Sardar Gurjari

ગુરુવાર, તા.૨૦ જૂન, ૨૦૧૯, જયેષ્ઠ વદ ૩, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૫

મુખ્ય સમાચાર :
શ્રી સંગીત વિદ્યાલય, આણંદમાં સ્વરાંજલિ કાર્યક્રમ
19/12/2018 00:12 AM Send-Mail
શ્રી સંગીત વિદ્યાલય, આણંદમાં સંગીત વિદ્યાલય, આણંદના કર્મશીલ પૂર્વ આચાર્ય ઉમેદભાઈ આશાભાઈ રાઠોડ દેવલોક પામતાં તેમને શ્રદ્ઘાંજલિ અર્પતો ‘સ્વરાંજલિ’ નામક સંગીતનો કાર્યક્રમ સંગીત વિદ્યાલય, આણંદના આદ્યસ્થાપક ૮૫ વર્ષીય સંગીત ગુરુ ઈશ્વરભાઈ પારેખની નિશ્રામાં ભારે ભારપૂર્વક સંપન્ન થયો હતો.

કાર્યક્રમનો શુભારંભ ઓમ તત્સત શ્રી નારાયણ તું એ સર્વધર્મ સમભાવની સમુહ પ્રાર્થનાથી થયો હતો.આ પ્રસંગે ઉપસ્થિત સૌ સંગીત સાધકોએ ઊભા થઈ બે મિનિટનું મૌન પાળી સદ્ગત ઉમેદભાઈ રાઠોડને સ્વરાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે ઈશ્વરભાઈ પારેખ, પૂર્વ પ્રમુખ નિકુંજ ભટ્ટ, મંત્રી અરવિંદભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ ડો. દિનેશભાઈ અગ્રવાલ, ડો. રંજનબેન દવે, અરવિંદભાઈ બોરડે વગેરેએ ઉમેદભાઈ રાઠોડની આચાર્ય અને સંગીત શિક્ષક તરીકેની ઉમદા કામગીરીનેે વાગોળી શ્રદ્ઘાંજલિ અર્પી હતી.

આ પ્રસંગે ઈશ્વરભાઈ પારેખ, અરવિંદભાઈ પ્રજાપતિ, નટુભાઈ વૈષ્ણવ, સૌરભભાઈ શાહ તથા વિદ્યાલયના સાધકોએ પ્રસંગને અનુરૂપ વિવિધ ઢાળનાં ગીતો રજૂ કરી સદ્ગત ઉમેદભાઈ રાઠોડને સ્વરાંજલિ અર્પણ કરી હતી. હારમોનીયમ સંગીત ઈશ્વરભાઈ પારેખ અને તબલા સંગીત અરવિંદભાઈ પ્રજાપતિએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિપિન પંડ્યાએ કર્યું હતું. આ પ્રસંગે પૂર્વ પ્રમુખ ડો. ધીરુભાઈ દેસાઈ, ટ્રસ્ટી પ્રવીણભાઈ અમીન, પૂર્વ પ્રમુખ ડો. સ્વાતિબેન મહેતા, જિજ્ઞાસા જાની, વંદન પારેખ, પોપટભાઈ મકવાણા વગેરેએ સદ્ગત ઉમેદભાઈ રાઠોડને ભાવાંજલિ અર્પી હતી. આ પ્રસંગે સ્વ. ઉમેદભાઈ રાઠોડના ધર્મપત્ની ગીતાબેન રાઠોડ, સુપુત્ર નીતિનભાઈ રાઠોડે ઉપસ્થિત રહી સ્વ. ઉમેદભાઈ રાઠોડને સ્મરણાંજલિ અર્પી હતી.