Sardar Gurjari

ગુરુવાર, તા.૨૦ જૂન, ૨૦૧૯, જયેષ્ઠ વદ ૩, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૫

મુખ્ય સમાચાર :
આઈપીએલ-૧૨ : આજે ૩૪૬ ખેલાડીઓ માટે થશે હરાજી
18/12/2018 00:12 AM Send-Mail
આઈપીએલની ૧૨મી સીઝન માટે આજે એટલે કે ૧૮ ડિસેમ્બરે જયપુરમાં ખેલાડીઓની હરાજી થવાની છે. આ હરાજીમાં ૩૪૬ ખેલાડીઓ સામેલ થશે જેમાં ઘણાં નવા ખેલાડી છે જેના પર દરેક ફ્રેન્ચાઈઝની નજર રહેશે. જેમાં તેમાં વેસ્ટઈન્ડિઝના શિમરોન હેટમેયર, ભારતના હનુમા વિહારી અને ઈશાન પોરેલ મુખ્ય છે.

આ દરેકમાં હેટમેયર પર સૌથી વધારે રકમની બોલી બોલાવાની શક્યતા છે. તેણે ભારત વિરુદ્ધ વન-ડે સીરિઝ દરમિયાન એક સદી અને એક અડધી સદી લગાવી હતી. શિમરોન હેટમેયર- હેટમેયર કૈરબિયાઈ પ્રીમિયર લીગની ગઈ સિઝનમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડીઓમાં ત્રીજા ક્રમ હતા. તેણે ટૂર્નામેન્ટમાં ૪૪૦ રન બનાવ્યા હતા. ઉપરાંત તેણે ભારત ભારત સામે પણ શાનદાર બેટિંગ કરી હતી. પાંચ વન-ડે સીરિઝની પહેલી મેચમાં ૧૦૯ અને બીજી મેચમાં ૯૪ રન બનાવ્યા હતા. તેની બેઝ પ્રાઈઝ ૫૦ લાખ રૃપિયા છે.

હનુમા વિહારી- ભારતીય ટેસ્ટ ટીમના સભ્ય હનુમા વિહારીએ ૨૦૧૭-૧૮ની રણજી સિઝનમાં ૯૪ની એવરેજથી ૭૫૨ રન બનાવ્યા છે. બાદમાં ઈરાની ટ્રોફીમાં તેણે વિદર્ભ વિરુદ્ધ ૧૮૩ રન બનાવ્યા હતા. દેવધર ટ્રોફીમાં ઈન્ડિયા બી માટે ત્રણ મેચમાં એવરેજ ૧૭૧ રન બનાવ્યા હતા. તે ડાબા હાથથી ઓફ સ્પીનર પણ કરે છે. તેની બેઝ પ્રાઈઝ ૫૦ લાખ રૃપિયા છે. ખેરી પિઅરે- વેસ્ટ ઈન્ડિઝ ટી-૨૦ ખેલાડીઓનો ગઢ માનવામાં આવે છે. ખેરી પીઅરે ડાબા હાથે બોલિંગ કરે છે, તેણે સીપીએલમાં ૫.૬૫ની એવરેજથી રન આપ્યા છે. ટી-૨૦ ક્રિકેટમાં તેનો સ્ટ્રાઈક રેટ ૧૩૬ની છે. તેની પણ પેઝ પ્રાઈઝ ૫૦ લાખ રૃપિયા છે.