Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૪ મે, ૨૦૧૯, વૈશાખ વદ-૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક -૩૩૫

મુખ્ય સમાચાર :
ઇનપુર ટેક્સ ક્રેડિટ જીએસટીનો આત્મા છે
સેવા પરનો સર્વિસ ટેક્સ કેન્દ્ર સરકારનો હોવા છતાં ડ્યુટી અને સર્વિસ ટેક્સને કોઇ જ સંબંધ ન હતો. પણ ૧૯૯૪માં ચૂકવેલ સર્વિસ ટેક્સની ક્રેડિટ મળવા લાગી અને વર્ષ ૨૦૦૪માં એક્સાઇઝ ડ્યુટીની મોડવેટ ક્રેડિટ અને સર્વિસ ટેક્સની ક્રેડિટ ભેગા કરીને નવા નામ સાથે સેનવેટ ક્રેડિટ આપવામાં આવતી
03/01/2019 00:01 AM Send-Mail
જીએસટી સવાલ-જવાબ
સવાલ : અમારી ચેરિટબેલ સંસ્થા છે. અમારી પ્રવૃત્તિ ડોનેશનના આધાર પર ચાલે છે. વર્ષમાં ૨૦ લાખ કરતા વધુ ડોનેશન મળશે તો જીએસટી લાગુ પડશે? વર્ષ દરમ્યાન રૂા. ૨૦ હજાર સુધીમાં સ્ક્રેપ વેચેલું છે. સ્ક્રેપના વેચાણ પર જીએસટી લાગશે? જવાબ : જીએસટીની કલમ ૭ (૧) (એ) પ્રમાણે કોઇપણ વ્યવહારને સપ્લાય કહેવડાવવા માટે વળતર/અવેજ હોવું જોઇએ અને ધંધો આગળ ધપાવવા માટે હોવું જોઇએ. એટલે ડોનેશન મળવું એ સપ્લાય નહી કહેવાય. જીએસટી લાગશે નહીં. પણ જો ડોનેશનના બદલવામાં તમારી સંસ્થા ડોનરને કંઇક આપે છે. દાખલા તરીકે ડોનરનું નામ લખવાની શરત મૂકેલ છે અથવા જાહેરાતમાં ડોનરનું નામ લખવાનું છે. ટૂંકમાં ડોનેશનના બદલામાં ડોનરને કંઇક ફાયદો મેળવવાની ઇચ્છા હશે તો આવું ડોનેશન ટ્રસ્ટના વેપારમાં ઉમેરવામાં આવશે અને આવો એકત્રિત વેપાર વર્ષમાં રૂા. ૨૦ લાખથી વધે તો જીએસટી લાગશે. તમારો બીજો સવાલ સ્ક્રેપ રૂા. ૨૦ હજારમાં વેચેલ છે. તેના પર પણ જીએસટી લાગશે નહીં કારણ કુલ વાર્ષિક વેપાર રૂા. ૨૦ લાખથી વધુ થાય તો જ જીએસટી ચૂકવવાનો થાય. સવાલ : અમારી ઓફિસમાં ૨૦ કોમ્પ્યુટર છે. કોમ્પ્યુટરને દર મહિને રિપેર્સ મેન્ટેનન્સ/સમારકામ જાળવણીની જરૂરિયાત હોય છે. એટલે વાર્ષિક રિપેર્સ મેન્ટેનન્સ એએમસી કરાર કરેલ છે. રિપેરિંગ મેન્ટેનન્સવાળા કોન્ટ્રાક્ટર અમારી પાસેથી જીએસટી વસૂલ કરે છે. શું એએમસી કરાર પર જીએસટી લાગશે? જવાબ : સામાન્યત: વ્યાપક એમએસીમાં વાયરસથી બચાવવા, સુપરવિઝન, ટેસ્ટિંગ, શટડાઉન જેવી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે છે. આવા કામમાં ઘણી વખત સ્પેરપાર્ટ બદલવાની સાથે રિપેરિંગની સેવા પણ આપવી પડે. એટલે સ્પેરપાર્ટ વસ્તુ અને સેવા સંયુક્ત સપ્લાયનો કરાર એ એએમસી છે,જેવા સેવાની કિંમત અને સ્પેરપાર્ટની કિંમત જુદી જુદી ગણવામાં આવતી નથી. રિપેરિંગની સેવા આપવામાં સ્પેરપાર્ટ્સ બદલવા પડે છે. સંયુક્ત સપ્લાય કોમ્પોઝીટ સપ્લાય છે પણ મુખ્ય ભાગ રિપેરિંગનો છે. સ્પેરપાર્ટ સપ્લાય દ્વિતીય છે તેથી સેવાનો કરાર છે જેના પર ૧૮ ટકા જીએસટી ચૂકવવી પડશે. તમારો કોન્ટ્રાક્ટર તમારી પાસેથી જીએસટી વસૂલે છે જે બરાબર છે.

કેન્દ્ર સરકારનો ઉત્પાદન પ્રક્રિયા (મેન્યુફેક્ચર) પરનો વેરો કેન્દ્રિય ઉત્પાદન શુલ્ક (સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી) ૧૯૪૪ના સાલમાં આખા દેશમાં લાગુ કરવામાં આવ્યો. ગુજરાત સરકારનો વસ્તુના વેચાણ પરનો વેરો ૧૯૬૯માં લાગુ કરેલ છે અને કેન્દ્ર સરકારે ૧૯૯૪માં સેવા કર આખા દેશમાં લગાડ્યો. કેન્દ્ર અને રાજ્ય સરકારના વસ્તુ અને સેવા પરના વેરાઓ જુદા જુદા વર્ષમાં અમલમાં આવ્યા. સમય જતા વેરાની જોગવાઇઓમાં ફેરફાર કરવામાં આવ્યો. દાખલા તરીકે ૧૯૮૫ની સાલમાં સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી માટે શાખ (ક્રેડિટ) આપવામાં આવી. કાચા માલના ખરીદ વખતે ઉત્પાદકે ચૂકવેલ ડ્યુટીની ક્રેડિટ મળવા લાગી જેનો ઉપયોગ ઉત્પાદક તૈયાર માલને કારખાનામાંથી બહાર કાઢતી વખતે ચુકવાતી ડ્યુટી સામે મજરે મેળવતો હતો. સેવા પરનો સર્વિસ ટેક્સ કેન્દ્ર સરકારનો હોવા છતાં ડ્યુટી અને સર્વિસ ટેક્સને કોઇ જ સંબંધ ન હતો. પણ ૧૯૯૪માં ચૂકવેલ સર્વિસ ટેક્સની ક્રેડિટ મળવા લાગી અને વર્ષ ૨૦૦૪ની સાલમાં એક્સાઇઝ ડ્યુટીની મોડવેટ ક્રેડિટ અને સર્વિસ ટેક્સની ક્રેડિટ ભેગી કરીને નવા નામ સાથે સેનવેટ ક્રેડિટ આપવામાં આવતી. ઉત્પાદન પ્રક્રિયામાં સેવાની જરૂર પડે છે. સર્વિસ ટેક્સની ક્રેડિટનો ઉપયોગ સરકારને ચૂકવાતી એક્સાઇઝ ડ્યુટી માટે ઉપયોગ થવાની શરૂઆત થઇ. વેટ ક્રેડિટ ગુજરાત સાથે ભારતના લગભગ બધા રાજ્યોમાં ૨૦૦૫-૦૬ની સાલમાં ગુજરાત વેચાણ વેરાની જગ્યા મુલ્યવર્ધિત વેરાએ લીધી. ગુજરાતમાં વેલ્યુએડેડ ટેક્સ (વેટ) લાગુ કરવામાં આવ્યો. વેટમાં પણ વેરા શાખની વ્યવસ્થા હતી. વેપારી માલ ખરીદ વખતે વેટ ચૂકવતો તે વેરા શાખ ક્રેડિટ મળવા પ્રાપ્ત થઇ. જેનો ઉપયોગ વેપારી માલના વેચાણ વખતે સરકારને ચૂકવવા પાત્ર વેટ વેરામાંથી ઉપલબ્ધ ક્રેડિટ બાદ કરીને ચૂકવતો હતો. સરવાળે એક્સાઇઝ ડ્યુટી પર એક્સાઇઝ ડ્યુટી ન લાગે, સર્વિસ ટેક્સ પર સર્વિસ ટેક્સ નહીં વસૂલાય તેમજ વેટ પર વેટ નહતો ચૂકવાતો. વેરા ચૂકવવાની સરળતા થઇ હતી. પરંતુ જોગવાઇઓ બદલાઇ હોવા છતાં ત્રુટીઓ રહેલ હતી જ જેને જીએસટી ૧.૭.૨૦૧૭ના રોજ અમલ થયા બાદ દુર થઇ છે. જીએસટી અમલ બાદ ક્રેડિટ લેવાની અને ઉપયોગ કરવાની સરળતા ચૂકવેલ વેટની ક્રેડિટ ફક્ત રાજ્યની સીમામાં જ ઉપયોગ કરાતી હતી અથવા ગુજરાતના વેપારીએ મધ્યપ્રદેશથી ખરીદેલ મામલ પર ચૂકવાતા વેરાની ક્રેડિટ મળવા પાત્ર ન હતી અથવા ગુજરાતનો વેપારી રાજસ્થાનના વેપારીને વેચેલ માલ પર ચૂકવાતો વેરા ઉપલબ્ધ ક્રેડિટનો ઉપયોગ થઇ શકતો ન હતો. તેવી જ રીતે એક્સાઇઝ ડ્યુટીની ક્રેડિટ વેટ ચૂકવવામાં થઇ શકતી ન હતી અથવા સર્વિસ ટેક્સ ચૂકવવા માટે વેટની ક્રેડિટનો ઉપયોગ બાકાત હતો. ક્રે઼ડિટનો એકધારો બધા જ પરોક્ષ વેરામાં ઉપયોગ થતો ન હતો. બીજા અર્થમાં વસ્તુના ઉત્પાદન પર ચૂકવેલ એક્સાઇઝ ડ્યુટી ઉમેરવામાં આવે અને સરવાળા પર વેટ લાગુ કરવામાં આવતો હતો. એટલે એક્સાઇઝની રકમ પર વેટની ચૂકવણી થાય. કેન્દ્ર સરકારના વેરા પર રાજ્ય સરકારનો વેરો વસૂલાતો હતો. વેરા પર વેરો, વેરા પછી વેરો ભરવાનો થતો હતો જેના માટે અંગ્રેજી શબ્દ વપરાય છે કાસકેડિંગ ઇફેક્ટ. જીએસટી અમલ બાદ સીમલેસ ક્રેડિટ એકધારો વસ્તુ અને સેવા પર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને ચૂકવાતા વેરામાં ઉપયોગ થઇ શકે છે. ઉત્પાદનથી ઉપભોગ સુધી સળંગ સાંકળમાં ક્રેડિટ વણાયેલ છે. કેવળ અપવાદ છે કોમ્પોઝીશન સ્કીમ કિફાયતી દરે ચૂકવાતો જીએસટી અને કરમુક્ત સપ્લાય જેમાં ચૂકવાયેલ જીએસટીની ક્રેડિટ મળવાપાત્ર નથી. ઇનપુટ ટેક્સ ક્રેડિટ જીએસટીની કરોડરજ્જુ છે. ક્રેડિટના કારણે જીએસટી મૂલ્યવર્ધિત વેરો બનાવે છે. મેળવેલ સપ્લાય પર ચૂકવેલ જીએસટીની ક્રેડિટ મળવાપાત્ર છે અને સપ્લાય કરતી વખતે સરકારને ચૂકવાતો જીએસટીમાં ક્રેડિટ વાપરી શકાય છે.

જીએસટી ક્રેડિટ ઇનપુટ ટેક્સ ક્રેડિટ એટલે વસ્તુ કે સેવાનો સપ્લાય મેળવતી વખતે સપ્લાય કરનારને જ જીએસટી ચૂકવવામાં આવે તેની ક્રેડિટ તેની શાખ જે મજરે મળે છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટ સમજતી વખતે કેટલાક શબ્દો વાપરવામાં આવે છે તે પહેલા સમજી લઇએ : શબ્દોની વ્યાખ્યા ૧. બિઝનેસ (કલમ ૨ (૧૭)) એ. કોઇપણ વેપાર, વાણિજ્ય, ઉત્પાદન, વ્યવસાય, ધંધો, સાહસ, સ્પર્ધા અથવા એવી જ કોઇ પ્રવૃત્તિ જે નાણાંકીય લાભ માટે હોય અથવા લાભ માટે નહીં હોય. બી. કોઇ પ્રવૃત્તિ અથવા વ્યવહાર જેનો સંબંધ ઉપર (એ) વાળી પ્રવૃત્તિ સાથે પ્રાસંગિક કે આનુષંગિક હશે. સી. (એ)માં દર્શાવેલ કોઇપણ પ્રવૃત્તિનો વોલ્યુમ, વારંવાર, સળંગ હોય કે નિયમિત હોઇ શકે છે. ડી. સપ્લાય વસ્તુ (ંગ્ગ્ૈજ્) કે મૂડીગત માલનો (ઈૂઘૈઞ્ૂ્ર ંગ્ગ્ૈજ્) અને સેવાઓ જે ધંધો શરૂ કરવા માટે કે બંધ કરવા માટેના સંબંધમાં છે. ઇ. ક્લબ, એસોસિએશન, સોસાયટી અથવા એવું કોઇ ગઠબંધન જે પોતાના સભ્યો(ર્ઝર્ક્ૃચ્)ને સવલતો કે લાભ આપે જેના બદલામાં સભ્યો પાસેથી લવાજમ કે અન્ય વળતર મેળવે છે. ૨. મૂડીગત માલ (ઈૂઘૈઞ્ૂ્ર ંગ્ગ્ૈજ્) (કલમ ૨ (૧૯)) સપ્લાયને મુખ્ય હિસાબી ચોપડામાં મૂડીગત ખર્ચો તરીકે લખાય છે જેની ખરીદ પર ચૂકવેલ જીએસટીની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળેલ છે અને જેનો ઉપયોગ ધંધો આગળ વધારવા માટે કરવાનો હેતુ છે. ૩. વાહન (ઈગ્ખ્ર્ત્ન્ૂર્ખ્ે) (કલમ ૨ (૩૪)) વહાણ (પાણી પર ચાલતું), વિમાન, વાહન જે રસ્તા પર ચાલે છે. ૪. કરમુક્ત સપ્લાય (ઉર્ધ્ક્ઘ્ઞ્ ફણ્ઘ્ઘ્રન્) (કલમ ૨ (૪૭)) વસ્તુ કે સેવાના સપ્લાય પર જીએસટીનો દર કશું જ નથી. કલમ ૧૧ હેઠળ પુરૂપેરૂ કરમુક્ત છે અને બિનકરપાત્ર સપ્લાય છે.

૫. ઇનપુટ (કખ્ઘ્ણ્ઞ્) (કલમ ૨ (૫૯)) મૂડીગત માલ (કેપિટલ ગુડ્સ) સિવાયની વસ્તુ જેનો હેતુ ધંધો આગળ વધારવા માટે વાપરવાનો છે. ૬. ઇનપુટ સેવા (કખ્ઘ્ણ્ઞ્ ર્ફચ્તૈર્ે)(કલમ ૨ (૬૦)) કોઇપણ સેવા જે ધંધો આગળ વધારવા ઉપયોગ કરવાનો હેતુ છે. ૭. ઇનપુટ ટેક્સ (કખ્ઘ્ણ્ઞ્ રૂધ્) (કલમ ૨ (૬૨)) જીએસટીમાં નોંધાયેલ વ્યક્તિ સાથે સંબંધિત કેન્દ્રીય વેરો (સીજીએસટી) રાજ્યનો વેરો (એસજીએસટી) કેન્દ્ર શાસિત પ્રદેશનો વેરો (યુટીજીએસટી), સંકલિત વેરો (આઇજીએસટી) જેકોઇપણ વસ્તુ કે સેવાના સપ્લાય પર વસૂલાય છે જે મુલ્યમાં ઉમેરાયેલ છે અથવા અલગ દર્શાવેલ છે. એ. વસ્તુ અને સેવાનો સપ્લાય ઇમ્પોર્ટ કરવા પર લાગતો સંકલિત જીએસટી (આઇજીએસટી). બી. કલમ ૯ (૩) અને ૯ (૪)ની જોગવાઇ આધારે મેળવેલ સપ્લાય પર લાગતો જીએસટી (રિવર્સ ચાર્જ). સી. આઇજીએસટીની કલમ ૫ (૩) અને ૫ (૪)ની જોગવાઇ આધાર મેળવેલ ઇમ્પોર્ટ સપ્લાય પર જીએસટી લાગે (રિવર્સ ચાર્જ). ડી. રાજ્યોનો એસજીએસટીની કલમ ૯ (૩) અને ૯ (૪)ની જોગવાઇના આધારે (મેળવેલ સપ્લાય પર) વસૂલાતો વેરો (રિવર્સ ચાર્જ). ઇ. કેન્દ્ર શાસિત પ્રદેશનો (યુટીજીએસટી)ની કલમ ૭ (૩) અને ૭ (૪)ની જોગવાઇ આધારે મેળવેલ સપ્લાય પર વસૂલાય છે (રિવર્સ ચાર્જ). ૮. ઇનપુટ ટેક્સ ક્રેડિટ (કખ્ઘ્ણ્ઞ્ રૂધ્ ઈર્ચ્ૈૌઞ્) (કલમ ૨(૬૩)) ઇનપુટ પરના ટેક્સનું ક્રેડિટ ૯. ઇનવર્ડ સપ્લાય (કખ્થ્ૂચ્ૈ ફણ્ઘ્ઘ્રન્) (કલમ ૨ (૬૭)) વળતર સાથે અથવા વળતર વગર વસ્તુ કે સેવાનો સપ્લાય વ્યક્તિ મેળવે જે ખરીદ દ્વારા, સંપાદન દ્વારા અથવા અન્ય દ્વારા મેળવે છે. ૧૦. સપ્લાય મેળવનાર (રેસિપિએન્ટ (કલમ ૨ (૯૩)) વસ્તુ અને સેવા મેળવનાર વ્યક્તિ જે એ. વળતર/અવેજ સાથે વસ્તુ કે સેવાનો સપ્લાય મેળવનાર અને મેળવનાર વ્યક્તિ વળતર ચૂકવવા બંધાયેલ છે. બી. વસ્તુ કે સેવાનો વળતર/અવેજ સિવાયનો સપ્લાય મેળવનાર વ્યક્તિ જેને વસ્તુ પહોંચાડવામાં આવેલ છે અથવા જેને ઉપલબ્ધ કરાયેલ છે અથવા જેને કબજો સોંપવામાં આવેલ છે અથવા જેને ઉપયોગ કરવા આપેલ છે. સી. વળતર/અવેજ વગર સેવાનો સપ્લાય કરેલ છે અથવા સેવા આપેલ છે. ૧૧. સપ્લાયર(ફણ્ઘ્ઘ્ર્રૌચ્) (કલમ ૨(૧૦૫)) વસ્તુ અને સેવાનો સપ્લાય કરનાર અને સપ્લાય કરનાર વતી સપ્લાય કરનાર એજન્ટને પણ સમાવેલ છે.