Sardar Gurjari

રવિવાર, તા. ૨૦ જાન્યુઆરી, ૨૦૧૯, પોષ સુદ-૧૪, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક - ૨૧૩

મુખ્ય સમાચાર :
રાજ્યપાલ શાસનના ૬ માસ પૂર્ણ
જમ્મુ-કાશ્મીરમાં ૧૯ ડિસે. બાદ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની કેન્દ્રની ભલામણ
કેન્દ્રીય મંત્રીમંડળની પ્રસ્તાવને મંજૂરી : અંતિમ નિર્ણય રાષ્ટ્રપતિ લેશે
19/12/2018 00:12 AM Send-Mail
કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં ૧૯ ડિસેમ્બરે રાજ્યપાલ શાસનના છ મહિના પૂરા થઈ ગયા બાદ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાગુ કરવાની ભલામણવાળો રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

એક અધિકારીએ જણાવ્યું કે કેન્દ્રીય પ્રધાનમંડળે જમ્મુ-કાશ્મીરમાં ૧૯ ડિસેમ્બરથી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.રાજ્યપાલ કાર્યાલયે આ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને એક પત્ર મોકલ્યો હતો. આ પત્રના પ્રસ્તાવને મંજૂરી માટે કેન્દ્રીય પ્રધાનમંડળ સમક્ષ મોકલવામાં આવ્યો હતો. એક અન્ય અધિકારીએ કહ્યું કે હવે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જાહેરાત કરશે.

આ જાહેરાત અનુસાર રાજ્ય વિધાનમંડળની શક્તિઓ (સત્તાઓ) સંસદ કે સંસદના પ્રાધિકાર દ્વારા ઉપયોગમાં લેવાશે. વિધાનસભામાં રપ સભ્યવાળા ભાજપ દ્વારા સમંર્થન પાછું ખેંચી લીધા બાદ જૂન મહિનામાં મહેબૂબા મુફ્તી સરકાર લઘુમતીમાં આવી ગયા બાદ ઊથલી ગઈ હતી. ત્યારબાદ રાજ્ય રાજનૈતિક સંકટમાં ઘેરાઈ ગયું હતું. હકીકતમાં આવા સંજોગોમાં રાજ્યનું અલગ બંધારણ હોવાથી (જમ્મુ-કાશ્મીર બંધારણના) આર્ટિકલ ૯ર હેઠળ છ મહિના સુધી રાજ્યપાલનું શાસન અનિવાર્ય છે. જે દરમિયાન તમામ પાવર રાજ્યપાલ પાસે રહે છે. રાજ્યપાલશાસનના છ મહિના પૂરા થયા બાદ વિધાનસભા ભંગ કરવામાં આવે છે અને ફરી રાજ્ય આગામી છ મહિના સુધી રાષ્ટ્રપતિશાસનને આધીન થઈ જાય છે.