Sardar Gurjari

ગુરુવાર, તા.૨૦ જૂન, ૨૦૧૯, જયેષ્ઠ વદ ૩, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૫

મુખ્ય સમાચાર :
ખાનપુર પાસે આવેલ વાસદ-કઠાણા રેલવે લાઈનના
માનવ રહિત ફાટક નં.૩૬ બંધ કરવાના વાંધા-પ્રમાણપત્ર અપાયું
રેલવે લાઈનની બંને રેલવેની હદમાં પાકો રસ્તો બનાવવાની શરતે અપાયેલ મંજૂરી
19/12/2018 00:12 AM Send-Mail
વાસદ કઠાણા રેલવેલાઇન ઉપર આવેલ ઓછા ટ્રાફીક વાળા ફાટક નં.૩૫,૩૬ અને ૩૭ બંધ કરવા અંગે નાં-વાધા પ્રમાણપત્ર આપવાની અંગે આસી.ડીવીઝનલઇજનેર,પશ્ચિમ રેલ્વે, આણંદ દ્વારા જિલ્લા મેજીસ્ટ્રેટ, આણંદ સમક્ષ માંગણી કરી હતી.

વાસદ કઠાણા રેલવેલાઇન ઉપરના ફાટકનં.૩૫,૩૬અને ૩૭ બંધ કરવા અંગે સબ મેજીસ્ટ્રેટ બોરસદ તથા મામલતદાર બોરસદ ના તા.૨૭/૯/૨૦૧૮ અને તા.૧૫/૧૦/૨૦૧૮ના પત્રથી ફાટક નં૩૬ થી ૩૭ સુધી ૫૪૪ મીટર પાકો રસ્તો રેલવે લાઇનની બંન્ને બાજુ બનાવવાની શરતે ખાનપુર ગામ પાસે વાસદ કઠાણા રેલવે લાઇનના ફાટક નં.૩૬ ખાનપુર ગામને જોડતો (માનવ રહિત (યુએમ) રસ્તા બંધ કરવા કરવા ફાટક નં.૩૬ થી ૩૭ સુધી ૫૪૪ મીટર પાકો રસ્તો રેલવે વિભાગની હદમાં બનાવવા અને જરૃરીયાત મુજબના રોડ સીગ્નલ બનાવવાની શરતે જિલ્લા મેજીસ્ટ્રેટ , આણંદે નાં-વાંધા પ્રમાણપત્ર આપેલ છે.