Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
બે મિનિટમાં અઢંી કિલો મરચાં ખાઇ ગયો વ્યક્તિ ...
17/12/2018 00:12 AM Send-Mail
દુનિયામાં કેટલાક એવા પણ વ્યકિતઓ છે જેઓ માત્ર રેકોર્ડ બનાવવા અવનવા ગતકડાં કરતા રહે છે. ચીનના એક રહેવાસીએ પણ રેકોર્ડ પૂરો કરવા ગણતરીની મિનિટોમાં અઢી કિલો મરચાં ખાઇ જવાનું પરાક્રમ કર્યુ હતું.

ચીનમાં યોજાયેલ એક સ્પર્ધામાં ૯ વ્યકિતઓ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં સૌથી ઓછા સમયમાં વધુ મરચાં ખાઇ જનાર વ્યકિતને વિજેતા જાહેર કરવામાં આવનાર હતો. જેમાં સિઅુચાનના ચેંગદૂ શહેરના વ્યકિતએ ર મિનિટમાં અઢી કિલો મરચાં ખાઇને રેકોર્ડ સર્જયો હતો. તેને વિજેતા જાહેર કરીને ર૪ કેરેટ સોનાનું મરચું આપવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામને કાળા મરચાંના પાણીમાં બેસાડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને સામે મરચાં ભરેલ પ્લેટ મૂકવામાં આવી હતી. આ સ્પર્ધા જીતવા માટે સ્પર્ધકોએ અનેક રાઉન્ડ પસાર કરવાના હતા. જો કે વિજેતા બનનાર વ્યકિત તેજ મસાલેદાર ખોરાક ખાવાનો આદતી હોવાથી તેણે રેકોર્ડ સર્જયો હતો.