Sardar Gurjari

ગુરુવાર, તા.૨૦ જૂન, ૨૦૧૯, જયેષ્ઠ વદ ૩, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૫

મુખ્ય સમાચાર :
વિદ્યાનગર : સીવીએમના નવા સોપાન વિંધ્ય અને ગીરનાર હોસ્ટેલનું ભૂમિપૂજન
૨૦ કરોડના ખર્ચે બનનાર હોસ્ટેલમાં રહેવા, રમતગમત, મનોરંજનની સુવિધા
19/12/2018 00:12 AM Send-Mail
ચારુતર વિદ્યામંડળ, વલ્લભ વિદ્યાનગર દ્વારા વલ્લભ વિદ્યાનગર મુકામે તેના નવા સોપાન એવા વિંધ્ય અને ગીરનાર હોસ્ટેલના નવા મકાનના ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. ચારુતર વિદ્યામંડળના પ્રમુખ પ્રયાસ્વીન બી. પટેલ અને અધ્યક્ષ ભીખુભાઈ બી. પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવેલ હતું. આ હોસ્ટેલ પ્રોજેક્ટ અંદાજે વીસ કરોડ રૂપિયાનો રહેશે તેમજ વિંધ્ય અને ગીરનાર હોસ્ટેલના નવા મકાનો વિદ્યાર્થીઓની જરૂરિયાતોને ધ્યાનમાં લઈ અત્યંત આધુનિક બનાવવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને રહેવાની સાથે રમત-ગમત, મનોરંજન વગેરેની સુવિધાઓ આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં ચારુતર વિદ્યામંડળના ટ્રસ્ટી, કાઉન્સિલ સભ્યો, દાતાઓ, ચારુતર વિદ્યામંડળના પદાધિકારીઓ, આચાર્યો, ચારુતર આરોગ્ય મંડળ અને ચરોતર ગ્રામોધ્ધાર સહકારી મંડળ લી.ના પદાધિકારીઓ, વલ્લભ વિદ્યાનગર નગરપાલિકાના પ્રતિનિધિઓ, ચારૂસેટ યુનિવર્સિટીના મહાનુભાવો તેમજ વલ્લભ વિદ્યાનગરના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.