Sardar Gurjari

ગુરુવાર, તા.૨૦ જૂન, ૨૦૧૯, જયેષ્ઠ વદ ૩, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૫

મુખ્ય સમાચાર :
એલપીજી સિલિન્ડરનો રંગ લાલ રાખવા પાછળનું કારણ છે ગ્રાહકોનું હિત
17/12/2018 00:12 AM Send-Mail
અગાઉના જમાનામાં રસોઇ બનાવવા માટે માટીના ચૂલાનો ઉપયોગ કરવામાં આવતો હતો. આજના જમાનામાં ચૂલાનું સ્થાન ગેસની સગડીએ લીધું છે. જેનાથી મહેનત અને સમય બંનેની બચત થાય છે. ઉપરાંત પર્યાવરણના હિતમાં પણ એલપીજીનો વધુ ઉપયોગ કરવા અભિયાન ચલાવવામાં આવે છે.

દેશમાં અનેક એલપીજી કંપનીઓ છે. જેથી લાલ રંગના રાંધણગેસ સિલિન્ડર ઘરો, રેસ્ટોરન્ટ સહિતના સ્થળોએ જોવા મળે છે.પરંતુ એલપીજી સિલિન્ડરનો રંગ લાલ કેમ હોય છે તે વિશે લગભગ મોટાભાગના ગ્રાહકો અજાણ છે. વાસ્તવમાં લાલ રંગને ભયના સંકેત તરીકે જોવામાં આવે છે. કારણ કે એલપીજી એક જવલનશીલ ગેસ હોવાથી સિલિન્ડરનો રંગ લાલ રાખવામાં આવ્યો છે.

જો કે એલપીજી ગેસ જ નહીંં પરંતુ અલગ અલગ ગેસ સિલિન્ડરોને અલગ-અલગ રંગોથી રંગવામાં આવે છે. ઓકસીજનના સિલિન્ડરને સફેદ રંગ, નાઇટ્રસ ઓકસાઇડના સિલિન્ડરને ભૂરો રંગ કરવામાં આવે છે. કારણ કે તેમાં ઝેરીલો ગેસ હોય છે. કાર્બન ડાઇ ઓકસાઇડ ગેસ સિલિન્ડરને કથ્થાઇ, નાઇટ્રોજન ગેસ સિલિન્ડરને કાળા રંગ અને હીલીયમ ગેસ સિલિન્ડરને ભૂરા રંગથી રંગવામાં આવે છે. ગેસ સિલિન્ડરોમાં કયો ગેસ ભરવામાં આવ્યો હશે તેની ઓળખ સિલિન્ડરના રંગ પરથી થાય છે. જો કે કેટલીક જાહેર પરીક્ષાઓમાં પણ સિલિન્ડરના રંગ વિશે પ્રશ્ન પૂછાય છે.