલકતની કિંમતનો ભાગ છે તેથી ઘસારામાં (GST) ક્રેડીટનો અંશ છે. ૬. ક્રેડીટ મેળવવાની સમય મર્યાદા (કમલ ૧૬(૪) વાર્ષિક રીટર્ન ફાઈલ કરવાની તારીખ ૨૦ ઓક્ટોબર છે.આખા વર્ષમાં ક્રેડીટ લેવાની બાકી રહી ગયેલ છે તે ક્રેડીટ મેળવવાની સમય, મર્યાદા પછીના વર્ષના ૨૦ ઓક્ટોબર છે. વર્ષ દરમિયાન ક્રેડીટ માટે માન્ય દસ્તાવેજ ઈન્વોઈસ મળેલ છે જેમાં નિદર્શિત ચૂકવેલ (GST) રકમ આપેલ હોય છે. ચૂકવેલ (GST) ની ક્રેડીટ લેવાની કોઈ નિયત તારીખ નથી પણ વર્ષ દરમિયાન મળેલ ઈન્વોઈસની ક્રેડીટ પછીના ૨૦ ઓક્ટોબર સુધી ગમે ત્યારે લઈ શકે છે. મળેલ ઈન્વોઈસમાં દર્શાવેલ (GST) ની ક્રેડીટ તરત લઈ શકાય અથવા તે બાદ ગમે ત્યારે વર્ષ દરમિયાન લઈ શકાય છે. ચાલુ વર્ષ દરમિયાન ક્રેડીટ લેવાની બાકી રહી ગઈ હોય તો પછી ના વર્ષના ૨૦ ઓક્ટોબર સુધી લઈ શકાય. ૭. ક્રેડીટ મેળવવા પર પ્રતિબંધ (કલમ ૧૭ (૧) (૨)) જેટલો વસ્તુ કે સેવાનોમળેલ સપ્લાય ધંધા માટે કરવામાં આવે તેટલાજ પ્રમાણમાં ક્રેડીટ મળવા પાત્ર છે. જેટલા પ્રમાણમાં મળેલ સપ્લાય વેરાપાત્ર સપ્લાય કરવા માટે ઉપયોગ કરવામાં આવે અથવા વિદેશ સપ્લાય કરવા માટે ઉપયોગ કરેલ છે તેટલાજ પ્રમાણની ક્રેડીટ મળશે. બીજા શબ્દોમાં વેરામુક્ત સપ્લાય. વ્યક્તિગત ઉપભોગ માટેનો સપ્લાય, બિન ધંધા માટેનો સપ્લાય કરવામાં મળેલ સપ્લાયનો ઉપયોગ કરવામાં આવે તો તેવા મળેલ સપ્લાય પર ક્રેડીટ મળવા પ્રતિબંધ છે. દાખલા તરીકે ૧૦૦ ચોકલેટનો મળેલ સપ્લાય વેપારી ૧૦ ચોકલેટ ઘરના સભ્યોને ખાવામાં ઉપયોગ કરશે તો ૧૦ ચોકલેટ વેરાપાત્ર સપ્લાયમાં ઉપયોગ કરેલ નહીં હોવાથી ૧૦ ચોકલેટ પર ટેક્ષ ક્રેડીટ પર પ્રતિબંધ છે. નોંધાયેલ વેપારી મેળવેલ સપ્લાય થોડા પ્રમાણમાં વેરાપાત્ર સપ્લાય માટે ઉપયોગ કરે છે અને થોડા પ્રમાણમાં ધંધા સિવાયના ઉપયોગ માટે (જે વેરાપાત્ર નથી) કરે છે ત્યારે ક્રેડીટ ફક્ત વેરાપાત્ર કરેલ સપ્લાય માટે જ અને તેના પ્રમાણ જેટલીજ મળવાપાત્ર રહે છે. (કલમ ૧૭(૨)) નોંધાયેલ વેપારી મેળવેલ સપ્લાય થોડા પ્રમાણમાં ધંધાના હેતુ માટે વાપરવામાં આવે, થોડા પ્રમાણમાં ધંધાના હેતુ સિવાય બિન ધંધાકીય ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે ક્રેડીટ ફ્કત સપ્લાય જેટલા પ્રમાણમાંં ધંધાના હેતુથી વાપરવામાં આવે તેટલાજ પ્રમાણની ક્રેડીટ મળવા પાત્ર રહેશે. એટલે સંપૂર્ણ ચૂકવેલ(GST) ની ક્રેડીટ મળવા પાત્ર નથી. ફક્ત ધંધાના હેતુ માટે અને વેરાપાત્ર સપ્લાયમાં કરેલ છે તેટલાજ માલ સેવાના સપ્લાયની ક્રેડીટ મળશે.