Sardar Gurjari

ગુરુવાર, તા.૨૦ જૂન, ૨૦૧૯, જયેષ્ઠ વદ ૩, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૫

મુખ્ય સમાચાર :
સંસદીય દળની બેઠકમાં
સાંસદોએ પૂછ્યું, રામ મંદિર ક્યારે બનશેે? રાજનાથે કહ્યું, ધીરજ રાખો
19/12/2018 00:12 AM Send-Mail
ભાજપની સંસદીય દળની બેઠકમાં મંગળવારે રામ મંદિરના મુદ્દાને ઉછાળવામાં આવ્યો હતો. ઘણાં સાંસદોનો પ્રશ્ન હતો કે મંદિર ક્યારે બનશે? જેના જવાબરૃપે ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું કે- બધા એ જ ઈચ્છે છે, પરંતુ ધીરજ રાખો.

ન્યૂઝ એજન્સી પ્રમાણે, જ્યારે ગૃહમંત્રી પાર્ટીનાં સાંસદોને સંબોધી રહ્યા હતા ત્યારે ઉત્તરપ્રદેશનાં સાસંદ કુશવાહ, હરિનારાયણ રાજભર અને અન્ય સાંસદોએ આ મુદ્દાને ઉછાળ્યો હતો. આ બેઠકમાં પ્રધાનમંત્રી મોદી અને પાર્ટીનાં અધ્યક્ષ અમિત શાહ ગેરહાજર હતા.

આરએસએસ સહિત ઘણાં હિન્દુવાદી સંગઠનોએ રામ મંદિરનાં ઝડપી નિર્માણ અંગેની વકીલાત કરી રહ્યા છે. સંઘના પ્રમુખ મોહનભાગવતે આ મુદ્દે કાયદો બનાવવા પર જોર આપ્યુ છે. ભાજપનાં અધ્યક્ષ અમિત શાહ રિવવારે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીની તૈયારી માટે દિલ્હીનાં ઈન્દિરા ગાંધી ઈંડોર સ્ટેડિયમમાં બુથ સંભાળનાર અધિકારીઓ સાથે બેઠક કરશે જેમાં તેઓ આગામી ચૂંટણી અંગેની તાલીમ આપશે દિલ્હીમાં ૧૩,૮૧૬ બૂથ છે. પાર્ટી અત્યાર સુધી ૧૨ હજાર બૂથ પ્રભારીઓની નિમણૂંક કરી ચુકી છે.