Sardar Gurjari

રવિવાર, તા. ૨૦ જાન્યુઆરી, ૨૦૧૯, પોષ સુદ-૧૪, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક - ૨૧૩

મુખ્ય સમાચાર :
જીએસટી ઘટતાં ઘરદીઠ મહિને રૂા.૩૨૦ની બચત થશે : નાણાં મંત્રાલયનો દાવો
18/12/2018 00:12 AM Send-Mail
જીએસટી ઘટવાને લીધે કઠોળ, ખાદ્ય તેલ અને કોસ્મેટિક્સ જેવી વસ્તુઓની ખરીદી પર ભારતના લોકોને દર મહિને અંદાજે રૃ. ૩૨૦ની ઘરેલું બચત થતી હોવાની વાત નાણાં મંત્રાલયના સૂત્રોએ એક રિપોર્ટના આધારે જણાવી હતી. સરકારે કેન્દ્રીય અને રાજ્યના ૧૭ વિવિધ કર રદ કરીને ૧લી જુલાઇ, ૨૦૧૭ના દિવસે સામાન અને સેવા કર (જીએસટી)નો અમલ શરૃ કર્યો હતો.

જીએસટીએ ભારતને ફકત સમાન કર ધરાવતી બજાર બનાવવા સહિત અગાઉ લેવાતા કર પર કરની પ્રથા પણ બંધ કરાવી છે. આ સિવાય જીએસટીએ અનેક રોજવપરાશની વસ્તુઓ અને સેવા પરના કર ઘટાડયા છે અને એ કારણે ગ્રાહકોને માસિક બચત થાય છે.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે જીએસટીના અમલ બાદ ખાદ્ય પદાર્થો, માથામાં નાખવાનું તેલ, ટુથપેસ્ટ, સાબુ, વૉશિંગ પાવડર સહિત ઘરવપરાશની ૮૩ વસ્તુઓ પરના કર ઓછા થયાં છે. જો ઘરવપરાશની ૧૦ વસ્તુઓ- કઠોળ, ખાદ્ય તેલ, ખાંડ, ચોકલેટસ, નમકીન, મીઠાઇ, સૌંદર્ય પ્રસાધન, ટાઇલ્સ, ટોઇલેટરીઝ, વૉશિંગ પાવડર, ફર્નિચર જેવી વસ્તુઓ પાછળ કાયમી રૃ. ૮૪૦૦નો ખર્ચ કરવામાં આવે, તો દર મહિને રૃ. ૩૨૦ની બચત થાય છે. રૃ. ૮૪૦૦ની આ વસ્તુઓ માટે રૃ. ૫૪૦નો જીએસટી કર ભરવો પડે છે, પણ અગાઉ એ રૃ. ૮૩૦ ભરવો પડતો હતો અને આ રીતે દર મહિને રૃ. ૩૨૦ની બચત થાય છે.