Sardar Gurjari

રવિવાર, તા. ૨૦ જાન્યુઆરી, ૨૦૧૯, પોષ સુદ-૧૪, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક - ૨૧૩

મુખ્ય સમાચાર :
સરદાર પટેલ ઉ.મા.શાળા બોરીઆવીમાં સરદાર પટેલ નિર્વાણ દિનની ઉજવણી
19/12/2018 00:12 AM Send-Mail
બોરીઆવી કેળવણી મંડળ સંચાલિત સરદાર પટેલ ઉ.મા.શાળા બોરીઆવીમાં લોહ પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલના ૬૯માં નિર્વાણ દિનની ઉજવણી કરવામાં આવી હતી.

શાળામાં પ્રસ્થાપિત સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને બોરીઆવી કેળવણી મંડળના પ્રમુખ રાજેશભાઇ પટેલ, મંત્રી ચંન્દ્રકાન્તભાઇ એસ.પટેલ, ઉપપ્રમુખ ભાઇલાલભાઇ બી.પટેલ, સહમંત્રી ડો. ગિરીશભાઇ એમ. મિસ્ત્રી (જી.એસ.ટી. આસિ. કમિશ્નર, આણંદ), સંજયભાઇ સથવારા (જુનિયર કલાર્ક જી.એસ.ટી. કાર્યાલય આણંદ), પ્રા. ભુપેન્દ્રભાઇ (એન.એચ.પટેલ બી.એડ કોલેજ, આણંદ), ડો. જયકર એમ.મેકવાન, પ્રા. સુભાષભાઇ મકવાણા શાળા આચાર્ય ઠાકોરભાઇ જે. પટેલ, સુપરવાઇઝર તરૂણભાઇ પટેલ, પ્રાથમિક આચાર્ય સતીષભાઇ કે. પટેલ સુતરની આંટી તથા ફૂલહાર પહેરાવી પ્રતિમાને સન્માન અર્પી તેમના દેશ માટેના કાર્યો અને દેશભક્તિને બિરદાવી હતી.

આ કાર્યક્રમમાં પ્રાથમિક માધ્યમિક અને ઉ.માધ્યમિક સ્ટાફ પરિવાર તથા એન.એચ.પટેલ બી.એડ. કોલેજ, આણંદના તાલીમાર્થી ભાઇ-બહેનો, શાળાના વિદ્યાર્થી ભાઇ-બહેનોએ સરદાર પટેલ શ્રદ્ઘાજંલિ આપી હતી.